gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ફ્લાવર શોમાં મુલાકાત સમય વધારવામાં આવ્યો, રાત્રિની VIP ટિકિટ વ્યવસ્થા બંધ | Ahmedabad Intern…

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ ફ્લાવર શોમાં મુલાકાત સમય વધારવામાં આવ્યો, રાત્રિની VIP ટિકિટ વ્યવસ્થા બંધ | Ahmedabad Intern…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Flower Show: અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર તથા ફ્લાવર ગાર્ડન ખાતે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને શહેરીજનોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળતા, વધુમાં વધુ લોકો આ રંગબેરંગી ફ્લાવર શો નિહાળી શકે તે હેતુથી મુલાકાત સમય વધારી દેવામાં આવ્યો છે.

હવે આવતીકાલ તારીખ 16 જાન્યુઆરી 2026થી મુલાકાતીઓ ફ્લાવર શો રાત્રે 10:00 વાગ્યા સુધી નિહાળી શકશે, જ્યારે ટિકિટ રાત્રે 9:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. મુલાકાતીઓએ રાત્રિના 10:00 વાગ્યા સુધીમાં મુલાકાત પૂર્ણ કરવાની રહેશે જે પહેલા 9:00 કલાક સુધી જ હતી.

રાત્રિના સમયમાં VIP ટિકિટ વ્યવસ્થા હવે ઉપલબ્ધ રહેશે નહીં

વધુમાં વધુ નાગરિકોને ફ્લાવર શોનો આનંદ મળી રહે તે હેતુસર રાત્રિના સમયમાં VIP ટિકિટ વ્યવસ્થા હવે ઉપલબ્ધ રહેશે નહીં, જ્યારે સવારની VIP ટિકિટ વ્યવસ્થા યથાવત રહેશે. સવારના 07:00 વાગ્યાથી 08:00 વાગ્યા સુધી VIP ટિકિટ ઉપલબ્ધ રહેશે તથા VIP મુલાકાત સમય સવારના 08:00 થી 09:00 વાગ્યા સુધી રહેશે.

ટિકિટના દર પર કરો નજર

મુલાકાતીઓની સુવિધા માટે એએમસી દ્વારા ટિકિટિંગ અને ક્રાઉડ મેનેજમેન્ટની આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર 80 રૂપિયા અને શનિ-રવિ કે જાહેર રજાના દિવસે 100 રૂપિયા રાખવામાં આવ્યો છે. 12 વર્ષથી નીચેના બાળકો, એએમસી સ્કૂલના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સૈનિકો અને પત્રકારો માટે પ્રવેશ તદ્દન નિશુલ્ક છે, જ્યારે અન્ય શાળાના બાળકો માટે સવારના સમયે માત્ર 10 રૂપિયા ફી રાખવામાં આવી છે. શાંતિથી નિહાળવા માંગતા લોકો માટે 500 રૂપિયાની ટિકિટ સાથે ‘પ્રાઇમ સ્લોટ’ની પણ વ્યવસ્થા છે. જે  ‘પ્રાઇમ સ્લોટ’ હવે માત્ર સવાર પૂરતો જ રહેશે.

ઓનલાઈન પ્રક્રિયા

ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુકિંગની પ્રક્રિયા AMC દ્વારા જાહેર કરાયેલા QR કોડને સ્કેન કરીને નાગરિકો સરળતાથી ઘરેબેઠા ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. QR કોડ સ્કેન કર્યા બાદ ખુલતા પેજ પર પોતાનું નામ અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરીને, ફ્લાવર શો અથવા કોમ્બો ટિકિટ સિલેક્ટ કરી ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ સફળ થયા બાદ મોબાઈલ પર ટિકિટ મળી જશે, જે બતાવીને પ્રવેશ મેળવી શકાશે.

અમદાવાદ ફ્લાવર શોમાં મુલાકાત સમય વધારવામાં આવ્યો, રાત્રિની VIP ટિકિટ વ્યવસ્થા બંધ 2 - image

બે નવા ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ નોંધાયા

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ છેલ્લા ત્રણ વર્ષથી સતત ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં મેળવીને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ શહેરને વૈશ્વિક મંચ પર અલગ ઓળખ અપાવી, અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં એક સાથે બે નવા ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ નોંધાયા છે. પ્રથમ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલાનો છે, જ્યારે બીજો ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટનો છે.

ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે તૈયાર કરાયેલા ફ્લાવર મંડલાનું DGPS (Differential Global Positioning System) ટૅક્નોલૉજી દ્વારા ચોક્કસ માપ લેવામાં આવ્યું છે. અધિકૃત સર્વે રિપોર્ટ અનુસાર આ ભવ્ય ફ્લાવર મંડલાનો વ્યાસ આશરે 33.6 મીટર, કુલ વિસ્તાર 886.789 ચોરસ મીટર નોંધાયો છે. ઉચ્ચ ચોકસાઈવાળા DGPS સાધનો દ્વારા કરવામાં આવેલી આ માપણીને આધારે ફ્લાવર મંડલાને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ માટે માન્યતા આપવામાં આવી છે. અગાઉ 706.86 ચોરસ મીટર વિસ્તારનો ન્યૂનતમ બેન્ચમાર્ક નક્કી કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ફ્લાવર શોમાં મુલાકાત સમય વધારવામાં આવ્યો, રાત્રિની VIP ટિકિટ વ્યવસ્થા બંધ 3 - image

આ સાથે જ રાષ્ટ્રીય એકતાનું પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પોર્ટ્રેટનું Total Station Survey તથા Measuring Tape દ્વારા માપણી કરવામાં આવી છે. સર્વે રિપોર્ટ મુજબ સરદાર પટેલના ફ્લાવર પોર્ટ્રેટની કુલ લંબાઈ 41.17 મીટર, પહોળાઈ 8 મીટર અને કુલ વિસ્તાર 329.360 ચોરસ મીટર નોંધાયો છે. આ માપદંડો આધારે આ પોર્ટ્રેટને World Largest Flower Portrait તરીકે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ માટે માન્યતા મળી છે. અગાઉ આ કેટેગરીમાં ન્યૂનતમ બેન્ચમાર્ક 50 ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S…
GUJARAT

સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S…

May 17, 2026
માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother’s killer was a friend stabbed…
GUJARAT

માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother’s killer was a friend stabbed…

May 17, 2026
43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped
GUJARAT

43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped

May 17, 2026
Next Post
બોટાદમાં ભોજન કરવા બેઠેલા પરિવાર પર ઘરમાં ઘૂસીને હુમલો, એક મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત; કારણ ચોંકાવનાર…

બોટાદમાં ભોજન કરવા બેઠેલા પરિવાર પર ઘરમાં ઘૂસીને હુમલો, એક મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત; કારણ ચોંકાવનાર...

વુડા આવાસના ધાબે બાળકીને અડપલા કરનાર નરાધમ ઝડપાયો | Man arrested for molesting girl on roof of Wuda …

વુડા આવાસના ધાબે બાળકીને અડપલા કરનાર નરાધમ ઝડપાયો | Man arrested for molesting girl on roof of Wuda ...

રોટલો બનાવવા મુદ્દે થયેલી મારામારીમાં બે ઘવાયા, ત્રણની ધરપકડ | Two injured three arrested in fight o…

રોટલો બનાવવા મુદ્દે થયેલી મારામારીમાં બે ઘવાયા, ત્રણની ધરપકડ | Two injured three arrested in fight o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર …

સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર …

4 weeks ago
સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | surat court histo…

સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | surat court histo…

7 months ago
VIDEO : મિર્જાપુરમાં એમ્બ્યુલન્સ પર ટ્રક પલટી, ગર્ભવતી મહિલા સહિત ચારના મોત | Uttar Pradesh : Mirzap…

VIDEO : મિર્જાપુરમાં એમ્બ્યુલન્સ પર ટ્રક પલટી, ગર્ભવતી મહિલા સહિત ચારના મોત | Uttar Pradesh : Mirzap…

1 year ago
વડોદરામાં ત્રણ જ દિવસમાં ૪૭૦૦૦ જેટલા મતદારોના નામ કમી કરવા ફોર્મ ભરાયા | congress alleged bjp of con…

વડોદરામાં ત્રણ જ દિવસમાં ૪૭૦૦૦ જેટલા મતદારોના નામ કમી કરવા ફોર્મ ભરાયા | congress alleged bjp of con…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News