gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ : નગરજનો, મનપા પરેશાન | Stray animals in Nadiad city: Townspeople …

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ : નગરજનો, મનપા પરેશાન | Stray animals in Nadiad city: Townspeople …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મનપાની ટીમે જુદાજુદા સ્થળેથી 3 પશુઓ પકડયાં

– મનપાની ટીમ પર હુમલા કરી પશુઓને છોડાવી જનાર પશુના માલિકોને છાવરવામાં આવતા હોવાના આક્ષેપો

નડિયાદ : નડિયાદ શહેરમાં રખડતા પશુઓ નગરજનો અને મહાનગરપાલિકા માટે માથાનો દુખાવો બન્યા છે. રખડતા પશુઓ છાસવારે લોકોને શિંગડે ચડાવતા હોય છે. મહાનગરપાલિકા દ્વારા રોજબરોજ રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. છતાં શહેરના રાજમાર્ગો પર રખડતા પશુઓના ટોળેટોળાં જોવા મળી રહ્યાં છે. નડિયાદ મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા સોમવાર બપોર સુધીમાં જુદાજુદા સ્થળેથી ત્રણ જેટલા પશુઓને પકડવામાં આવ્યા હતા. 

નડિયાદ શહેરના સંતરામ રોડ, કોલેજ રોડ, મીલ રોડ, પીજ રોડ સહિત ઠેર ઠેર વાહનોની અવરજવરથી ધમધમતા રોડ ઉપર રખડતા પશુઓનો અડિંગો જોવા મળે છે. રખડતા પશુ છાસવારે લોકોને શિંગડે ચડાવવાના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યાં છે. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. છતાં શહેરમાં રખડતા પશુઓની સમસ્યા ઠેરનીઠેર રહેવા પામી છે. નડિયાદ મનપાની ઢોર પાર્ટી દ્વારા સોમવારે ચેહરમાં શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નડિયાદ વાણીયાવડ સર્કલ નજીક, ખેતા તળાવ રોડ અને વર્ગોે કોમ્પ્લેક્સ આગળથી રખડતા પશુઓને પકડવામાં આવ્યા હતા. 

સોમવારે ઢોર પકડવાની કામગીરી દરમિયાન નડિયાદ વાણીયાવડ સર્કલ નજીક જાહેર માર્ગ ઉપર લખડતી ગાયોને મનપાની કર્મચારીઓ દ્વારા દોરડાથી બાંધી વાહનમાં ચડાવવામાં આવી રહી હતી, ત્યારે માલધારીઓ લાકડીઓ લઈને પોતાના પશુને છોડાવવા વાણીયાવડ નજીક રોડ ધસી આવ્યા હતા. આ શખ્સોએ કર્મચારીઓની પકડમાંથી ગાયને છોડાવવા લાકડી વીંઝી ઝપાઝપી કરવા લાગ્યો હતો, પરંતુ ગાયને છોડાવી જવામાં સફળતા મળી ન હતી. મનપાની ટીમ દ્વારા વાણીયાવડ રોડ ઉપર, ખેતા તળાવ તેમજ વર્ગો કોમ્પ્લેક્સ રોડ પર અડિંગો જમાવી બેઠેલી ત્રણ જેટલી ગાયોને પકડી ઢોરડબામાં પૂરવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા પશુઓને ચિપ્સ લગાવવાની કામગીરી હાથ ધરવાની જાહેરાત કરાઈ હતી. તેમજ પોલીસ રખડતા પશુઓને પકડવા જતા કર્મચારીઓની સાથે રહેશે. પરંતુ આ જાહેરાતો માત્ર કાગળ પર જ રહેવા પામી છે. આમ નડિયાદ શહેરમાં રખડતા પશુઓ ને પકડવા જતા કર્મચારીઓ પર રોજબરોજ પશુના માલિકો દ્વારા ઝપાઝપી અને હુમલાના બનાવો જેસે થે રહેવા પામ્યા છે. આમ નડિયાદ શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી કરતા કર્મચારીઓ સાથે ઝપાઝપી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાને બદલે છાવરવાની નીતિ સામે નગરજનોમાં રોષ ફેલાયો છે.

પશુઓ પકડતા કર્મીઓ ઉપર હુમલા અંગે આઠ જેટલી ફરિયાદો છતાં પરિણામ શૂન્ય

નડિયાદ મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ જેટલો સમય થયો. આ સમયગાળામાં ગાયોને પકડનાર કર્મચારીઓ પર હુમલો કર્યા અંગે આઠ જેટલી પોલીસ ફરિયાદો કરવામાં આવી છે. આમ છતાં રોજબરોજ રખડતા પશુઓને પકડવાની કામગીરી કરતા કર્મચારીઓ સાથે માથાભારે શખ્સો દ્વારા પોતાના પશુને છોડાવી જવા હુમલો કરવાના બનાવો યથાવત્ રહ્યા છે.

મૃત પશુ મામલે એક પણ પશુપાલકે ફરિયાદ ન નોંધાવવા પાછળનું રહસ્ય અકબંધ

નડિયાદ શહેરમાં છાસવારે મૃત પશુના અવશેષો મળી આવતા હોય છે. હિન્દુ ધર્મ સેનાના અગ્રણી અત્યાર સુધીમાં ૧૦ જેટલા વિવિધ સ્થળેથી મૃત પશુના અવશેષો મળ્યાના દાવા કરી રહ્યું છે. બીજી બાજુ મૃત પશુના અવશેષો મળ્યા બાદ એક પણ પશુના માલિકે પોતાના પશુની ચોરી કે હત્યા કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ ન નોંધાવવા પાછળનું રહસ્ય અકબંધ રહ્યું છે. ત્યારે જાહેર રસ્તા પરથી મળી આવેલ મૃત પશુના માલિક કોણ તેને લઈ પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
કેડીસીસી બેંક સોજિત્રાના બાકીદારને ચેક રિટર્ન કેસમાં 6 માસ કેદની સજા | KDCC Bank Sojitra debtor sent…

કેડીસીસી બેંક સોજિત્રાના બાકીદારને ચેક રિટર્ન કેસમાં 6 માસ કેદની સજા | KDCC Bank Sojitra debtor sent...

વિદેશી દારૂનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ વાહન સાથે શખ્સ ઝબ્બે | Man arrested with Bolero pickup truck l…

વિદેશી દારૂનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ વાહન સાથે શખ્સ ઝબ્બે | Man arrested with Bolero pickup truck l...

વિદેશી દારૂના 14 ક્વાર્ટરિયા સાથે શખ્સ રંગેહાથ ઝડપાયો | Man caught red handed with 14 quarts of fore…

વિદેશી દારૂના 14 ક્વાર્ટરિયા સાથે શખ્સ રંગેહાથ ઝડપાયો | Man caught red handed with 14 quarts of fore...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ પરથી આખરે રોકાણકારોના ઉપાડમાં ત્રણ ગણો વધારો | Investor withdrawals from dig…

ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ પરથી આખરે રોકાણકારોના ઉપાડમાં ત્રણ ગણો વધારો | Investor withdrawals from dig…

8 months ago
રાહુલ ગાંધીનો નવો ગુજરાત કાર્યક્રમ જાહેર: હવે એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં યોજાશે કાર્યક…

રાહુલ ગાંધીનો નવો ગુજરાત કાર્યક્રમ જાહેર: હવે એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં યોજાશે કાર્યક…

1 year ago
યુવકના ખુનનો પ્રયાસ ઃ કુટુંબી ભત્રીજાઓ દ્વારા પિતા અને દાદા પર પણ હુમલો કરાયો | Attempted murder of …

યુવકના ખુનનો પ્રયાસ ઃ કુટુંબી ભત્રીજાઓ દ્વારા પિતા અને દાદા પર પણ હુમલો કરાયો | Attempted murder of …

8 months ago
ડિગ્રી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓએ સામાજિક ઈન્ટર્નશિપ હવે ફરજિયાત કરવી પડશે | gtu degree engineerin…

ડિગ્રી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓએ સામાજિક ઈન્ટર્નશિપ હવે ફરજિયાત કરવી પડશે | gtu degree engineerin…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News