gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 15 લાખ વૃક્ષો અને 261 દુર્લભ પ્રજાતિ છતાં પક્ષીઓ અસુરક્ષિત, VVIP ‘દેખાડા’ માં માળાઓનો સોથ…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 15 લાખ વૃક્ષો અને 261 દુર્લભ પ્રજાતિ છતાં પક્ષીઓ અસુરક્ષિત, VVIP ‘દેખાડા’ માં માળાઓનો સોથ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં વૃક્ષોની ગણતરી (Tree Census) કરીને હરિયાળીનો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ શહેરના પક્ષીપ્રેમીઓએ એક ગંભીર મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. એક તરફ તંત્ર વૃક્ષોની સંખ્યા ગણાવી રહ્યું છે, તો બીજી તરફ VVIP મૂલાકાતો સમયે વૃક્ષો પર કરવામાં આવતા ‘વોટર સ્પ્રે’ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

વૃક્ષ ગણતરીના લેટેસ્ટ આંકડા

AMC દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં શહેરના 8 વોર્ડમાં (જમાલપુર, બાપુનગર, મણિનગર, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ખોખરા અને અસારવા) કામગીરી પૂર્ણ થઈ છે. બાકીના 40 વોર્ડમાં ગણતરી ચાલુ છે. તાજેતરના ડેટા મુજબ:

કુલ નોંધાયેલા વૃક્ષો: 15,10,705 (19 ફેબ્રુઆરી 2026 સુધી).

વૃક્ષોની પ્રજાતિ: શહેરમાં કુલ 261 પ્રજાતિના વૃક્ષો મળી આવ્યા છે.

દુર્લભ વૃક્ષો: સફેદ બ્રાન્ચ પામ, રક્તચંદન, રૂખડો, કૃષ્ણ સિરિસ અને એલિફન્ટ ઇયર ટ્રી જેવી અતિ દુર્લભ વનસ્પતિઓ પણ નોંધાઈ છે.

અમદાવાદમાં છે વૃક્ષોનું વૈવિધ્ય: 261 પ્રજાતિઓ નોંધાઈ

AMCના આ પ્રોજેક્ટ દરમિયાન શહેરના પર્યાવરણને લઈને માહિતી સામે આવી છે. અત્યાર સુધીના ડેટા મુજબ અમદાવાદ શહેરમાં વૃક્ષોની કુલ 261 અલગ-અલગ પ્રજાતિઓ મળી આવી છે. આ ગણતરી દરમિયાન કેટલીક અત્યંત દુર્લભ (Rare) પ્રજાતિઓ પણ જોવા મળી છે, જે શહેરના જૈવ-વૈવિધ્ય માટે ગૌરવ સમાન છે.

જોવા મળેલી કેટલીક દુર્લભ પ્રજાતિઓ:

બ્રાન્ચ પામ (Hyphaene dichotoma): આ પામની એક વિશિષ્ટ પ્રજાતિ છે.

રક્તચંદન (Pterocarpus santalinus): આયુર્વેદિક અને આર્થિક રીતે કિંમતી ગણાતું વૃક્ષ.

રૂખડો (Adansonia digitata): જેને ‘ગોરખ આમલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એલિફન્ટ ઇયર ટ્રી: મોટા પાંદડા ધરાવતું વિદેશી મૂળનું વૃક્ષ.

કૃષ્ણ સિરિસ અને કોચલું: જેવી ઔષધીય અને પર્યાવરણીય મહત્વ ધરાવતી પ્રજાતિઓ.

ડિજિટલ મેપિંગથી જતન કરાશેનો દાવો

AMCનો દાવો છે કે કરવામાં આવી રહેલી આ ગણતરી માત્ર આંકડા પૂરતી સીમિત નથી. દરેક વૃક્ષનું જીપીએસ લોકેશન અને તેની સ્થિતિ નોંધવામાં આવી રહી છે. આ ડેટાના આધારે ભવિષ્યમાં કયા વિસ્તારમાં વધુ વૃક્ષારોપણની જરૂર છે અને કઈ દુર્લભ પ્રજાતિઓને બચાવવાની જરૂર છે તેનું આયોજન કરવામાં આવશે.

પક્ષીપ્રેમીઓનો આક્રોશ: “VVIP દેખાડો પક્ષીઓ માટે આફત”

આ તમામ આંકડાઓ વચ્ચે શહેરના પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણવિદોએ એક કડવી વાસ્તવિકતા તરફ ધ્યાન દોર્યું છે. તેમનો આક્ષેપ છે કે, પાણીનો ભારે મારો: અમદાવાદમાં જ્યારે પણ કોઈ VVIP મહેમાન આવે છે, ત્યારે તેમના રૂટ પરના વૃક્ષોને હરિયાળા અને ચમકદાર બતાવવા માટે ફાયર બ્રિગેડ કે ટેન્કરો દ્વારા પાણીનો ભારે મારો ચલાવી ધૂળ સાફ કરવામાં આવે છે.

માળાઓને નુકસાન: આ હાઈ-પ્રેશર વોટર સ્પ્રેને કારણે વૃક્ષો પર રહેલા પક્ષીઓના માળા વિખેરાઈ જાય છે, ઈંડા નીચે પડી જાય છે અને નાના બચ્ચાઓના મોત નીપજે છે.

મૂળ સમસ્યા અકબંધ: કોર્પોરેશન શહેરમાંથી ધૂળ દૂર કરવાના ઠોસ પગલાં લેવાને બદલે માત્ર દેખાડો કરવા વૃક્ષોને ધોવે છે, જે કુદરતી નિવસનતંત્ર માટે નુકસાનકારક છે.

“શહેરમાં ધૂળ ઓછી કરવા માટે રસ્તાઓ સાફ કરવા જોઈએ, નહીં કે વૃક્ષો પર પાણીનો મારો ચલાવી પક્ષીઓના ઘર તોડવા જોઈએ. આ માત્ર દેખાડો છે જેની કિંમત નિર્દોષ પક્ષીઓ ચૂકવી રહ્યા છે.” – સ્થાનિક પક્ષીપ્રેમી

આ પણ વાંચો: બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો

વહીવટી તંત્ર સામે સવાલ

એક બાજુ AMC ‘ટ્રી સેન્સસ’ દ્વારા ડિજિટલ મેપિંગ કરી રહી છે, ત્યારે બીજી બાજુ આ જ વૃક્ષો પર વસતા પક્ષીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. પર્યાવરણ પ્રેમીઓની માંગ છે કે કોર્પોરેશન માત્ર વૃક્ષોની સંખ્યા ગણવાને બદલે તેમના પર આશ્રય લેતા જીવોની સુરક્ષા માટે પણ નીતિ બનાવે.

અમદાવાદમાં 15 લાખ વૃક્ષો અને 261 દુર્લભ પ્રજાતિ છતાં પક્ષીઓ અસુરક્ષિત, VVIP 'દેખાડા' માં માળાઓનો સોથ વળાયો 2 - image

અમદાવાદમાં 15 લાખ વૃક્ષો અને 261 દુર્લભ પ્રજાતિ છતાં પક્ષીઓ અસુરક્ષિત, VVIP 'દેખાડા' માં માળાઓનો સોથ વળાયો 3 - image

અમદાવાદમાં 15 લાખ વૃક્ષો અને 261 દુર્લભ પ્રજાતિ છતાં પક્ષીઓ અસુરક્ષિત, VVIP 'દેખાડા' માં માળાઓનો સોથ વળાયો 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ 9મી વખત રજૂ કરશે સામાન્ય બજેટ, જાણો રસપ્રદ ઈતિહાસ | Union Bu…

Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ 9મી વખત રજૂ કરશે સામાન્ય બજેટ, જાણો રસપ્રદ ઈતિહાસ | Union Bu...

ખેડૂતોના રક્ષણ માટે સંસદમાં ટૂંક સમયમાં આવશે નવા કૃષિ કાયદા, કૃષિ મંત્રી શિવરાજસિંહની મોટી જાહેરાત |…

ખેડૂતોના રક્ષણ માટે સંસદમાં ટૂંક સમયમાં આવશે નવા કૃષિ કાયદા, કૃષિ મંત્રી શિવરાજસિંહની મોટી જાહેરાત |...

‘તમામ દાવા બકવાસ…’ એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદીની ઈઝરાયલ યાત્રાના ઉલ્લેખ અંગે વિદેશ મંત્રાલયનું મોટું…

'તમામ દાવા બકવાસ...' એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદીની ઈઝરાયલ યાત્રાના ઉલ્લેખ અંગે વિદેશ મંત્રાલયનું મોટું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રજીસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે.., નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ…

રજીસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે.., નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ…

5 months ago
પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ-હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે 20 કરોડ પહોંચ્યા | ED Alle…

પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ-હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે 20 કરોડ પહોંચ્યા | ED Alle…

7 months ago
નડિયાદના સંતરામ મંદિરે મેળામાં નાના ધંધાર્થીઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલાશે નહીં | No charges will be lev…

નડિયાદના સંતરામ મંદિરે મેળામાં નાના ધંધાર્થીઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલાશે નહીં | No charges will be lev…

7 months ago
કચ્છના 4 ટોલનાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર, ‘નો રોડ-નો ટોલ’ આંદોલનની અસર, પેચવર્કનું કામ શરૂ | kutc…

કચ્છના 4 ટોલનાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર, ‘નો રોડ-નો ટોલ’ આંદોલનની અસર, પેચવર્કનું કામ શરૂ | kutc…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News