gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત વન વિભાગનો ઐતિહાસિક નિર્ણય, 427 વનરક્ષકોને વનપાલ તરીકે બઢતી અપાઈ | Gujarat Forest Dept Promot…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત વન વિભાગનો ઐતિહાસિક નિર્ણય, 427 વનરક્ષકોને વનપાલ તરીકે બઢતી અપાઈ | Gujarat Forest Dept Promot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Forest Department Promotion: ગુજરાત વન વિભાગે રાજ્યના વન અને વન્યજીવ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. વિભાગે એક જ આદેશમાં 427 વનરક્ષકો (બીટ ગાર્ડ)ને વનપાલ (ફોરેસ્ટર) તરીકે બઢતી આપી છે. આ વિભાગના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો બઢતીનો આદેશ છે, જેનાથી ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓમાં પહેલીવાર આનંદની લહેર ફરી વળી છે. 

એક અઠવાડિયા પછી અરણ્ય ભવન દ્વારા બદલી કરાશે

છેલ્લા ઘણાં સમયથી વન વિભાગના કર્મચારીઓમાં વિવિધ સ્તરે નારાજગી જોવા મળી હતી. કેટલાંક મહિના પૂર્વે મોટા પાયે ગુજરાત રાજ્યના વન કર્મીઓએ ગાંધી ચીંધ્યા માર્ગે જઈને કેટલીક માંગણી પણ કરી હતી. લાંબા સમય પછી આ નિર્ણયથી વન સંરક્ષણની કામગીરીમાં વધુ બદલાવ આવશે અને પાયાના સ્તરે વહીવટી માળખું વધુ સુદ્રઢ બનશે. બદલીનો આ આદેશ આઠમી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વન અને પર્યાવરણ વિભાગના નાયબ સચિવ આસવ ગઢવી દ્વારા જારી કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: અમદાવાદની 3 જાણીતી સ્કૂલોએ ફી પરત કરવી પડશે, સમિતિએ ફી વધારો નામંજૂર કર્યો

વનરક્ષક, વર્ગ-3 (પગાર ધોરણ 18,000- 56,900 રૂપિયા પે મેટ્રિક્સ લેવલ-1)માંથી વનપાલ, વર્ગ-3 (પગાર ધોરણ 25,500-81,100, પે મેટ્રિક્સ લેવલ-1)માં બઢતી આપવામાં આવી છે. કુલ 425 કર્મચારીઓને તદ્દન હંગામી ધોરણે બઢતી મળી છે, જ્યારે 2 કર્મચારીઓને એડહોક ધોરણે બઢતી આપવામાં આવી છે.

આ બઢતીની પસંદગી યાદીમાં વિવિધ વર્ગો અને જિલ્લાઓના કર્મચારીઓનો સમાવેશ છે. જેમ કે, વડોદરા સર્કલ, સુરત સર્કલ, જૂનાગઢ વાઇલ્ડલાઇફ સર્કલ, વલસાડ સર્કલ વગેરેમાંથી કર્મચારીઓને બઢતી મળી છે. કેટલાક કર્મચારીઓ કેવડિયા જંગલ સફારી અને અન્ય ડેપ્યુટેશન પર કામ કરી રહ્યા છે. આ આદેશમાં ઉલ્લેખ છે કે બઢતી સિનિયરિટી, કોર્ટ કેસ અને ખાતાકીય તપાસને આધીન રહેશે. વધુમાં કેટલાક કર્મચારીઓને હિન્દી પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી આપવામાં આવી છે. આ નિર્ણયની વ્ચાપક અસર વન વિભાગના કર્મચારીઓમાં જોવા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …
GUJARAT

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

April 1, 2026
Next Post
વડોદરામાં જૂની કલેકટર કચેરી પાસેથી ચોરી કરેલી બાઈક સાથે આધેડ વાહન ચોર પકડાયો | vehicle thief caught …

વડોદરામાં જૂની કલેકટર કચેરી પાસેથી ચોરી કરેલી બાઈક સાથે આધેડ વાહન ચોર પકડાયો | vehicle thief caught ...

દેવભૂમિ દ્વારકાના મકનપુરમાં દરિયામાં નાહવા પડેલા રાજસ્થાનના 4 યુવાનો ડૂબ્યા, 3નો બચાવ એક ગુમ | Sea A…

દેવભૂમિ દ્વારકાના મકનપુરમાં દરિયામાં નાહવા પડેલા રાજસ્થાનના 4 યુવાનો ડૂબ્યા, 3નો બચાવ એક ગુમ | Sea A...

અમદાવાદની 3 જાણીતી સ્કૂલોએ ફી પરત કરવી પડશે, સમિતિએ ફી વધારો નામંજૂર કર્યો | Ahmedabad Schools Face …

અમદાવાદની 3 જાણીતી સ્કૂલોએ ફી પરત કરવી પડશે, સમિતિએ ફી વધારો નામંજૂર કર્યો | Ahmedabad Schools Face ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ.એસ.યુનિ.માં 60 ટકા વિદ્યાર્થીઓ કયારેક જ, જ્યારે 10 ટકા વિદ્યાર્થીઓ નિયમિત લેકચર એટેન્ડ કરે છે | 6…

એમ.એસ.યુનિ.માં 60 ટકા વિદ્યાર્થીઓ કયારેક જ, જ્યારે 10 ટકા વિદ્યાર્થીઓ નિયમિત લેકચર એટેન્ડ કરે છે | 6…

5 months ago
અમરેલી: સાવરકુંડલામાં કાળમુખા ડમ્પરે મહિલાને ચગદી, પતિની નજર સામે પત્નીનું કમકમાટીભર્યું મોત | Amrel…

અમરેલી: સાવરકુંડલામાં કાળમુખા ડમ્પરે મહિલાને ચગદી, પતિની નજર સામે પત્નીનું કમકમાટીભર્યું મોત | Amrel…

2 months ago
છરીની અણીએ દુષ્કર્મ ગુજારાતા પરિણીતાએ એસીડ ગટગટાવ્યું | Married woman swallows acid after being rape…

છરીની અણીએ દુષ્કર્મ ગુજારાતા પરિણીતાએ એસીડ ગટગટાવ્યું | Married woman swallows acid after being rape…

1 year ago
કપડવંજના વાઘાવત નજીક વાત્રક નદીનો પુલ ક્ષતિગ્રસ્ત | The bridge over the Vatrak river near Waghawat i…

કપડવંજના વાઘાવત નજીક વાત્રક નદીનો પુલ ક્ષતિગ્રસ્ત | The bridge over the Vatrak river near Waghawat i…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News