gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચકચારી બગદાણા વિવાદમાં : 26 દિવસ બાદ આખરે જયરાજ આહિરની ધરપકડ | Chakchari Bagdana controversy: Jayara…

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in GUJARAT
0 0
0
ચકચારી બગદાણા વિવાદમાં : 26 દિવસ બાદ આખરે જયરાજ આહિરની ધરપકડ | Chakchari Bagdana controversy: Jayara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહિલા ડિવાયએસપી ઝાલાએ મોટા ઉપાડે ક્લિનચીટ આપ્યા બાદ એસઆઈટીને જયરાજ આહિર વિરૂદ્ધ પુરાવા મળ્યાં

– મોબાઈલ સંપર્કો, લોકેશન અને નિવેદનોના આધારે ડાયરા કલાકાર માયાભાઈના પુત્રની સંડોવણી ખુલી, કોર્ટમાં રજૂ કરાશે : કુલ આરોપીઓની સંખ્યા 14 થઈ : આખરે ન્યાયની જીત, જયરાજ જશે જેલમાં

ભાવનગર : બગદાણાના કોળી યુવાન ઉપર ૨૬ દિવસ પૂર્વે થયેલા હુમલાનું પ્રકરણ સમગ્ર ગુજરાતમાં ચર્ચાના એરણે છે, ત્યારે પ્રથમથી જ પીડિત દ્વારા ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ આપ્યું હોવા છતાં પોલીસની ઢીલી નીતિને લઈ તપાસ ખોરંભે ચડી હતી. ત્યારબાદ એસઆઇટીની ઊંડાણપૂર્વકની તપાસમાં પુરતા પુરાવા મળતા આજે બીજું સમન્સ પાઠવી આઇજી કચેરીએ બોલાવી ચર્ચાસ્પદ ઘટનામાં આખરે ન્યાયની જીત થઈ હોય તેમ જયરાજનું નામ આરોપી તરીકે ઉમેરી એસઆઈટીએ શખ્સની ધરપકડ કરી લીધી છે.

એસઆઈટીની તપાસમાં તમામ લોકોના મોબાઈલ સંપર્કો, નિવેદનો, મોબાઈલ લોકેશનના આધારે સમગ્ર હુમલામાં જયરાજ આહિરની સંડોવણીના પુરતા પુરાવા મળતા આજે ફરી સમન્સ પાઠવવામાં આવ્યું હતું. બીજી વખત એસઆઈટીનું તેડું આવતા જયરાજ આહિર રેન્જ આઈજી કચેરીએ પહોંચ્યો હતો અને આજે આશરે બે કલાક જેટલી પૂછપરછ બાદ એસઆઈટીએ જયરાજનું આરોપી તરીકે નામ ઉમેરી સત્તાવાર તેની ધરપકડ કરી હતી. રેન્જ આઈજીએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે, એસઆઈટીની તપાસમાં પ્રાથમિક માહિતી, નિવેદનો અને ટેકનિકલ સોર્સના આધારે પકડાયેલા આરોપીઓના સંપર્કો જયરાજ આહિર સાથેના હોય, આજે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં પોલીસે આઠ અને એસઆઈટીએ છ શખ્સની ધરપકડ કરતા બગદાણા વિવાદમાં આરોપીઓની સંખ્યા ૧૪ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, આ તપાસમાં અગાઉ કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. પરંતુ તપાસની દિશા ધૂંધળી રહેતા કોળી સમાજના ધારાસભ્યો-સાંસદ સભ્યોએ મુખ્યમંત્રીને મળી રજૂઆત કર્યાં બાદ તુરંત જ રેન્જ આઈજીએ એસઆઈટીની રચના કરી દીધી હતી.

એસઆઈટીએ ધીમી ગતિથી તપાસ શરૂ કરી બનાવમાં ઝડપાયેલા આઠેય આરોપીના ફર્ધર રિમાન્ડ મેળવી અલગ-અલગ સમયે વધુ પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. બીજી તરફ એસઆઈટીએ જયરાજ આહિર અને નવનીતભાઈના કોમન મિત્રો, મહુવા ભાજપ શહેરના ઉપપ્રમુખના પણ નિવેદનો નોંધ્યા હતા. ઉપરાંત નવનીતભાઈ બાલધિયાએ પણ એસઆઈટી સમક્ષ ૧૫ જેટલા પુરાવા આપતા અંતે ગત તા.૨૧-૦૧ના રોજ જયરાજ આહિરને પ્રથમ સમન્સ પાઠવી નિવેદન નોંધાવવા માટે બોલાવી સાડા ત્રણ કલાક સુધી પૂછપરછ કર્યા મુક્ત કર્યો હતો. આ કેસમાં પોલીસ હવે જયરાજ આહિરના રિમાન્ડ માંગી આગળની કાર્યવાહી હાથ ધરશે.

તપાસમાં બેદરકાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીના એંધાણ

બગદાણા પ્રકરણમાં દારૂ અને માટીના ધંધાની બાતમી આપ્યાની અદાવતે નવનીતભાઈ બાલધિયા ઉપર હુમલો થયો હોવાના અને માયાભાઈ આહિરના પુત્રનો કોઈ રોલ ન હોવાના પોલીસના લૂંલા બચાવની વિપરિત એસઆઈટીને જયરાજ આહિર સામે પુરાવા મળ્યાં છે. જેથી તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીના પણ એંધાણ મળી રહ્યા છે. રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, આ આંતરિક તપાસનો વિષય છે. આ મુદ્દે એસપીનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે.

સોશિયલ મીડિયા પર વૈમનસ્ય ફેલાવતા તત્વો સામે કાર્યવાહી થશે

બગદાણા પ્રકરણમાં ૨૦ દિવસ બાદ એસઆઈટીનું આજે મૌન તૂટયું છે, પરંતુ આ સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા પર બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ ખૂબ વાયરલ થતી હતી. જે મામલે રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, એસઆઈટી તપાસના તથ્યો જોઈ રહી હતી. સોશિયલ મીડિયા પર વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ પર સ્થાનિક પોલીસ ચોક્કસથી કાર્યવાહી કરશે. લોકોને અપીલ છે કે, સોશિયલ મીડિયાનો આવો ગેરઉપયોગ ન કરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…
GUJARAT

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

July 23, 2026
હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ
GUJARAT

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

July 23, 2026
Next Post
મ્યુનિ.અધિકારીઓએ એડવર્ટાઈઝીંગ પોલીસી બનાવી, ખાનગી કન્સલ્ટન્ટને ૩૯ લાખ ચૂકવવાની દરખાસ્ત ઉપર બ્રેક મરા…

મ્યુનિ.અધિકારીઓએ એડવર્ટાઈઝીંગ પોલીસી બનાવી, ખાનગી કન્સલ્ટન્ટને ૩૯ લાખ ચૂકવવાની દરખાસ્ત ઉપર બ્રેક મરા...

વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી માટે યુવકને મારકૂટ કરી હથિયાર બતાવ્યું | A young man was beaten up and sh…

વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી માટે યુવકને મારકૂટ કરી હથિયાર બતાવ્યું | A young man was beaten up and sh...

1 કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે વૃધ્ધ પકડાયો | Old man caught with whale fish vomit …

1 કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે વૃધ્ધ પકડાયો | Old man caught with whale fish vomit ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ ભારતનું સૌથી ખુશહાલ શહેર, દુનિયામાં ટોચના પાંચમાં સામેલ

મુંબઈ ભારતનું સૌથી ખુશહાલ શહેર, દુનિયામાં ટોચના પાંચમાં સામેલ

9 months ago
લાલપુરના મેઘપર નજીક રાજ બિહારી હોટલમાંથી નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો | A quantity of intoxicating …

લાલપુરના મેઘપર નજીક રાજ બિહારી હોટલમાંથી નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો | A quantity of intoxicating …

1 month ago
ચાંદી વધુ રૂ. 4000 ઉછળી રૂ. 2,50,000 પહોંચી : સોનું પણ વધીને રૂ. 1,60,000 | Silver rises by Rs 4000 …

ચાંદી વધુ રૂ. 4000 ઉછળી રૂ. 2,50,000 પહોંચી : સોનું પણ વધીને રૂ. 1,60,000 | Silver rises by Rs 4000 …

5 months ago
વડોદરા: પોલીસના ચુસ્ત બંદોબસ્ત છતાં ઉત્તરાયણમાં દારૂનું વેચાણ, ગોરવામાં દારૂના જથ્થા સાથે બુટલેગર પક…

વડોદરા: પોલીસના ચુસ્ત બંદોબસ્ત છતાં ઉત્તરાયણમાં દારૂનું વેચાણ, ગોરવામાં દારૂના જથ્થા સાથે બુટલેગર પક…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News