gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના ફૈઝાન પાર્ક વિસ્તારમાંથી જુગાર રમતા 19 ઝડપાયા, 6 ફરાર | 19 arrested for gambling in Faizan …

G METRO NEWS by G METRO NEWS
January 20, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના ફૈઝાન પાર્ક વિસ્તારમાંથી જુગાર રમતા 19 ઝડપાયા, 6 ફરાર | 19 arrested for gambling in Faizan …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનો દરોડો 

– પોલીસે રોકડ, વાહનો અને મોબાઈલ મળી 5.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે નડિયાદમાં મોટી કાર્યવાહી કરતા શહેરના ફૈઝાન પાર્ક પાછળના ખુલ્લા ખેતરમાં ધમધમતા મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી જુગાર રમતા અને રમાડતા કુલ ૧૯ શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ૬ શખ્સો પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે રોકડ, વાહનો અને મોબાઈલ મળી કુલ ૫.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ ખેડા-નડિયાદ જિલ્લામાં દારૂ અને જુગારની બદી ડામવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, નડિયાદના ફૈઝાન પાર્ક વિસ્તારમાં રહેતો યાસીન ઉર્ફે ખલી ઉસ્માનગની વ્હોરા અને તેનો સાગરિત મહંમદ ઇકબાલ ઉર્ફે રોમી બંને મળીને ફૈઝાન પાર્ક સોસાયટીની પાછળ આવેલા ખુલ્લા ખેતરમાં જુગારધામ ચલાવી રહ્યા હતા. આ શખ્સોેએ ખેતરમાં લોખંડના સ્થંભ ઉભા કરી મીણીયા અને પ્લાસ્ટિકના તંબુ બાંધીને એક કામચલાઉ શેડ તૈયાર કર્યા હતો, જ્યાં બહારથી માણસો બોલાવીને અંદર-બહારનો હારજીતનો જુગાર રમાડવામાં આવતો હતો. બાતમીની ખરાઈ કર્યા બાદ એસએમટીની ટીમે પંચોને સાથે રાખીને ખેતરમાં દરોડો પાડયો હતો. પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી કોર્ડન કરીને ૧૯ જેટલા ઈસમોને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય સંચાલક યાસીન ઉર્ફે ખલી, લીલી, ગેટીંગ અને અન્ય વાહન ચાલકો સહિત કુલ ૬ શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટયા હતા. પોલીસે સ્થળ પરથી અંગજડતીના રોકડા રૂપિયા ૧,૦૦,૫૨૦ તથા દાવ પરના રોકડા રૂપિયા ૨૩,૦૦૦ મળી કુલ રોકડ રકમ કબજે કરી હતી.

તપાસ દરમિયાન પોલીસને સ્થળ પરથી જુગારના સાહિત્ય ઉપરાંત પ્લાસ્ટિકના અલગ અલગ કલરના ૫૪૭ નંગ ટોકન મળી આવ્યા હતા, જેનો ઉપયોગ પૈસાના બદલામાં જુગાર રમવા માટે થતો હતો. આ ઉપરાંત ૧૫ મોબાઈલ ફોન કિંમત રૂ. ૬૧,૫૦૦, ૨ ઓટો રિક્ષા અને ૪ મોટરસાયકલ કિંમત રૂ. ૪,૧૫,૦૦૦ સહિત કુલ રૂપિયા ૫,૭૭,૬૨૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અંધારામાં જુગાર રમવા બેટરી અને એલઈડીની સુવિધા

ખેતરમાં લાઈટની સુવિધા ન હોવાથી જુગારધામ ચલાવનારાઓએ રાત્રે પણ જુગાર ચાલુ રાખી શકાય તે માટે ખાસ વ્યવસ્થા કરી હતી. પોલીસને દરોડા દરમિયાન સ્થળ પરથી એક બેટરી અને વાયર સાથેની એલઈડી લાઈટ મળી આવી હતી. જુગારીઓ રાત્રે આ લાઈટના અજવાળે પ્લાસ્ટિકના ચાર્ટ પર ગંજીપાના વડે જુગાર રમતા હતા. આ ઉપરાંત ગ્રાહકોને બેસવા માટે પ્લાસ્ટિકની ખુરશીઓ અને નીચે પાથરવા માટે કોટનની ચટાઈઓ પણ રાખવામાં આવી હતી.

ઝડપાયેલા 19 માંથી 6 આરોપીઓ હિસ્ટ્રીશીટર

પોલીસના હાથે ઝડપાયેલા જુગારીઓ માત્ર શોખ ખાતર જુગાર રમવા આવ્યા ન હતા, પરંતુ તેમાંના ઘણા રીઢા ગુનેગારો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા ૧૯ આરોપીઓ પૈકી ૬ આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ જુગાર અને મારામારીના ગુના નોંધાયેલા છે. જેમાં મહંમદ ઇકબાલ સામે ૨૦૨૦માં, જાવેદખાન સામે ૪ ગુના, અનસ ઉર્ફે દેડકો સામે ૫ ગુના, અને અમીત મકવાણા સામે વટવા, ખોખરા અને ચાંદખેડામાં ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…
GUJARAT

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

May 20, 2026
વડોદરામાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: 2 કેરિયર ઝડપાયા, સપ્લાયરો સુધી પહોંચી પોલીસ | vadodar…
GUJARAT

વડોદરામાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: 2 કેરિયર ઝડપાયા, સપ્લાયરો સુધી પહોંચી પોલીસ | vadodar…

May 20, 2026
અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલામાં આગ લાગતાં અનેક બાઈક બળીને ખાક | Ahmedabad News ISKCON …
GUJARAT

અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલામાં આગ લાગતાં અનેક બાઈક બળીને ખાક | Ahmedabad News ISKCON …

May 20, 2026
Next Post
યુરોપ દેશો પર 10 ટકા ટેરિફનો સૌથી વધુ ફટકો યુકે તથા જર્મનીને પડશે | The UK and Germany will be hit h…

યુરોપ દેશો પર 10 ટકા ટેરિફનો સૌથી વધુ ફટકો યુકે તથા જર્મનીને પડશે | The UK and Germany will be hit h...

નડિયાદ મનપા હસ્તકના ‘શ્રી કોમ્પ્લેક્સ’ની દુકાનો મૂળ ભાડૂઆતોએ વેચી મારી : તંત્રની ભેદી ચુપકીદી | The …

નડિયાદ મનપા હસ્તકના 'શ્રી કોમ્પ્લેક્સ'ની દુકાનો મૂળ ભાડૂઆતોએ વેચી મારી : તંત્રની ભેદી ચુપકીદી | The ...

બારકોલની શિવ ઓમ સોસા.માંથી રૂ. 4.43 લાખના મુદ્દામાલની ચોરી | Goods worth Rs 4 43 lakh stolen from Sh…

બારકોલની શિવ ઓમ સોસા.માંથી રૂ. 4.43 લાખના મુદ્દામાલની ચોરી | Goods worth Rs 4 43 lakh stolen from Sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SIRની કામગીરીને લઈને ગેનીબહેનનું મોટું નિવેદન, ‘કોંગ્રેસની વિચારધારા વાળા લોકોના ફોર્મ ઓછા ભરાય છે’ …

SIRની કામગીરીને લઈને ગેનીબહેનનું મોટું નિવેદન, ‘કોંગ્રેસની વિચારધારા વાળા લોકોના ફોર્મ ઓછા ભરાય છે’ …

6 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી બજારો અને સરકારી કચેરીઓ ફરી ધમધમશે | Markets and government offices will…

સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી બજારો અને સરકારી કચેરીઓ ફરી ધમધમશે | Markets and government offices will…

7 months ago
ઓપરેશન મહાદેવ બાદ સેનાનું ‘ઓપરેશન શિવશક્તિ’, બે આતંકી ઠાર, સર્ચ અભિયાન ચાલુ | Operation Shiv Shakti”…

ઓપરેશન મહાદેવ બાદ સેનાનું ‘ઓપરેશન શિવશક્તિ’, બે આતંકી ઠાર, સર્ચ અભિયાન ચાલુ | Operation Shiv Shakti”…

10 months ago
નડિયાદના કંજોડા પાટિયા અને શેરી સીમ પાસે અકસ્માતમાં 5 ને ઈજા | 5 injured in accident near Kanjoda Pa…

નડિયાદના કંજોડા પાટિયા અને શેરી સીમ પાસે અકસ્માતમાં 5 ને ઈજા | 5 injured in accident near Kanjoda Pa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News