gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 650 પોઈન્ટની છલાંગે 83277 | Sensex jumps 650 points to 83277

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in Business
0 0
0
સેન્સેક્સ 650 પોઈન્ટની છલાંગે 83277 | Sensex jumps 650 points to 83277
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ  ઉદ્યોગને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈની ક્રાંતિથી અસ્તિત્વનો ખતરો બનવાના ભયને આજે નવી દિલ્હીમાં શરૂ થયેલી એઆઈ સમિટમાં ઈન્ડસ્ટ્રીઝના નિષ્ણાંતો, ઉદ્યોજકોએ માન્યતાથી ઓછી અસર થવાના અંદાજો આપતાં અને ભારતીય ઉદ્યોગો માટે યુ.એસ. ટ્રેડ ડિલ સંમતિ અને યુરોપીયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ ડિલથી પોઝિટીવ અસરના અંદાજોએ લોકલ ફંડો, મહારથીઓએ આજે બેંકિંગ-ફાઈનાન્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં બે દિવસના ઘટાડાને બ્રેક લગાવી છેલ્લી ઘડીમાં તોફાની તેજી કરી હતી. આ સાથે ફોરેન ફંડોની કેશમાં વેચવાલી સામે શોર્ટ કવરિંગની તેજી જોવાઈ હતી. બેંકિંગ ક્ષેત્રે નિયામક ફેરફારો સ્પષ્ટ થતાં અને પ્રવાહિતાની સાનુકૂળ સ્થિતિએ ધિરાણ વૃદ્વિ વધવાની અને એસેટ ગુણવતા સુધરવાની અપેક્ષાએ  ફંડોએ આજે બેંકિંગ શેરોમાં તેજી કરી હતી. કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ફાર્મા, ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોના વેલ્યુબાઈંગ અને આઈટી શેરોમાં શોર્ટ કવરિંગે છેલ્લી ઘડીમાં તેજી પ્રબળ બની હતી. સેન્સેક્સ ૬૫૦.૩૯ પોઈન્ટની છલાંગે ૮૩૨૭૭.૧૫ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૧૧.૬૫ પોઈન્ટ ઉછળીને ૨૫૬૮૨.૭૫ બંધ રહ્યા હતા. જો કે ઓટોમોબાઈલ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા.

બેંકેક્સ ૮૦૭ પોઈન્ટની છલાંગ : એચડીએફસી બેંક, કેનેરા બેંક, યુનિયન બેંક, એક્સિસ બેંકમાં ફંડોની તેજી

બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે લિક્વિડિટીની સ્થિતિ સાનુકૂળ રહેતાં અને રેગ્યુલેટરી સ્પષ્ટતાને લઈ પીએસયુ અને ખાનગી ક્ષેત્રની બેંકોની ધિરાણ વૃદ્વિને વેગ મળવાની અપેક્ષાએ ફંડોએ આજે બેંકિંગ શેરોમાં તેજી કરી હતી. કેનેરા બેંક રૂ.૪.૨૦ વધીને રૂ.૧૪૫.૯૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૪૫ વધીને રૂ.૧૮૩.૧૫, એચડીએફસી બેંક રૂ.૧૯.૮૦ વધીને રૂ.૯૨૫.૪૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૫૪  વધીને રૂ.૮૨.૯૪, એક્સિસ બેંક રૂ.૨૪.૪૫ વધીને રૂ.૧૩૫૮.૨૫, બેંક ઓફ બરોડા રૂ.૫.૧૫ વધીને રૂ.૨૯૨.૫૫, પીએનબી રૂ.૧.૮૦ વધીને રૂ.૧૨૦.૫૦, એયુ બેંક રૂ.૧૫.૦૫ વધીને રૂ.૧૦૧૦.૨૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૧૦ વધીને રૂ.૧૨૦૭.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૮૦૭.૩૬ પોઈન્ટની છલાંગે ૬૮૨૮૩.૨૭ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફરી તેજી : નાટકો ફાર્મા રૂ.૬૦ ઉછળ્યો : અકુમ્સ, ટોરન્ટ ફાર્મા, જેબી કેમિકલ્સમાં તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે  નવેસરથી મોટી ખરીદી શરૂ કરી હતી. નાટકો ફાર્મા રૂ.૬૦.૪૫ વધીને રૂ.૮૮૨.૫૫, અકુમ્સ રૂ.૨૫.૭૫ વધીને રૂ.૪૭૬.૪૦, ટોરન્ટ ફાર્મા રૂ.૧૮૬.૪૦ વધીને રૂ.૪૨૬૦.૪૫, જેબી કેમિકલ્સ ફાર્મા રૂ.૮૫.૧૫ વધીને રૂ.૧૯૭૭.૮૫, નોવાર્ટિસ રૂ.૩૨.૯૫ વધીને રૂ.૮૨૫.૧૫, ફર્મેન્ટા રૂ.૧૨.૯૦ વધીને રૂ.૩૨૩.૮૦, એસ્ટર ડીએમ રૂ.૨૦.૫૦ વધીને રૂ.૬૨૦.૪૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૩૬.૪૦ વધીને રૂ.૧૧૮૪.૯૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૪૩.૦૧ પોઈન્ટ ઉછળીને ૪૨૯૭૯.૯૬ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેલ્યુબાઈંગ : સિમેન્સ રૂ.૯૯, જીવીટીડી રૂ.૧૦૮, એસ્ટ્રલ રૂ.૪૪ વધ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં  પણ આજે ફંડોએ ઘટાડે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું. સિમેન્સ રૂ.૯૯.૧૦ વધીને રૂ.૩૨૧૭.૪૫, જીવીટીડી રૂ.૧૦૭.૭૫ વધીને રૂ.૩૬૬૩.૬૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૫.૩૫ વધીને રૂ.૩૮૮૪.૮૦, એસ્ટ્રલ રૂ.૪૩.૮૫ વધીને રૂ.૧૬૪૦.૨૦, ભેલ રૂ.૬.૮૦ વધીને રૂ.૨૬૨.૫૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૧૪.૯૫ વધીને રૂ.૪૫૨૦.૬૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૩૨.૪૫ વધીને રૂ.૧૪૧૨.૪૦, ડાટા પેટર્ન રૂ.૫૬.૮૦ વધીને રૂ.૨૮૨૫.૬૫, પાવર ઈન્ડિયા રૂ.૪૦૪.૭૫ વધીને રૂ.૨૨,૮૨૬.૧૦, એબીબી ઈન્ડિયા રૂ.૯૬.૧૫ વધીને રૂ.૫૮૮૯.૧૫, થર્મેક્સ રૂ.૪૦.૧૫ વધીને રૂ.૨૯૨૨.૭૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૧૩.૯૦ પોઈન્ટ ઉછળીને ૬૮૯૫૭.૦૭ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની ખરીદી : જિન્દાલ સ્ટીલ, અદાણી, એનએમડીસી, ટાટા સ્ટીલ વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે ફંડોએ ફરી ખરીદી કરી હતી. જિન્દાલ સ્ટીલ રૂ.૨૭.૫૦ વધીને રૂ.૧૨૧૧.૦૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૩.૩૦ વધીને રૂ.૨૧૮૪.૬૫, એનએમડીસી રૂ.૧.૦૨ વધીને રૂ.૮૦.૪૭, ટાટા સ્ટીલ રૂ.૨.૫૫ વધીને રૂ.૨૦૫.૭૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૮૫.૧૭ પોઈન્ટ વધીને ૩૯૪૧૦.૭૫ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : અપોલો ટાયર્સ, ઉનો મિન્ડા, એમઆરએફ, હીરો મોટોકોર્પ ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ થતાં નરમાઈ જોવાઈ હતી. અપોલો ટાયર રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૪૭૯.૩૫, ઉનો મિન્ડા રૂ.૨૫.૬૫ ઘટીને રૂ.૧૨૧૭.૪૫, એમઆરએફ રૂ.૩૦૧૧.૫૫ ઘટીને રૂ.૧,૪૭,૦૭૭.૮૦, હીરો મોટોકોર્પ રૂ.૮૬.૨૦ ઘટીને રૂ.૫૪૯૩.૪૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૯.૩૦ ઘટીને રૂ.૨૫૭૩.૮૫, ટીવીએસ મોટર રૂ.૫૭.૬૦ ઘટીને રૂ.૩૮૦૬.૯૦, મારૂતી સુઝુકી રૂ.૧૭૭.૭૫ ઘટીને રૂ.૧૫,૦૪૯.૬૫, ભારત ફોર્જ રૂ.૧૫.૩૫ ઘટીને રૂ.૧૭૨૩.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૯૬.૨૧ પોઈન્ટ ઘટીને ૬૨૦૯૨.૪૬ બંધ રહ્યો હતો.

ક્રુડ ઓઈલમાં મજબૂતી : રિલાયન્સની આગેવાનીએ ઓઈલ-ગેસ શેરોમાં ઈન્દ્રપ્રસ્થ ગેસ, ગેઈલમાં તેજી

ઈરાન સાથે અમેરિકાની ન્યુક્લિયર ડિલની તૈયારી વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાધારણ મજબૂત રહ્યા છતાં ફંડોની આજે ઓઈલ-ગેસ શેરોમાં રિલાયન્સની આગેવાનીએ ખરીદી રહી હતી. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૪.૬૫ વધીને રૂ.૧૭૧.૧૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૧૦ વધીને રૂ.૧૬૪.૭૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૮.૭૫ વધીને રૂ.૪૬૩.૯૫, ઓએનજીસી રૂ.૪.૧૦ વધીને રૂ.૨૭૧.૬૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬.૫૦ વધીને રૂ.૧૪૩૬.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈનડેક્સ ૨૫૪.૩૭ પોઈન્ટ વધીને ૨૮૮૪૯.૪૧ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો લેવાલ :  ડિક્સન રૂ.૩૩૬ ઉછળ્યો : કલ્યાણ જવેલર્સ, ક્રોમ્પ્ટન વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડો આજે ઘટાડે છેલ્લી ઘડીમાં લેવાલ બન્યા  હતા. ડિક્સન ટેકનોલોજી રૂ.૩૩૬.૧૫ વધીને રૂ.૧૧,૭૫૦.૮૫, કલ્યાણ જવેલર્સ રૂ.૮.૮૦ વધીને રૂ.૪૨૬.૭૫, ક્રોમ્પ્ટન રૂ.૫.૨૦ વધીને રૂ.૨૭૨.૬૦, એશીયન પેઈન્ટ રૂ.૩૨.૫૫ વધીને રૂ.૨૩૯૬.૭૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૯ વધીને રૂ.૧૪૨૧.૧૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૭૦.૭૧ પોઈન્ટ વધીને ૫૯૩૫૦.૭૦ બંધ રહ્યો હતો.

FPIs/FIIની રૂ.૭૭૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૬૬૭ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૯૭૨.૧૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૯૧૬૯.૩૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૧૪૧.૫૨ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૧૬૬૬.૯૮કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૧૨૧.૩૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૪૫૪.૩૩ કરોડની વેચવાલી કરી હતી.

સ્મોલ, મિડ  કેપ શેરોમાં સાવચેતીમાં ફંડો હળવા થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૫૬૫ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીની છેલ્લી ઘડીની તેજી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ફંડો, ખેલંદાઓએ આરંભથી જ સાવચેતીમાં વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૬૫ અને વધનારની સંખ્યા ૧૭૪૭ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૧૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૫.૪૬ લાખ કરોડ

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટીમાં તેજી સામે  ફંડો, ખેલંદાઓની સાઈડ માર્કેટમાં વેચવાલી કર્યા છતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૩.૧૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૮.૫૮લાખ કરોડ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો? સતત બીજા દિવસે ચાંદીની કિંમતો ધડામ, સોનાની ચમક પણ ફિક્કી પડી | gold silver pr…
Business

ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો? સતત બીજા દિવસે ચાંદીની કિંમતો ધડામ, સોનાની ચમક પણ ફિક્કી પડી | gold silver pr…

February 17, 2026
સોનામાં રૂ.1000  તથા ચાંદીમાં  રૂ.5000નું ગાબડું : ઈમ્પોર્ટમાં  વૃદ્ધિ
Business

સોનામાં રૂ.1000 તથા ચાંદીમાં રૂ.5000નું ગાબડું : ઈમ્પોર્ટમાં વૃદ્ધિ

February 17, 2026
ફેબ્રુઆરીમાં વિદેશી રોકાણકારો સક્રિય : રૂ. 20,000 કરોડની ખરીદી | Foreign investors active in Februar…
Business

ફેબ્રુઆરીમાં વિદેશી રોકાણકારો સક્રિય : રૂ. 20,000 કરોડની ખરીદી | Foreign investors active in Februar…

February 17, 2026
Next Post
મકાનમાં આગ ભભૂકી ઉઠતા ઘરવખરી બળીને ખાખ, સદનસીબે જાનહાનિ નહીં | Fire breaks out in house completely b…

મકાનમાં આગ ભભૂકી ઉઠતા ઘરવખરી બળીને ખાખ, સદનસીબે જાનહાનિ નહીં | Fire breaks out in house completely b...

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ખુલ્લા શેડ ઉપર પણ મસમોટો ટેક્સ ઝીંકાયો | Nadiad Municipal Corporation imp…

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ખુલ્લા શેડ ઉપર પણ મસમોટો ટેક્સ ઝીંકાયો | Nadiad Municipal Corporation imp...

ગંગીયલ ગામમાં 27 શખ્સોના ટોળાનો હુમલો, પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત | Gangial village attacked by a mo…

ગંગીયલ ગામમાં 27 શખ્સોના ટોળાનો હુમલો, પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત | Gangial village attacked by a mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીની આંગડિયા પેઢીએ કચ્છના બે ધંધાર્થીના રૂ. 46 લાખ હડપ કર્યા | Morbi’s Angadiya firm embezzles Rs…

મોરબીની આંગડિયા પેઢીએ કચ્છના બે ધંધાર્થીના રૂ. 46 લાખ હડપ કર્યા | Morbi’s Angadiya firm embezzles Rs…

1 month ago
પીરાણા પાસે ગાયને બચાવવા જતાં ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત | Fefin a mano mwirin an a tori ewe dumpe…

પીરાણા પાસે ગાયને બચાવવા જતાં ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત | Fefin a mano mwirin an a tori ewe dumpe…

3 months ago
બિહાર વિધાનસભા ચુંટણી પ્રચારમાં છઠ પુજા વર્સિસ હેલોવીન, પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપ | Chhath P…

બિહાર વિધાનસભા ચુંટણી પ્રચારમાં છઠ પુજા વર્સિસ હેલોવીન, પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપ | Chhath P…

4 months ago
બંગાળમાં CAA હેઠળ કેમ્પનું આયોજન કરશે ભાજપ, બાંગ્લાદેશી હિન્દુઓને નાગરિકતા અપાશે

બંગાળમાં CAA હેઠળ કેમ્પનું આયોજન કરશે ભાજપ, બાંગ્લાદેશી હિન્દુઓને નાગરિકતા અપાશે

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News