gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ધરખમ ઉછાળા બાદ ચાંદીના ભાવમાં રૂ.65000ની તો સોનાના ભાવમાં રૂ.23000ની ઉથલપાથલ | Today Gold And Silver…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in Business
0 0
0
ધરખમ ઉછાળા બાદ ચાંદીના ભાવમાં રૂ.65000ની તો સોનાના ભાવમાં રૂ.23000ની ઉથલપાથલ | Today Gold And Silver…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Today Gold and Silver Rates : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઈતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂ. 65,047 અને સોનાના ભાવમાં રૂ. 22,971 જેટલી જોરદાર ઉથલ-પાથલ જોવા મળી છે. આ આંચકાજનક તેજી-મંદીને કારણે બજારમાં ભારે અચોક્કસતાનો માહોલ સર્જાયો હતો, જેમાં ભાવ ગણતરીની મિનિટોમાં જ આસમાને પહોંચીને ફરી પાતાળમાં પટકાયા હતા.

ચાંદીના ભાવમાં રૂ.65,047ની ઉથલ-પાથલ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ચાંદીના ભાવમાં ઐતિહાસિક કુલ રૂ. 65,047ની ભારે ઉથલ-પાથલ નોંધાઈ હતી. ગુરુવારે રાત્રે 10.00 કલાક સુધીમાં ચાંદીનો ભાવ રૂ.3,94,227 પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદી રૂ. 3,99,000ના સ્તરે ખુલી હતી અને જોતજોતામાં રૂ. 4,20,048ની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. જોકે, બજારમાં આવેલા તીવ્ર ઘટાડાને કારણે તે રૂ. 3,55,001ના નીચલા સ્તર સુધી પણ પટકાઈ હતી. અગાઉના રૂ. 3,85,366ના બંધ ભાવની સરખામણીએ આજે ચાંદીના બજારમાં રોકાણકારો માટે ભારે જોખમી અને અચોક્કસ માહોલ જોવા મળ્યો હતો.

સોનાના ભાવમાં રૂ.22,971ની ઉથલ-પાથલ

જ્યારે આજે સોનાના ભાવમાં પણ ભારે અસ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં આખા દિવસ દરમિયાન કિંમતોમાં રૂ. 22,971ની મોટી ઉથલ-પાથલ નોંધાઈ હતી. ગુરુવારે રાત્રે 10.00 કલાક સુધીમાં સોનાનો ભાવ રૂ.1,68,564 પર ટ્રેડ કરી રહ્યો છે. દિવસની શરૂઆતમાં સોનું રૂ. 1,69,882 પર ખુલ્યા બાદ રૂ. 1,80,779ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જોકે ત્યારબાદ તેમાં ઘટાડો થતા તે રૂ. 1,57,808ના નીચલા સ્તર સુધી પટકાયું હતું. અગાઉના રૂ. 1,65,915ના બંધ ભાવની સરખામણીએ બજારમાં જોવા મળેલી આ તેજી-મંદીની વધઘટે રોકાણકારોની ચિંતા વધારી છે.

આ પણ વાંચો : ડોલર સામે કેમ ગગડી રહ્યો છે રૂપિયો! આર્થિક સર્વેમાં સરકારે જણાવ્યું કારણ

રૂપિયો ગગડીને 91.95ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો

ગુરુવારે ભારતીય શેરબજારમાં ભારે અફરાતફરી વચ્ચે ડૉલર સામે રૂપિયો ગગડીને 91.95ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. આર્થિક સર્વેક્ષણ 2026 મુજબ, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ન કરવા અને ટ્રમ્પ સરકારની ટેરિફ નીતિઓના કારણે રૂપિયા પર આ નકારાત્મક દબાણ જોવા મળ્યું છે. આ વર્ષે ભારતીય ચલણમાં અત્યાર સુધીમાં 2.5 ટકાનો ઘટાડો નોંધાયો છે, જેની સીધી અસર દેશના આયાત બિલ પર પડી રહી છે. જોકે, નાણાં મંત્રાલયના અહેવાલ મુજબ આ ઘટાડો ભારતની આર્થિક પાયાની સ્થિતિ નબળી હોવાનું સૂચવતો નથી, પરંતુ તે વૈશ્વિક પરિબળો અને કેપિટલ આઉટફ્લોમાં થયેલા અવરોધનું પરિણામ છે.

ભાવ કેમ વધી રહ્યા છે? જાણો 10 કારણ

છેલ્લા ઘણા સમયથી ભાવમાં ધરખમ વધારો થયો છે, જેની પાછળ અનેક કારણો જવાબદાર છે.

1… વિશ્વભરમાં આર્થિક અનિશ્ચિતતામાં વધારો

2… અમેરિકા પર વધતું દેવું

3… વિવિધ દેશો વચ્ચે તણાવ

4… અનેક દેશોની સેન્ટ્રલ બૅંક દ્વારા મોટાપાયે સોનાની ખરીદી

5… અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કોઈપણ ફેરફાર નહીં

6… ડૉલર નબળો પડવાથી પણ ભાવ પર અસર

7… મોટાભાગના દેશોમાં સોના-ચાંદીની માંગમાં વધારો

8… માંગ સામે સપ્લાયમાં અછત

9… ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ચાંદીની માંગમાં વધારો

10… સોલાર પેનલ, મોબાઇલ, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીક વાહન, ઓટોમોબાઇલમાં ચાંદીની જરૂરીયાતમાં વધારો

ભારતે ચાંદીની આયાત વધારી

ભારતની ચાંદીની જરૂરીયાત આયાત પર નિર્ભર છે. મીડિયા રિપોર્ટ મુજબ, ભારતે 2025માં 9.2 બિલિયન ડૉલર(લગભગ 75 હજાર કરોડ રૂપિયાથી વધુ) કિંમતની ચાંદીની આયાત કરી હતી, જે 2024ની તુલનાએ 44 ટકા વધુ છે. આમ ભારત ચાંદીનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે.

આ પણ વાંચો : આ વર્ષે જ થઈ જશે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ? સરકારે આર્થિક સર્વેમાં આપ્યો જવાબ

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
બીસીએ ચૂંટણીમાં પારદર્શિતાને લઈ વિવાદ, ઉમેદવારેની ચૂંટણી અધિકારીને રજૂઆત | Controversy over transpar…

બીસીએ ચૂંટણીમાં પારદર્શિતાને લઈ વિવાદ, ઉમેદવારેની ચૂંટણી અધિકારીને રજૂઆત | Controversy over transpar...

વડોદરા શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર, ટીમમાં 45 હોદ્દેદારોની વરણી | vadodara city bjp new or…

વડોદરા શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર, ટીમમાં 45 હોદ્દેદારોની વરણી | vadodara city bjp new or...

યુ.જી.સી.ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક | Supreme Court breaks on UGC’s new rules

યુ.જી.સી.ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક | Supreme Court breaks on UGC's new rules

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 22 કલાકમાં અડધાથી લઈ 10 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો | Half to 10 inches of …

ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 22 કલાકમાં અડધાથી લઈ 10 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો | Half to 10 inches of …

10 months ago
ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat …

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat …

2 months ago
મ્યુ. ફંડોનું મે માસમાં કેશ એલોકેશન રૂ.6240 કરોડ ઘટીને રૂ.2.17 લાખ કરોડ | Mutual Funds’ cash allocat…

મ્યુ. ફંડોનું મે માસમાં કેશ એલોકેશન રૂ.6240 કરોડ ઘટીને રૂ.2.17 લાખ કરોડ | Mutual Funds’ cash allocat…

1 year ago
હ્યુમન GPS તરીકે ઓળખાતો ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર, 100થી વધુ ઘૂસણખોરીમાં સામેલ હતો | Gurrez Enc…

હ્યુમન GPS તરીકે ઓળખાતો ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર, 100થી વધુ ઘૂસણખોરીમાં સામેલ હતો | Gurrez Enc…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News