
Air India Iran Airspace Closure: ઈરાનમાં સર્જાયેલી અસ્થિરતા અને એરસ્પેસ બંધ થવાના કારણે આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ પર મોટી અસર પડી છે, જેને પગલે એર ઈન્ડિયાએ મુસાફરો માટે મહત્ત્વની ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ઈરાન ઉપરથી પસાર થતી તમામ ફ્લાઈટ્સના રૂટ બદલવાની ફરજ પડી છે. એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે મુસાફરોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, તેથી ઈરાની એરસ્પેસનો ઉપયોગ ટાળીને ફ્લાઈટ્સ હવે વૈકલ્પિક લાંબા રૂટ પરથી ચલાવવામાં આવી રહી છે.
સુરક્ષાના કારણોસર તમામ આંતરરાષ્ટ્રીય વિમાનોએ રૂટ બદલ્યા
આ ફેરફારને કારણે ઉડાનના સમયમાં વધારો થયો છે અને કેટલીક ફ્લાઈટ્સ મોડી પડી શકે છે, જ્યારે અમુક રૂટ્સ પર ફ્લાઈટ્સ રદ કરવાની જરૂરીયાત પણ પડી છે.










