gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: SP રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા, ડિવાઈડર કટ બંધ કરાતા સ…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: SP રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા, ડિવાઈડર કટ બંધ કરાતા સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Zundal Highway Cut Protest : અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે નજીક પાંચમી ફેબ્રુઆરીની મોડી રાતે સ્થાનિકોએ વિરોધ કરતા 3 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થતાં ત્યાંથી પસાર થતાં લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. અહીં ડિવાઈડર કટ છેલ્લા 15 દિવસથી બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ  છે. આ કટ બંધ થતા ન્યુ ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારમાં રહેતા વાહન ચાલકોને પોતાના ઘરે પહોંચવા માટે પાંચેક કિલોમીટરનો વધારાનો ફેરો ખાવો પડી રહ્યો છે. લાંબા સમયની હાલાકી અને વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા, લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ‘દાદાગીરી નહીં ચલેગી’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રાત્રે વિરોધ કરતા હાઇવે જામ

એસપી રિંગ રોડ પર ગઈકાલે મોડી રાતે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચી રોડ પર બેસીને વિરોધ કરી રહેલા લોકોને પોલીસે સમજાવવાના પ્રયાસો કર્યા હતા અને ટ્રાફિક પૂર્વવત કરાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. રાત્રિના સમયે થયેલા આ વિરોધને કારણે મુસાફરો અને અન્ય વાહનચાલકો પણ કલાકો સુધી અટવાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

નરહરિ અમીને કટ બંધ કરવા રજુઆત કરી હતી

મળતી માહિતી મુજબ, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનની રજૂઆતના પગલે AUDA દ્વારા એસ.પી. રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન બેઠકમાં સાંસદ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ સ્થળે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે અને અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. લોકહિત અને સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ આડશને તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ચાંદીની કિંમતોમાં 5%નું ગાબડું, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું

AUDA એ કહ્યું રોડ મોટો બનશે

AUDAના ડેપ્યુટી એન્જિનિયર સંજય પટેલે જણાવ્યું હતું કે, હિલ્લોક હોટલ પાસેનો કટ સાંસદ નરહરિ અમીનની રજૂઆત અને AMCની સંકલન સમિતિમાં થયેલી ચર્ચાઓ બાદ બંધ કરાયો છે. ત્યાં અકસ્માત થવાની શક્યતા હોવાથી અને ટ્રાફિકની સમસ્યાને કારણે આ નિર્ણય લેવાયો છે. અગાઉ શીલજ અને શેલાવાળો કટ બંધ કરવાથી ટ્રાફિકનો પ્રશ્ન હલ થયો હતો, તેવી જ રજૂઆત આ કટ બાબતે પણ કરાઈ હતી.

સમસ્યાનો કાયમી ઉકેલ લવાશે

ડેપ્યુટી એન્જિનિયરે વધુમાં કહ્યું કે, ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે હાલના 3 મીટર બાય 4 મીટરના નાના નાળાને મોટું કરીને 12 મીટર બાય 4.5 મીટરનું બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ નવું સ્ટ્રક્ચર તૈયાર થયા બાદ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને કાર જેવા નાના વાહનો ત્યાંથી સરળતાથી પસાર થઈ શકશે. જ્યારે રિંગરોડ બન્યો ત્યારે ત્યાં માત્ર ખેતરો અને જંગલ હતા, પરંતુ છેલ્લા 20 વર્ષમાં અમદાવાદનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો હોવાથી હવે મોટા સ્ટ્રક્ચરની જરૂરિયાત ઊભી થઈ છે.

12 મહિને આવશે સમસ્યાનો ઉકેલ

આ નવું નાળું તૈયાર થતા હજુ અંદાજે 6થી 12 મહિનાનો સમય લાગી શકે છે, ત્યાં સુધી મોટા વાહનોએ ઝુંડાલ બ્રિજ સુધી જઈને ડાયવર્ઝન લેવું પડશે. રિંગરોડ પરથી દરરોજ લાખો વાહનો પસાર થતા હોવાથી મુખ્ય માર્ગ પર ટ્રાફિકમાં અડચણ ન આવે તે રીતે આયોજન કરવું જરૂરી છે. રિંગરોડના ડેવલપમેન્ટના ટેન્ડરો અપાઈ ગયા છે અને આગામી બે વર્ષમાં આખો રિંગરોડ સર્વિસ રોડ સાથે 12થી 14 લેનનો બનાવીને ઝીરો લેવલ પર લાવી દેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
Next Post
VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર | Delh…

VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર | Delh...

‘પ્રજાના પ્રશ્નો ઉકેલશો તો જ સંગઠન મજબૂત થશે’, મનસુખ વસાવાએ ભાજપના જ પદાધિકારીઓને પત્ર લખી ખખડાવ્યા …

'પ્રજાના પ્રશ્નો ઉકેલશો તો જ સંગઠન મજબૂત થશે', મનસુખ વસાવાએ ભાજપના જ પદાધિકારીઓને પત્ર લખી ખખડાવ્યા ...

ખંડેરાવ માર્કેટ પાછળ હિંમત ભવનની ચાલીમાં પાણીનો કકળાટ | The sound of water in the Himmat Bhavan’s ch…

ખંડેરાવ માર્કેટ પાછળ હિંમત ભવનની ચાલીમાં પાણીનો કકળાટ | The sound of water in the Himmat Bhavan's ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશ વિરોધી કાવતરાંમાં પકડાયેલા ૩ બંગાળી કારીગરોને આજીવન કેદ | 3 Bengali artisans caught in anti nati…

દેશ વિરોધી કાવતરાંમાં પકડાયેલા ૩ બંગાળી કારીગરોને આજીવન કેદ | 3 Bengali artisans caught in anti nati…

9 months ago
મિડ ડે મિલમાં 2000 કરોડનું કૌભાંડ! રાજસ્થાનમાં સ્કૂલો બંધ છતાં ભોજન વિતરણ? ACBનો ખુલાસો | Rajasthan …

મિડ ડે મિલમાં 2000 કરોડનું કૌભાંડ! રાજસ્થાનમાં સ્કૂલો બંધ છતાં ભોજન વિતરણ? ACBનો ખુલાસો | Rajasthan …

6 months ago
વિદ્યાર્થિનીઓનું શોષણ કરનારો ઢોંગી બાબા ચૈતન્યાનંદ આગરાથી ઝડપાયો

વિદ્યાર્થિનીઓનું શોષણ કરનારો ઢોંગી બાબા ચૈતન્યાનંદ આગરાથી ઝડપાયો

9 months ago
વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાની ફીડર સિરીઝમાં આજે ફાઈનલની મેચો રમાશે | The final matches of the feeder s…

વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાની ફીડર સિરીઝમાં આજે ફાઈનલની મેચો રમાશે | The final matches of the feeder s…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News