
Supreme Court on RTE : સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના બાળકોના શિક્ષણના અધિકાર પર એક મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ પી.એમ. નરસિમ્હા અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે સ્પષ્ટ કર્યું કે ખાનગી શાળાઓમાં ગરીબ બાળકો માટે 25% અનામતની જોગવાઈને અસરકારક રીતે લાગુ કરવી એ કેન્દ્ર અને રાજ્ય સરકારોની પ્રાથમિક જવાબદારી છે.










