gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત બજેટ 2026-27: ‘જગતના તાત’ માટે મોટી જાહેરાતો, સિંચાઈ, ગૌસેવા અને કૃષિ ટૅક્નોલૉજી પર વિશેષ ભાર…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત બજેટ 2026-27: ‘જગતના તાત’ માટે મોટી જાહેરાતો, સિંચાઈ, ગૌસેવા અને કૃષિ ટૅક્નોલૉજી પર વિશેષ ભાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Budget 2026: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. ‘વાવણીથી વેચાણ સુધી’ ખેડૂતોની પડખે રહેવાના સંકલ્પ સાથે સરકારે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે મોટી જાહેરાતો કરી છે. ખાસ કરીને સિંચાઈ સુવિધાઓના વિસ્તાર અને ગૌવંશના સંરક્ષણ માટે બજેટમાં માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.

ખેડૂતો માટે આર્થિક કવચ અને ટેકાના ભાવ

સરકારે ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે ₹11,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, જેનો લાભ રાજ્યના 33 લાખ ખેડૂતોને મળશે.

મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ₹18,000 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

ખેડૂતોને સસ્તું ધિરાણ મળી રહે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) વ્યાજ સહાય પેટે ₹1539 કરોડ ફાળવાયા છે.

સિંચાઈ: છેવાડાના ખેતર સુધી પહોંચશે નર્મદાના નીર

રાજ્યના જળ સંસાધનોના વ્યવસ્થાપન માટે કુલ ₹3043 કરોડની જોગવાઈ

કચ્છ: સિંચાઈ સુવિધાઓ માટે ₹1333 કરોડ.

ઉત્તર ગુજરાત: સુજલામ સુફલામ પાઇપલાઇન માટે ₹1237 કરોડ.

સૌરાષ્ટ્ર: ‘સૌની’ (SAUNI) યોજનાના કામો માટે ₹473 કરોડ.

નળકાંઠા: અમદાવાદના અંતરિયાળ ગામો માટે ₹958 કરોડના ખર્ચે બીજા તબક્કાની કામગીરી.

ગૌસેવા અને પશુપાલન: બાયો CNG પ્લાન્ટની નવી પહેલ

ગૌવંશના સંરક્ષણ માટે ‘ગૌ માતા પોષણ યોજના’ હેઠળ ₹500 કરોડની ફાળવણી કરી સરકારે ગૌપ્રેમ વ્યક્ત કર્યો છે. પશુપાલકોની આવક બમણી કરવાના હેતુથી રાજ્યના 4 ઝોનમાં સહકારી મંડળીઓ મારફતે બાયો CNG પ્લાન્ટ સ્થાપવાની નવીન યોજના જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: હવે અંબાજીમાં બનશે ભવ્ય કોરિડોર, દાહોદને મળશે નવું એરપોર્ટ; જાણો પ્રવાસન માટેની મોટી જાહેરાતો

ખેતીમાં આધુનિકીકરણ અને પ્રાકૃતિક ખેતી

ખેતીને સ્માર્ટ બનાવવા માટે ટૅક્નોલૉજી અને યાંત્રિકીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

ટ્રેક્ટર અને હાર્વેસ્ટર જેવા સાધનોની ખરીદીમાં સહાય માટે ₹1565 કરોડની જોગવાઈ.

પ્રાકૃતિક ખેતીના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે ₹39 કરોડનો ખર્ચ કરાશે.

ડાંગર અને તેલીબિયાં જેવા પાકોના સંશોધન માટે 6 નવા સેન્ટર ઑફ એક્સલન્સ ઊભા કરાશે.

બ્લુ ઈકોનોમી: મત્સ્યોદ્યોગનો વિકાસ

ગુજરાતના દરિયાકાંઠાના વિકાસ અને મત્સ્ય નિકાસ વધારવા માટે સરકારે ₹1340 કરોડ ફાળવ્યા છે, જેનાથી સ્ટોરેજ અને પ્રોસેસિંગ સુવિધાઓમાં વધારો થશે.

યોજના/ક્ષેત્ર અને ફાળવેલ બજેટ

કૃષિ યાંત્રિકીકરણ સહાય: ₹1565 કરોડ
કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ સહાય: ₹1539 કરોડ
સિંચાઈ યોજનાઓ (કુલ): ₹3043 કરોડ
ગૌ માતા પોષણ યોજના: ₹500 કરોડ
મત્સ્યોદ્યોગ વિકાસ: ₹1340 કરોડ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹24022 કરોડની જોગવાઈ… અન્ય જાહેરાતો

  • ખેડૂતોને વીજ સહાય આપવા ₹9324 કરોડની જોગવાઈ.
  • સૂક્ષ્મ સિંચાઈ માટે ₹1250 કરોડની જોગવાઈ.
  • કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદી સહાય માટે ₹800 કરોડની જોગવાઈ.
  • કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય માટે ₹765 કરોડની જોગવાઈ.
  • નાના ગોડાઉન બનાવવા “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” અંતર્ગત અંદાજિત 15 હજાર 436 ખેડૂતોને ₹1 લાખ સહાય આપવા ₹154 કરોડની જોગવાઈ.
  • ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં ₹4 લાખ સુધીનું વીમા રક્ષણ આપવા ₹146 કરોડની જોગવાઈ.
  • અદ્યતન ડ્રોન ટૅક્નોલૉજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રીપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા ₹77 કરોડની જોગવાઈ.
  • ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવા મુખ્યમંત્રી સોઈલ હેલ્થ અભિયાન માટે ₹14 કરોડની જોગવાઈ.
  • ડાંગર, કઠોળ પાક, તેલીબિયાં પાક, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટેના છ (6) સેન્ટર ઑફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવા ₹12 કરોડની જોગવાઈ.
  • જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા ₹10 કરોડની જોગવાઈ.
  • બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ ₹798 કરોડની જોગવાઈ.
  • ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમથી ખેડૂતોની આવક વધારવા ₹30 કરોડની જોગવાઈ.
  • રાઇઝોમેટીક(આદુ અને હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ માટે ₹12 કરોડની જોગવાઈ.
  • રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભૂજ અને ખેડબ્રહ્મા ખાતેની કૉલેજોમાં માળખાકીય સુવિધા ઊભી કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકીકરણ, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે ₹1063 કરોડની જોગવાઈ.
  • પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹392 કરોડની જોગવાઈ.
  • “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ” યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઈ.
  • કામધેનુ યુનિવર્સિટીના પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે ₹424 કરોડની જોગવાઈ.
  • ગાભણ પશુ અને વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજનામાં કુલ 1 લાખ 53 હજાર લાભાર્થીઓ આવરી લેવા ₹61 કરોડની જોગવાઈ.
  • રાજ્યમાં ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે ₹56 કરોડની જોગવાઈ.
  • મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે ₹52 કરોડની જોગવાઈ.
  • દરેક જિલ્લાની “પશુ કલ્યાણ સમિતિ”ને સહાય માટે ₹34 કરોડની જોગવાઈ.
  • મોટા દૂધાળા પશુના ડેરી ફાર્મ માટે ₹32 કરોડની જોગવાઈ.
  • કામધેનુ યુનિવર્સિટી હેઠળ ભૂજ અને હિંમતનગર ખાતેની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં સુદ્રઢીકરણ માટે ₹18 કરોડની જોગવાઈ.
  • ખેડૂતો-પશુપાલકોને સુધારેલ જાતના બિયારણ મીનીકીટ પૂરી પાડવા અને ચાફકટરની ખરીદી પર સહાય આપવા ₹16 કરોડની જોગવાઈ.
  • સેક્સ્‍ડ સીમેન ડોઝના ઉત્પાદન માટે ₹13 કરોડની જોગવાઈ.
  • પશુઓમાં વંધ્યત્વ નિવારણ માટેના કેમ્પ આયોજિત કરવા ₹13 કરોડની જોગવાઈ.
  • મરઘા પાલન માટે આર.આઈ.આર. પક્ષી એકમ અને બ્રોઇલર પક્ષી ફાર્મ માટે સહાય આપવા ₹12 કરોડની જોગવાઈ.
  • પાડી-વાછરડી ઉછેર માટે સહાય પૂરી પાડવા ₹12 કરોડની જોગવાઈ.
  • બકરા એકમ સહાય માટે કુલ ₹11 કરોડની જોગવાઈ.
  • પશુઓમાં ગર્ભધારણનું નિદાન કરવા Rapid Test Kit માટે ₹10 કરોડની જોગવાઈ.
  • કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન મહુવા-ભાવનગર ખાતે મત્સ્ય વિજ્ઞાન માટે ₹9 કરોડની જોગવાઈ.
  • દુધાળાં પશુના વીમાનાં પ્રીમિયમ પર સહાય માટે ₹6 કરોડની જોગવાઈ.
  • કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા જોગવાઈ.
  • સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકોને પ્રોત્સાહન આપવા જોગવાઈ.
  • પશુપાલકોને પશુમાં IVFથી ગર્ભધારણ માટેની સહાય આપવા જોગવાઈ.
  • ઉકાઈ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઈન એક્વાકલ્ચર, મોનોસેક્સ તીલાપીયા હેચરીની સ્થાપના માટેનું આયોજન.
  • રાજ્યના નોટિફાઈડ 104 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹૩૬૧ કરોડની જોગવાઈ.
  • માછીમારોને ડીઝલ ખરીદી પર વેટ રાહત સહાય માટે ₹300 કરોડની જોગવાઈ.
  • પ્રધાનમંત્રી મત્સ્યસંપદા તળે લાભાર્થીલક્ષી યોજના માટે ₹128 કરોડની જોગવાઈ.
  • ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગ માટે ₹115 કરોડની જોગવાઈ.
  • આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્ર માટે સામાન્ય વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ લાભાર્થીઓ માટે ₹112 કરોડની જોગવાઈ.
  • દરિયાઇ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય તેમજ પાકિસ્તાન ખાતે જેલમાં બંધ માછીમારોને આર્થિક સહાય માટે ₹107 કરોડની જોગવાઈ.
  • આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે તથા ભાંભરા પાણીમાં ફીશ કેજ કલ્ચર કરતા મત્સ્ય ખેડૂતોને ઈનપુટ સહાય માટે ₹51 કરોડની જોગવાઈ.
  • દરિયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ટ્રોલર/ડોલનેટર/ગીલનેટર બોટોને માછીમારી જાળ અને હુક એન્‍ડ લાઇન ઉપર સહાય પેટે ₹40 કરોડની જોગવાઈ.
  • ડીપ-સી ફીશીંગ વેસલ્સ ઉપર સહાય માટે ₹15 કરોડની જોગવાઈ.
  • આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે ફિશ પ્રોસેસીંગ પ્લાન્ટની સ્થાપના માટે ₹10 કરોડની જોગવાઈ.
  • મત્સ્યોદ્યોગ કાયદાના અમલીકરણ માટે મરીન એન્ફોર્સમેન્ટ વિંગ માટે જોગવાઈ.
  • સમયસર ચુકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને ₹3 લાખ સુધી ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ આપવા માટે ₹1539 કરોડની જોગવાઈ.
  • ગોડાઉન નિર્માણ યોજના અંતર્ગત મંડળીઓ અને સંધોને સહાય માટે ₹30 કરોડની જોગવાઈ.
  • પેક્સ દ્વારા ગોડાઉન નિર્માણ માટે સહાય આપવા ₹21 કરોડની જોગવાઈ.
  • ખાંડ સહકારી મંડળીઓને લોન પર વ્યાજ સહાય આપવા ‘સાકર’ યોજના અંતર્ગત સામાન્ય અને આદિજાતિ વિસ્તારો માટે કુલ ₹20 કરોડની જોગવાઈ.
  • મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના માટે ₹111 કરોડની જોગવાઈ.
  • કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ₹42 કરોડની જોગવાઈ.
  • આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય માટે ₹30 કરોડની જોગવાઈ.
  • સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ₹65 કરોડની જોગવાઈ.
  • શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગી(નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસની જોગવાઈ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી | Shiv…
GUJARAT

પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી | Shiv…

February 18, 2026
કોડિનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કૂંડમાં ખાબકતા માતા સહિત બે બાળકીઓના કરૂણ મોત | Gir Somnath …
GUJARAT

કોડિનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કૂંડમાં ખાબકતા માતા સહિત બે બાળકીઓના કરૂણ મોત | Gir Somnath …

February 18, 2026
VIDEO | કચ્છ: મુન્દ્રામાં મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહન ફૂંકી માર્યું, એક અફવાથી ફેલાયો ઉશ્કેરા…
GUJARAT

VIDEO | કચ્છ: મુન્દ્રામાં મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહન ફૂંકી માર્યું, એક અફવાથી ફેલાયો ઉશ્કેરા…

February 18, 2026
Next Post
અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું | ahme…

અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું | ahme...

કવાંટથી ભાવનગર દારૂ પહોંચાડવા નીકળેલો સગીર વડોદરામાં ઝડપાયો | A minor who set out to deliver liquor …

કવાંટથી ભાવનગર દારૂ પહોંચાડવા નીકળેલો સગીર વડોદરામાં ઝડપાયો | A minor who set out to deliver liquor ...

નેશનલ હાઇવે-48 પર કારમાં દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઈ | Woman caught with liquor in car on National…

નેશનલ હાઇવે-48 પર કારમાં દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઈ | Woman caught with liquor in car on National...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

3 weeks ago
પ્રેમમાં પાગલ પત્નીએ જ કરાવી પતિની હત્યા : જામનગર નજીક બુલેટ પર નીકળેલા યુવાનની કારની ઠોકરે હત્યાની …

પ્રેમમાં પાગલ પત્નીએ જ કરાવી પતિની હત્યા : જામનગર નજીક બુલેટ પર નીકળેલા યુવાનની કારની ઠોકરે હત્યાની …

11 months ago
વડોદરાના વાઘોડિયા રોડની અતુલ સોસાયટીમાં ધોળે દિવસે 5.40 લાખની ચોરી | 5 40 lakhs stolen from house in…

વડોદરાના વાઘોડિયા રોડની અતુલ સોસાયટીમાં ધોળે દિવસે 5.40 લાખની ચોરી | 5 40 lakhs stolen from house in…

4 months ago
વડોદરામાં શ્રીજીની મૂર્તિઓના વિસર્જન માટે તળાવોની સાફ-સફાઈ સહિતની કામગીરી શરૂ કરી દેવા તાકીદ | Urgen…

વડોદરામાં શ્રીજીની મૂર્તિઓના વિસર્જન માટે તળાવોની સાફ-સફાઈ સહિતની કામગીરી શરૂ કરી દેવા તાકીદ | Urgen…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News