gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં યુવકની હત્યાનો બનાવ: કોર્ટે આરોપીના જામીન નામંજુર કર્યા | Vadodara…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં યુવકની હત્યાનો બનાવ: કોર્ટે આરોપીના જામીન નામંજુર કર્યા | Vadodara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં રૂપિયાનો લેવડ દેવડ બાબતે સર્જાયેલી માથાકૂટમાં આરોપીની પત્ની બાબતે મજાક કરતા થયેલા ઝઘડામાં  છોડાવવા વચ્ચે પડનાર યુવકને લોખંડની કોસના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેતા આ અંગે સયાજીગંજ  પોલીસ મથકના ચોપડે હત્યાનો ગુનો નોંધાયો છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન અદાલતે નામંજૂર કરવાનો આદેશ કર્યો છે.

ગત તા.5/10/25 ના રોજ બપોરે સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં ભવાનીનગર ચકલા પાસે જયેશ સોનારએ આરોપી પાસે પૈસાની માંગણી કરતા આરોપીએ આપવાની ના પાડી હતી. જયેશ સોનારે આરોપી રાહુલના હાથમાં રહેલ રૂ. 200 લેવા જતા ફાટી ગયા હતા. જેથી  રાહુલ અને જયેશ વચ્ચે  ઝઘડો થયો હતો. તે વખતે જયેશએ રાહુલની પત્ની બાબતે મજાક કરતા ઝઘડો થતાં છોડાવવા વચ્ચે પડેલા 30 વર્ષના અજય રાજુભાઈ શિંદે પર આરોપી રાહુલે અચાનક ઉશ્કેરાઈ જઈ નજીકમાંથી લોખંડની કોસ લઈ આવી અજય સિંદેના માથા તથા મોઢાના ભાગે કોસના ફટકા મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા અજય સિંદેનું મોત નીપજ્યું હતું. તેમજ ફરિયાદી વિકાસ શાંતારામ મોરે ઝઘડા દરમિયાન છોડાવવા વચ્ચે પડતા ફરિયાદીને માથાના ભાગે કોસના ફટકા મારી જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. તેમજ  વીજુબેન શાંતારામ મોરે છોડાવવા જતા તેઓને હાથ ઉપર કોસનો ફટકો મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે  અરજદાર /આરોપી રાહુલ રાજુભાઈ ખેડેકર (ધંધો – ડ્રાઇવિંગ) (રહે વારસિયા પાણીની ટાંકી સામે ,વારસિયા) સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બીએનએસ (ભારતીય દંડ સંહિતા) હત્યા, હત્યાનો પ્રયાસ તથા જી.પી. એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હાલ આરોપી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં હોય રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા અરજી રજૂ કરી હતી. આ અરજની ચોથા એડિ. સેશન્સ જજ મોબિન.  અબ્દુલરસીદ. ટેલરની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. બચાવ પક્ષના વકીલે દલીલો કરી હતી કે, શંકાના આધારે ગુનામાં ખોટી રીતે સંડોવી દીધા છે. આરોપી પાસેથી કોઈ હથિયાર કે અન્ય મુદ્દામાલ રિકવર કરાયો નથી. આ ગુનામાં કોઈ સ્વતંત્ર  સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા નથી. આરોપીનો હાલનો પ્રથમ ગુનો છે. ટ્રાયલ ચાલતા ઘણો લાંબો સમય લાગે તેમ છે. આરોપીને હેવી રકમના જામીન લઈને જામીનમુક્ત કરવા જોઈએ. 

સરકાર તરફે ધારાશાસ્ત્રી ડીજીપી (ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લિડર)અનિલ દેસાઈએ દલીલો કરી હતી. સરકારી વકીલે તપાસ  અધિકારીના સોગંદનામાં ઉપર આધાર રાખી મુખ્યત્વે દલીલ કરી છે કે, આરોપીએ ગુનામાં સક્રિય ભાગ ભજવ્યો છે. આરોપી વડોદરાના વતની હોય તેથી સાક્ષી, પુરાવા સાથે ચેડા થઈ શકે છે. ગુનાની ગંભીરતા ધ્યાને લેતા તેમજ કાયદાની જોગવાઈઓ જોતા જામીન અરજી રદ કરવી જોઈએ. વધુમાં આરોપી વિરુદ્ધ મોતની સજાને પાત્ર ગંભીર પ્રકારનો ગુનો છે.

કોર્ટે રજૂ કરેલ દસ્તાવેજો, પોલીસ તપાસના પેપર્સનો અભ્યાસ કરતા તથા બંને પક્ષોની દલીલો ધ્યાને લેતા નોંધ્યું હતું કે, આરોપીની આ ગુનામાં  સંડોવણી હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાય છે. આરોપી વિરુદ્ધ ચાર્જશીટ થઈ ગયેલ હોવાથી સંજોગોમાં કોઈ ફેરફાર થયો નથી. આરોપી વિરુદ્ધ મોત અથવા આજીવન કેદની સજાને પાત્ર ગંભીર પ્રકારનો ગુનો છે. જો આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો સાક્ષીઓને ધાક ધમકી આપી ફોડવાના પ્રયત્નો કરે તેની શક્યતા નકારી શકાય તેમ નથી. 

આમ, ગુનાનો પ્રકાર, સજાની જોગવાઈ, આરોપીનો રોલ વિગેરે તમામ પરિબળો ધ્યાને લેતા અરજદાર /આરોપી રાહુલ ખેડેકરની રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવાની જામીન અરજી નામંજૂર કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
અમદાવાદમાં રિક્ષાચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો, ગણતરીના દિવસોમાં 2 શ્રમિકોને પોલીસે દબચ્યો | Ahmedabad …

અમદાવાદમાં રિક્ષાચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો, ગણતરીના દિવસોમાં 2 શ્રમિકોને પોલીસે દબચ્યો | Ahmedabad ...

જોજો, તમે ના છેતરાતા! શેરબજારમાં રોકાણના નામે ગાંધીનગરના વેપારી સાથે લાખોની છેતરપિંડી, જુઓ કેવી રીતે…

જોજો, તમે ના છેતરાતા! શેરબજારમાં રોકાણના નામે ગાંધીનગરના વેપારી સાથે લાખોની છેતરપિંડી, જુઓ કેવી રીતે...

વડોદરા: તમાકુના થેલામાંથી 28,500નો વિદેશી દારૂનો જથ્થો મળ્યો

વડોદરા: તમાકુના થેલામાંથી 28,500નો વિદેશી દારૂનો જથ્થો મળ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં બિલ્ડીંગની લોબી તૂટતાં એક જ ક્ષણમાં 30 પરિવારો રસ્તા પર આવી ગયા : ચંપલ સુદ્ધાં ન રહ્યા, વિ…

વડોદરામાં બિલ્ડીંગની લોબી તૂટતાં એક જ ક્ષણમાં 30 પરિવારો રસ્તા પર આવી ગયા : ચંપલ સુદ્ધાં ન રહ્યા, વિ…

5 months ago
યુ.જી.સી.ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક | Supreme Court breaks on UGC’s new rules

યુ.જી.સી.ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક | Supreme Court breaks on UGC’s new rules

7 months ago
રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway…

રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway…

3 months ago
અમદાવાદ ફાયર વિભાગના સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ, લેખિત પરીક્ષા વિના કરાઈ હતી ભરતી પ્રક્રિયા |…

અમદાવાદ ફાયર વિભાગના સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ, લેખિત પરીક્ષા વિના કરાઈ હતી ભરતી પ્રક્રિયા |…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News