gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોલાર પેનલના બહાને 100થી વધુ લોકોને છેતરનારી ટોળકી પકડાઈ | Gang that cheated more than 100 people on…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
સોલાર પેનલના બહાને 100થી વધુ લોકોને છેતરનારી ટોળકી પકડાઈ | Gang that cheated more than 100 people on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને સસ્તા ભાવે સોલાર પેનલ લગાવી દેવાનું પ્રલોભન આપી નાણાં પડાવી છેતરપિંડી

જામનગર: જામનગર શહેર જિલ્લા સહિતના ૧૦૦થી વધુ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ કંપનીના નામે નાણાં પડાવી લઈ સોલાર પેનલ ફીટ નહીં કરી આપનાર એક ટોળકીના પાંચ સભ્યોને જામનગર સાઇબર સેલની ટુકડીએ ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી ૧૨ નંગ મોબાઈલ ફોન, બે સીપીયુ, ૮ નંગ બેન્ક ની પાસબુક સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા એક નાગરિકે પોતાના ઘેર સોલાર પેનલ ફીટ કરી આપવાના બાબતે એક ખાનગી કંપનીના બે સંચાલકો સામે સીટી સી. ડિવિઝન પોલીસમાં મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી હતી અને જામનગરની સાયબર ક્રાઈમ પોલીસની ટીમે આ પ્રકરણમાં તપાસમાં ઝુંકાવ્યું હતું. જે પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસની ટીમે એક ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા છે. ટોળકીએ કંપનીની સોલાર પેનલની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત આપી કંપનીના નામે  લોકો સાથે સાયબર ઠગાઈ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 

આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ૧૨ નંગ મોબાઈલ ફોન, બે નંગ સી.પી.યુ., ૮ નંગ જુદી જુદી બેંકની પાસબુક, ચેકબુક સહિતનું સાહિત્ય કબજે કરાયું છે. આ પ્રકરણમાં તેની સાથે સંકળાયેલા અન્ય છઠ્ઠા આરોપી કાનાભાઇ બૈડીયાવદરાને ફરારી જાહેર કરાયો છે, જે મુખ્ય સૂત્રધાર મનાય છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

કુલ દોઢેક કરોડનાં ચીટિંગનું પોલીસનું પ્રાથમિક અનુમાન

પોલીસને તપાસમાં એવું જાણવા મળ્યું હતું, કે આરોપીઓ ઈન્ફ્રીટી સોલાર પ્રાયવેટ લિ. નામક કંપનીના નામે સોશિયલ મીડિયા પર લોકોને સસ્તા ભાવે સોલાર પેનલ લગાવી આપવાનું પ્રલોભન આપી તેના માટે બેન્કમાંથી લોન કરાવી દીધા બાદ નાણા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી નાખતા હતા, અને સોલાર પેનલ ફીટ નહીં કરી આપી, છેતરપિંડી કરી હતી. વધુ તપાસ દરમ્યાન એમ પણ ખુલ્યું છે કે આરોપીઓએ આ રીતે ૧૦૦ કરતાં વધુ લોકો સાથે કુલ મળીને અંદાજે દોઢેક કરોડ રૂપિયાનો સાયબર ફ્રોડ આચરી, સોલાર પેનલ ખરીદવાના બહાને લોન અપાવી, તે રકમ પોતાના અંગત બેંક ખાતામાં મેળવી હતી. ત્યારબાદ સોલાર પેનલ સ્થાપિત ન કરી, છેતરપિંડીથી મેળવેલ નાણાં પોતાના અંગત લાભ માટે વાપર્યા હતા.

પકડાયેલા પાંચ આરોપી કોણ- કોણ

* હિરેનભાઈ નાથાલાલ લાઠીયા (ઉ.વ.૩૭, રહે. તીરૂપતી પાર્ક ૭/બી ઢિંચડા રોડ મુળ રહે.કૃષ્ણકુંજ શેરી નં.૪ હિમાલય સોસયટી જામનગર),  * ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા (ઉ.વ.૩૬, રહે.નિલકમલ સોસાયટી શેરી નં.૫ ખોડીયાર કોલોની જામનગર), * રાહુલભાઈ રાજેન્દ્રપ્રશાદ ભટ્ટ (ઉ.વ.૫૨ રહે.૧/૨ મકવાણા સોસાયટી, શાંતિનગર પાછળ હરીયા સ્કૂલની સામે જામનગર), * અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.ર૮ રહે. ખોડીયાર કોલોની ન્યુ આરામ કોલોની કોળીનો દંગો જામનગર) * રામજી કમોદસિંઘ લોધી (ઉ.વ.૨૫ રહે. જકાતનાકા પાસે પાર્થ એપાર્ટમેન્ટ ત્રીજો માળ જામનગર).

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …
GUJARAT

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

June 25, 2026
સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…
GUJARAT

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

June 25, 2026
Next Post
૭૫ વિસ્થાપિતોને શેલ્ટર હોમમાં ખસેડાયા, વટવા વાનરવટ તળાવની જગ્યામાં ૪૫૦ ગેરકાયદે બાંધકામ તોડાયા | 75 …

૭૫ વિસ્થાપિતોને શેલ્ટર હોમમાં ખસેડાયા, વટવા વાનરવટ તળાવની જગ્યામાં ૪૫૦ ગેરકાયદે બાંધકામ તોડાયા | 75 ...

મહેન્દ્રનગરના યુવાન સાથે પરણીને ઠગાઇ કરનાર લૂંટેરી દુલ્હન સહિત બે ઝડપાયા | Two arrested including th…

મહેન્દ્રનગરના યુવાન સાથે પરણીને ઠગાઇ કરનાર લૂંટેરી દુલ્હન સહિત બે ઝડપાયા | Two arrested including th...

નડિયાદમાં પારસ સર્કલ પાસે પાલિકાની મિલકતમાં ગેરકાયદે બાંધકામ ખડકાયું | Illegal construction on munic…

નડિયાદમાં પારસ સર્કલ પાસે પાલિકાની મિલકતમાં ગેરકાયદે બાંધકામ ખડકાયું | Illegal construction on munic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત, જાફરાબાદ રેન્જ વિભાગે આદરી તપાસ | Lioness Killed i…

ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત, જાફરાબાદ રેન્જ વિભાગે આદરી તપાસ | Lioness Killed i…

5 months ago
હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ | Gujarat…

હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ | Gujarat…

3 months ago
ભારત સર્વાઈકલ કેન્સરની પણ રાજધાની, દર સાત મિનિટે એક મહિલાનું મોત થાય છે | india is capital of cervic…

ભારત સર્વાઈકલ કેન્સરની પણ રાજધાની, દર સાત મિનિટે એક મહિલાનું મોત થાય છે | india is capital of cervic…

5 months ago
અમદાવાદની સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ | The oldest one in Ahme…

અમદાવાદની સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ | The oldest one in Ahme…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News