gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક ‘શ્વાન મુક્તિધામ’ શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક ‘શ્વાન મુક્તિધામ’ શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા ગુજરાતમાં પેટ ડોગ ઓનર્સ માટે સૌપ્રથમવાર કોર્પોરેશન સંચાલિત CNG બેઝ્ડ ક્રિમેટોરિયમ મશીન પેટ ડોગ્સની અંતિમવિધિની સુવિધા માટે કાર્યરત કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કોર્પોરેશન સંચાલિત શહેરી વિસ્તારમાં પણ આ પ્રથમ પેટ ડોગ ક્રિમેટોરિયમ છે. 

પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર માટે CNG આધારિત ડોગ ક્રિમેટોરિયમ કાર્યરત

ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા એબીસી રૂલ્સ–2023 તથા NAPRE–2030 મુજબ રખડતા શ્વાનના રસીકરણ અને ખસીકરણ, પેટ ડોગ રજિસ્ટ્રેશન, બીમાર શ્વાનની તબીબી સારવાર, ડેડીકેટ ફીડીંગ સ્પોટ, વેલ્ફેર પ્રવૃત્તિઓ, સારવાર તથા સાર-સંભાળ જેવી વિવિધ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત અમલમાં મુકાઈ રહી છે. આ જ નિયમોના અનુસંધાને મૃત પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી સદગત જીવાત્માને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવાની સુવિધા AMC દ્વારા શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક 'શ્વાન મુક્તિધામ' શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણો કેવી છે સુવિધા? 2 - image

અમદાવાદ શહેરમાં સીએનસીડી એબીસી સેન્ટર, જમાલપુર ચાર રસ્તાથી ખોડિયારનગર ચાર રસ્તા રોડ, સુએઝ પંપિંગ સ્ટેશન કેમ્પસ, બહેરામપુરા ખાતે નોર્થ ઇસ્ટ મશીન કરમસદ એજન્સી દ્વારા રૂ.30 લાખના ખર્ચે CNG ગેસ સંચાલિત ડોગ ક્રિમેટોરિયમ (એનિમલ ક્રિમેટર) કાર્યરત કરાયું છે. આ ઉપરાંત, શ્વાનના ખસીકરણ ઓપરેશન દરમિયાન નીકળતા ઓર્ગનના નાશ માટે નાનું ઓર્ગન ક્રિમેટર મશીન છેલ્લા બે વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે.

ત્રણ ડોગના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા

આ ગેસ ફાયર્ડ ડોમેસ્ટિક ડોગ ક્રિમેટર એક સમયે ત્રણ ડોગના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર હોવાથી દહન પ્રક્રિયા દરમિયાન ચિમનીમાંથી કોઈ દુર્ગંધ બહાર આવતી નથી. મશીનમાં મહત્તમ 850 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન સુધી કામગીરી શક્ય છે અને સામાન્ય રીતે 800°Cથી 900°C તાપમાને દહન પ્રક્રિયા થાય છે. બે ડોગના અંતિમ સંસ્કાર માટે આશરે 14 યુનિટ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, જ્યારે એક ડોગ માટે અંદાજે રૂ.700 જેટલો ખર્ચ આવે છે. આ મશીન પર્યાવરણીય માપદંડોને અનુરૂપ, સ્મોક ઓડરલેસ અને કલરલેસ તેમજ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. મશીનમાં ઓટોમેટ ટ્રોલી સિસ્ટમ દ્વારા મૃત પ્રાણીને અડ્યા વગર પ્લેટફોર્મ સિસ્ટમથી ક્રિમેટર મશીન સુધી લઈ જવાની સુવિધા ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી

અંતિમવિધિ જોવા CCTVની સુવિધા, અસ્થિ માટલીમાં ભરી અપાશે

હ્યુમન ક્રિમેટોરિયમના ધોરણે અહીં અંતિમવિધિ માટે માનવસંવેદનશીલ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. CCTV સુવિધા હોવાના કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘરે બેઠા પોતાના પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકે છે. મૃત શ્વાનના પરિવારજનો માટે 6 સિટિંગ બાકડાની વ્યવસ્થા છે, તેમજ પેટ ડોગની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પેટ ડોગની અસ્થિ/રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેમના ઘરે સુધી આપવાની સુવિધા છે.

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક 'શ્વાન મુક્તિધામ' શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણો કેવી છે સુવિધા? 3 - image

ક્રિમેટેરિયમના ઉપયોગની પ્રક્રિયા

આ ક્રિમેટેરિયમના ઉપયોગની પ્રક્રિયા સરળ છે, જેમાં પેટ ડોગનાં મૃત્યુ અંગે 155303 પર ફોન કરી જાણ કરવાની હોય છે, તેમજ પેટ ડોગના રજિસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહે છે. આ ઉપરાંત ખાતાની અંતિમ ધામ જીવ સેવા રથ, ફુલહાર, પૂજા સામગ્રી સાથે મૃત ડોગ્સનાં સ્થળ પર માલિકની મુલાકાત લઇ પેટ ડોગ્સની વિધિવત માલિક દ્વારા તેના ઘરે પૂજા વિધિ, ફુલહાર કરી પેટ ડોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ ખાતે લાવવામાં આવે છે. માલિક ઇચ્છે તો ક્રિમેશનની વિધિમાં સામેલ રહી શકે છે. જો પેટ ડોગનું રજિસ્ટ્રેશન થયેલ ન હોય તો તેવા માલિકો માટે ઓનલાઈન માધ્યમથી રજિસ્ટ્રેશન/શ્વાન સેવા ડોનેશન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. પરિવારજનો માટે ફોટો અથવા વીડિયો તેમજ પેટ ડોગના મૃત્યુનું પ્રમાણપત્ર અને વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યાદગીરી સંદેશ આપવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

આ ગેસ ફાયર્ડ ડોગ ક્રિમેટર અપનાવવાનું મુખ્ય કારણ એ છે કે, અકસ્માતથી કે કુદરતી રીતે શ્વાનનું મૃત્યુ થવા પર જમીનમાં દફનાવવાથી જમીન પ્રદૂષિત થાય છે અને વિવિધ રોગો ફેલાવાનો ભય રહે છે, તેમજ પૂરતી જગ્યા પણ ઉપલબ્ધ હોતી નથી. પાલતુ તેમજ શેરીનાં કુતરાઓમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ, હડકવા જેવા વાઇરસ જોવા મળતા હોય છે. ત્યારે આ ક્રિમેશન પ્રક્રિયા દ્વારા કેનાઇન ડિસ્ટેમ્પર જેવા વાઈરસનો નાશ થતો હોવાથી અન્ય ડોગ્સમાં સંક્રમણનો ખતરો પણ ટળે છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCની વેસ્ટ ટુ આર્ટ પહેલ, 1200 કિલો વેસ્ટ દોરીમાંથી ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’નો લોગો તૈયાર કરાયો

પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય

આ ઉપરાંત પેટ ડોગ માલિકો કે જે પોતાના ડોગને માટે ખુબ જ લાગણી રાખે છે અને તેને પરિવારના સભ્યની જેમ રાખતા હોવાથી તેમના અવસાન સમયે સન્માનપૂર્વક અંતિમ સંસ્કારની વ્યવસ્થા ખૂબ જ જરૂરી બની છે. આ જરૂરિયાતને ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સુવિધા ઉભી કરવામાં આવી છે. ભવિષ્યમાં તેની ઉપયોગિતા અને માંગને ધ્યાનમાં રાખી વધુ બે નવા ડોગ ક્રિમેટોરિયમ સ્થાપવાનું આયોજન પણ કરવામાં આવશે. શહેરમાં 16843 પેટ ડોગ માલિકો દ્વારા 19162 પેટ ડોગ્સની નોંધણી કરાયેલી છે, જેમની સુવિધા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આ અબોલ અને અણમોલ જીવને માનવીય સંવેદનાથી અંતિમ વિદાય આપવાનું ઉત્તમ જીવસેવા કાર્ય સીએનસીડી વિભાગની આ પહેલ ગણાશે.

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક 'શ્વાન મુક્તિધામ' શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણો કેવી છે સુવિધા? 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
અમદાવાદ: AMCની વેસ્ટ ટુ આર્ટ પહેલ, 1200 કિલો વેસ્ટ દોરીમાંથી ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’નો લોગો તૈયાર કરા…

અમદાવાદ: AMCની વેસ્ટ ટુ આર્ટ પહેલ, 1200 કિલો વેસ્ટ દોરીમાંથી 'કોમનવેલ્થ ગેમ્સ-2030'નો લોગો તૈયાર કરા...

વડોદરામાં હવે, ઠંડીની વિદાય નિશ્ચિત : બપોરે ગરમીનો અહેસાસ થતાં લોકો એસી, પંખા ચલાવવા માટે મજબૂર | Pe…

વડોદરામાં હવે, ઠંડીની વિદાય નિશ્ચિત : બપોરે ગરમીનો અહેસાસ થતાં લોકો એસી, પંખા ચલાવવા માટે મજબૂર | Pe...

સાવધાન ! વડોદરા શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણની સમસ્યા : વાહન ચાલકો પરેશાન | Problem of broken sewer li…

સાવધાન ! વડોદરા શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણની સમસ્યા : વાહન ચાલકો પરેશાન | Problem of broken sewer li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રૂપ કેપ્ટન શુભાંશુ અંતરિક્ષમાં રચશે ઈતિહાસ, AX-4 મિશન હેઠળ મેમાં ભરશે ઉડાન | Group Captain Shubans…

ગ્રૂપ કેપ્ટન શુભાંશુ અંતરિક્ષમાં રચશે ઈતિહાસ, AX-4 મિશન હેઠળ મેમાં ભરશે ઉડાન | Group Captain Shubans…

1 year ago
એપ્રિલ-જૂન સમયગાળામાં એપ્રુવલ રૂટ દ્વારા FDIમાં પાંચ ગણો નોંધપાત્ર ઉછાળો | Significant five fold jum…

એપ્રિલ-જૂન સમયગાળામાં એપ્રુવલ રૂટ દ્વારા FDIમાં પાંચ ગણો નોંધપાત્ર ઉછાળો | Significant five fold jum…

6 months ago
ટેરિફ તથા વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે દેશના વેપાર માનસ પર પ્રતિકૂળ અસર | Tariffs and global uncertaint…

ટેરિફ તથા વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે દેશના વેપાર માનસ પર પ્રતિકૂળ અસર | Tariffs and global uncertaint…

7 months ago
અમદાવાદમાં ‘મસ્તાની ગેંગ’નો આતંક: જેલમાંથી છૂટતા જ વ્યાજખોરે જમીન દલાલ પર તલવાર-છરી વડે જીવલેણ કર્યો…

અમદાવાદમાં ‘મસ્તાની ગેંગ’નો આતંક: જેલમાંથી છૂટતા જ વ્યાજખોરે જમીન દલાલ પર તલવાર-છરી વડે જીવલેણ કર્યો…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News