gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રેપો રેટ યથાવત્ : વિવિધ લોનના દર નહીં ઘટે | Repo rate unchanged: Various loan rates will not decreas…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in Business
0 0
0
રેપો રેટ યથાવત્ : વિવિધ લોનના દર નહીં ઘટે | Repo rate unchanged: Various loan rates will not decreas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા સાથે વેપાર કરારની જાહેરાત બાદ ટેરિફ સંબંધિત દબાણમાં ઘટાડા તથા બજેટમાં સરકારી ખર્ચમાં વધારો કરવાની દરખાસ્ત બાદ વિકાસ અંગેની ચિંતા હળવી થતા અને ફુગાવો નીચા સ્તરે જળવાઈ રહેતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે અપેક્ષા પ્રમાણે જ વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. આજના નિર્ણયને પગલે હોમ, વ્હીકલ  સહિતની લોન પરના વ્યાજ દર અને ઈએમઆઈમાં ઘટાડો નહીં થાય. આગામી નાણાં વર્ષના પ્રારંભમાં મોંઘવારી વધવાના સંકેત અપાયા હતા. 

આગામી નાણાં વર્ષ માટેનું બજેટ જાહેર થયા બાદ રિઝર્વ બેન્કની આ પ્રથમ નીતિવિષયક બેઠક હતી. 

છ સભ્યોની એમપીસીએ સર્વાનુમતે ૫.૨૫ ટકા વ્યાજ દર જાળવી રાખવા નિર્ણય કર્યો છે. રિઝર્વ બેન્કે પોલિસી સ્ટાન્સ પણ ન્યુટ્રલ જાળવી રાખ્યું છે. ન્યુટ્રલ પોલિસી સ્ટાન્સ ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો કરવાના સંકેત આપે છે.  રેપો રેટ યથાવત રખાતા બેન્કો લોનધારકોને હાલમાં વ્યાજદરમાં રાહત આપી શકશે નહીં એમ એક બેન્કરે જણાવ્યું હતું. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના માલસામાન પરની ટેરિફ ૫૦ ટકા પરથી ઘટાડી ૧૮ ટકા કરતા દેશની બજારો તથા અર્થતંત્ર પરનું દબાણ હળવું થયું છે. 

બહારી પડકારો વધી ગયા છે, પરંતુ અમેરિકા સાથેના વેપાર કરારથી અર્થતંત્ર માટે સ્થિતિ સાનુકૂળ બની છે. ૨૦૨૫ના ફેબુ્રઆરીથી અત્યારસુધીમાં એમપીસીએ રેપો રેટ ૧.૨૫ ટકા ઘટાડી ૫.૨૫ ટકા સુધી લાવી દીધો છે. ડિસેમ્બરની બેઠકમાં રેપો રેટમાં પા ટકા ઘટાડો કરાયો હતો.

દેશમાં ફુગાવો નીચો રહ્યો છે અને અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે. વૈશ્વિક ભૌગોલિક રાજકીય તાણ અને વધી રહેલી અનિશ્ચિતતા છતાં મજબૂત વિકાસ અને નીચા ફુગાવા સાથે ભારતનું અર્થતંત્ર સાનુકૂળ સ્થિતિમાં છે. 

ફુગાવા સહ્ય સ્થિતિમાં છે અને આઉટલુક પણ નીચુ જણાઈ રહ્યું છે એમ રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલહોત્રા દ્વારા ત્રણ દિવસની બેઠકના અંતે જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું. 

યુરોપ તથા અમેરિકા સાથે વેપાર કરારનો માર્ગ મોકળો થતા દેશની વિકાસ ગાથા લાંબા ગાળા સુધી ટકી રહેશે. 

જીડીપીની નવી શ્રેણી જાહેર થવાની હોવાથી રિઝર્વ બેન્કે આગામી સંપૂર્ણ નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના અંદાજ જાહેર કરવાનું ટાળ્યું છે પરંતુ નવા નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકના જીડીપી અંદાજ એપ્રિલ-જૂનના ૬.૯૦ ટકા અને જુલાઈથી સપ્ટેમ્બરના ૭ ટકા મૂકયા છે. વર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષ માટે આર્થિક વિકાસ દર ૭.૪૦ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે. 

જોકે ફુગાવાનો અંદાજ પ્રથમ ત્રિમાસિક માટે ૪ ટકા અને બીજા ત્રિમાસિક માટે વધારી ૪.૨૦ ટકા કરાયો છે, જે મોંઘવારી વધવાના સંકેત આપે છે. કિંમતી ધાતુના ભાવમાં ઉછાળો આવતા ફુગાવાનો અંદાજ ઊંચો મુકાયો છે. 

દરમિયાન બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નીચા વ્યાજ દરની સ્થિતિ લાંબો સમય સુધી જળવાઈ રહેશે અને તેમાં કદાચ ઘટાડો પણ જોવા મળી શકે છે. 

નીતિવિષયકની નિર્ણયોની થાપણ પર અસરો ધીમી રહી છે અને થાપણ પરના વ્યાજ દરો નીચે જશે.

તાજેતરના વેપાર કરાર બાબતે પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં ગવર્નરે જણાવ્યું હતું કે આ કરારથી દેશના આર્થિક વિકાસ દરમાં ૨૦ બેઝિસ પોઈન્ટનો વધારો જોવા મળવા સંભવ છે. છેલ્લા એક વર્ષમાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું પણ ગવર્નરે જણાવ્યું હતું. 

રિઝર્વ બેન્કની નીણાં નીતિના મુખ્ય મુદ્દા

*  ન્યુટ્રલ પોલિસી સ્ટાન્સ સાથે મુખ્ય વ્યાજ દર ૫.૨૫ ટકા યથાવત રખાયો.

* આગામી નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિક માટેના જીડીપી અંદાજ વધારાયા.

* વર્તમાન નાણાં વર્ષ માટે રિટેલ ફુગાવો ૨.૧૦ ટકા રહેવા ધારણાં.

* આગામી નાણાં વર્ષના પ્રથમ  તથા બીજા  ત્રિમાસિકમાં ફુગાવો વધી અનુક્રમે ૪ ટકા અને ૪.૨૦ ટકા રહેવા અંદાજ.

* બજેટ દરખાસ્તો દેશના આર્થિક વિકાસ માટે સાનુકૂળ હોવાનો મત વ્યકત.

* કિંમતી ધાતુના ઊંચા ભાવને પરિણામે ફુગાવો વધવાની ચિંતા.

*વેપાર કરારથી દેશના આર્થિક વિકાસ દરમાં ૨૦ બેઝિસ પોઈન્ટનો વધારો થવાનો ગવર્નરનો મત. 

*નીચા વ્યાજ દરની સ્થિતિ લાંબો સમય સુધી જળવાઈ રહેશે અને તેમાં કદાચ ઘટાડો પણ જોવા મળી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બે દિવસમાં જ સોનાના વેચાણમાં 20%નો નોંધપાત્ર વધારો જોવાયો | Gold sales saw a significant increase of…
Business

બે દિવસમાં જ સોનાના વેચાણમાં 20%નો નોંધપાત્ર વધારો જોવાયો | Gold sales saw a significant increase of…

May 14, 2026
ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં 95.81ના નવા તળિયે પટકાયો | Rupee falls further against dollar hits…
Business

ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં 95.81ના નવા તળિયે પટકાયો | Rupee falls further against dollar hits…

May 14, 2026
ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના | Gold demand likely to fall by 10% due …
Business

ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના | Gold demand likely to fall by 10% due …

May 14, 2026
Next Post
બેંકોને શરતો સાથે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને ધિરાણ મંજૂરી આપવાનો પ્રસ્તાવ | Proposal to bank…

બેંકોને શરતો સાથે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને ધિરાણ મંજૂરી આપવાનો પ્રસ્તાવ | Proposal to bank...

IT રિટર્ન ફાઇલિંગમાં પગારદાર વર્ગ પાછળ, વેપારીઓ અને રોકાણકારો આગળ | Salaried class lags behind in IT…

IT રિટર્ન ફાઇલિંગમાં પગારદાર વર્ગ પાછળ, વેપારીઓ અને રોકાણકારો આગળ | Salaried class lags behind in IT...

બગોદરામાં પ્રેમી પંખીડાનો મંદિરના ચોગાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત | Lovebird commits suicide by hanging …

બગોદરામાં પ્રેમી પંખીડાનો મંદિરના ચોગાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત | Lovebird commits suicide by hanging ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં રોકાણના નામે રૂ. 1.54 કરોડની છેતરપિંડી! અમદાવાદમાં બૅન્ક મેનેજર સહિત 5ની ધરપકડ | Ahmedaba…

શેરબજારમાં રોકાણના નામે રૂ. 1.54 કરોડની છેતરપિંડી! અમદાવાદમાં બૅન્ક મેનેજર સહિત 5ની ધરપકડ | Ahmedaba…

3 months ago
ફ્રોડના રૃા.૮.૫૦ લાખ પોતાના ખાતામાં લઇ ઉપાડી લીધા | Rs 8 50 lakhs ra angei seni ewe angangen otuputu…

ફ્રોડના રૃા.૮.૫૦ લાખ પોતાના ખાતામાં લઇ ઉપાડી લીધા | Rs 8 50 lakhs ra angei seni ewe angangen otuputu…

5 months ago
લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જર…

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જર…

9 months ago
ગુજરાતનું નવું મંત્રીમંડળ: સૌથી ઓછું ભણેલા છે નાયબ મુખ્યમંત્રી, જાણો કોણ છે ધનિક મંત્રી | gujarat ne…

ગુજરાતનું નવું મંત્રીમંડળ: સૌથી ઓછું ભણેલા છે નાયબ મુખ્યમંત્રી, જાણો કોણ છે ધનિક મંત્રી | gujarat ne…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News