
Maharastra Election BJP: દેશના સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન ગણાતા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની 2026ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચી દીધો છે. ત્રણ દાયકાથી ચાલી આવતા શિવસેનાના ગઢને તોડીને ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ જંગી જીત સાથે હવે મુંબઈના આગામી મેયર કોણ હશે તેને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે.
દેવેન્દ્ર ફડણવીસનું વચન
ચૂંટણી પ્રચાર દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે, ‘મુંબઈના આગામી મેયર હિન્દુ અને મરાઠી હશે.










