gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ગન કલ્ચર: 5 વર્ષમાં 5000થી વધુ લોકોએ ગન લાયસન્સ લીધા, અસલામતી કે રોફ જમાવવાનો ખેલ? | Gun C…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ગન કલ્ચર: 5 વર્ષમાં 5000થી વધુ લોકોએ ગન લાયસન્સ લીધા, અસલામતી કે રોફ જમાવવાનો ખેલ? | Gun C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gun Culture Rising in Gujarat: ગુજરાતમાં પણ છાનાપગલે ગન કલ્ચર વિસ્તરી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં જ 5204 લોકોએ ગન લાયસન્સ મેળવ્યા છે. જેમાં અમદાવાદથી સૌથી વધુ 690, રાજકોટથી 540 જ્યારે દાહોદથી 487 લોકોએ બંદૂક રાખવાનો પરવાનો મેળવી લીધો છે. વધતા જતા હથિયારના ક્રેઝ આગામી સમયમાં ગુનાખોરીના આંકડામાં વધારો લાવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. 

ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી લાઈસન્સ લાવવાનો કારોબાર 

રાઇટ ટુ ઈન્ફોર્મેશનથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 5 વર્ષમાં 200થી વધુ લોકોને ગન લાયસન્સ અપાયા હોય તેવા રાજ્યમાં સુરત, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, વડોદરા, મોરબી, ગાંધીનગર, બનાસકાંઠા અને જૂનાગઢનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં જ મણિપુર, નાગાલેન્ડથી સંખ્યાબંધ બોગસ હથિયાર લાયસન્સ અને તેના પર કારતૂસો ખરીદવાના મામલે એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે 66 આરોપીઓને ઝડપી લઇને તેમની સામે ચાર્જશીટ કરી દીધી છે. ગુજરાતમાં બીજા રાજ્યમાંથી લાઈસન્સ લાવવાનો કારોબાર વર્ષોથી ચાલે છે. જમ્મુ-કાશ્મીરથી ગન લાયસન્સ કૌભાંડ પકડી ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના મોટા માથાઓ સામે કાર્યવાહી કરી પછી વર્ષ 2007માં પણ જમ્મુ-કાશ્મીરના બોગસ ગન લાયસન્સ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. આ પછી નાગાલેન્ડના બોગસ ગન લાયસન્સનો ઘટસ્ફોટ થયો હતો.

ગુજરાતમાં ગન કલ્ચર: 5 વર્ષમાં 5000થી વધુ લોકોએ ગન લાયસન્સ લીધા, અસલામતી કે રોફ જમાવવાનો ખેલ? 2 - image

ગન લાયસન્સ મેળવવા માટે કુલ 113 નિયમોનો અમલ કરવાના હોય છે. પરંતુ બીજા રાજ્યમાંથી લાયસન્સ અપાવતાં એજન્ટો અને પૈસા એટલા મજબૂત છે કે બીજા રાજ્યોના લાયસન્સના આધારે ગુજરાતમાં ગન કલ્ચર સતત ભયજનક રીતે વિસ્તરી રહ્યું છે. બીજા રાજ્યના લાયસન્સના આધારે ગુજરાતમાં ગન ખરીદવાનું હવે આસાન નથી. ગન વેચતા મોટાભાગના વેપારીઓ અન્ય રાજ્યના લાયસન્સ ઉપર હથિયાર વેચતા ન હોવાથી હરિયાણા, દિલ્હીથી ગન ખરીદીમાં પણ એજન્ટોની ચેઈન સક્રિય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 5 વર્ષમાં માત્ર 6000 લોકોએ તમાકુનું વ્યસન છોડ્યું, જાગૃકતા ફેલાવવામાં તંત્રનું નીરસ વલણ

ગન લાયસન્સ કોને મળી શકે? 

ગન લાયસન્સ માટે અરજી કરનારાએ ત્રણ વર્ષના આઈ.ટી. રિટર્ન ભરેલા હોવા જોઈએ. પરવાનગી માગનાર સામે કોઈ ફોજદારી કેસ ચાલતો હોવો જોઇએ નહીં. જમીનની સુરક્ષા અથવા પોતાની કે પરિવારની સુરક્ષાની જરૂરિયાત હોવી જોઈએ. સામાન્ય રીતે મોટા વ્યવસાયમાં કોઇ દુશ્મનાવટની ભીતિ હોવાના કારણે પણ લોકો અરજી કરતા હોય છે. આ સાથે અરજદારે ટ્રેનિંગ સર્ટિફિકેટ આપવું પડે છે. સમાયંતરે ચૂંટણી, રથયાત્રા કે પછી અન્ય મોટા તહેવાર દરમિયાન હથિયાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહે છે. હથિયાર લીધા બાદ ચોક્કસ મહિને બુલેટનો હિસાબ આપવાનો રહે છે. 

અમદાવાદમાં ગન લાયસન્સની અરજીઓનું પ્રમાણ વધ્યું

અમદાવાદમાં વર્ષ 2024માં કુલ 259 અરજીમાંથી ગન માટે આવેલી કુલ 98 અરજીમાંથી 34 મંજૂર અને 61 નામંજૂર થવાની સાથે 3 ફાઇલ પેન્ડિંગ છે. રિવોલ્વર, પિસ્તોલ અને રાયફલ માટે આવેલી 161 અરજીમાંથી 37 મંજૂર અને 18 નામંજૂર થઈ છે. જ્યારે 106 અરજીઓ હાલ પણ પેન્ડિંગ છે. વર્ષ 2023માં કુલ 191 અરજીમાંથી ગન માટે આવેલી કુલ 55 અરજીઓમાંથી 31 મંજૂર અને 24 નામંજૂર થઈ હતી. જ્યારે રિવોલ્વર, પિસ્તોલ અને રાયફલ માટે આવેલી 136 અરજીમાંથી 46 મંજૂર અને 56 નામંજૂર થઈ હતી. આ આંકડા પ્રમાણે હથિયાર પરવાના મેળવનાર લોકોમાં રિવોલ્વર, પિસ્તોલ અને રાયફલનો ક્રેઝ વધારે હોવાનું માનવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…
GUJARAT

દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…

May 7, 2026
ટ્રાફિક નિયમો નેવે મુકી સુરત પાલિકાની બસ રોંગ સાઈડ દોડી, રાઈટ સાઈટ આવતા વાહન ચાલકોમાં ફફડાટ | Surat …
GUJARAT

ટ્રાફિક નિયમો નેવે મુકી સુરત પાલિકાની બસ રોંગ સાઈડ દોડી, રાઈટ સાઈટ આવતા વાહન ચાલકોમાં ફફડાટ | Surat …

May 7, 2026
અમદાવાદ: પોલીસ સ્ટેશનથી માંડ 2 કિ.મી. દૂર દેશી દારૂની રેલમછેલ, ચાંગોદર GIDCમાં કાયદાના ધજિયા | Ahmed…
GUJARAT

અમદાવાદ: પોલીસ સ્ટેશનથી માંડ 2 કિ.મી. દૂર દેશી દારૂની રેલમછેલ, ચાંગોદર GIDCમાં કાયદાના ધજિયા | Ahmed…

May 7, 2026
Next Post
જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયા જુગારમાં નસીબ અજમાવતા 16 મહિલા સહિત 86 ઝડપાયા | 86 people including …

જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયા જુગારમાં નસીબ અજમાવતા 16 મહિલા સહિત 86 ઝડપાયા | 86 people including ...

નિર્મલા સીતારમણે નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ | FM Ni…

નિર્મલા સીતારમણે નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ | FM Ni...

‘મિત્ર દેશની ધરતી પરથી આવું નિવેદન…’, આસિમ મુનિરની ધમકી મુદ્દે ભારતે અમેરિકાને પણ ઘેર્યુ | Govt Re…

'મિત્ર દેશની ધરતી પરથી આવું નિવેદન...', આસિમ મુનિરની ધમકી મુદ્દે ભારતે અમેરિકાને પણ ઘેર્યુ | Govt Re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા બાબતે ધીંગાણું, બંને પક્ષે 15 લોકોને ઈજા | Figh…

અમરેલી: ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા બાબતે ધીંગાણું, બંને પક્ષે 15 લોકોને ઈજા | Figh…

3 months ago
ટૂંકી મુદ્દતના F&O કોન્ટ્રાક્ટની મુદ્દતમાં વધારો કરવા સેબી મેમ્બરનો સંકેત

ટૂંકી મુદ્દતના F&O કોન્ટ્રાક્ટની મુદ્દતમાં વધારો કરવા સેબી મેમ્બરનો સંકેત

10 months ago
આણંદમાં 9 ફૂટથી વધુ ઊંચી ગણેશ મૂર્તિ બનાવવા, વેચવા પર પ્રતિબંધ | Ban on making and selling Ganesh id…

આણંદમાં 9 ફૂટથી વધુ ઊંચી ગણેશ મૂર્તિ બનાવવા, વેચવા પર પ્રતિબંધ | Ban on making and selling Ganesh id…

9 months ago
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News