gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં જનમેદનીનો મહાસાગર ઉમટ્યો: શ્રી ગોગા મહારાજ ના સંત શ્રી મુકેશભાઈ દેસાઈ અને પૂજ્ય૧૦૮ શ્રી રઘુવીરદાસજી બાપુના આશીર્વાદથી ‘સામાજિક ન્યાય’ની લડતને નવું બળ મળ્યું

અમિતભાઈ ચાવડા, ભરતસિંહ સોલંકી, જગદીશભાઈ ઠાકોર, લાલજીભાઈ દેસાઈ, ઋત્વીક્ભાઈ મકવાણા અને અમૃતજી ઠાકોર,પુર્વ ધારાસભ્ય શ્રીઓ લાખાભાઈ ભરવાડ, શ્રી ભોલા ભાઈ ગોહિલ, શ્રી ભિખાભાઈ, એસી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન શ્રી હિતેન્દ્ર ભાઈ પિઠડિયા ના હુંકારથી શાસક પક્ષના પાયા હલ્યા;  ૨૭% અનામત ઓછી છે  અને જાતિ આધારિત વસ્તી ગણતરી માટે આરપારની લડાઈની ઘોષણા

ચંદનજી ઠાકોર અને જીવણભાઈ કુંભારવાડીયાના નેતૃત્વમાં ગુજરાતનો પછાત વર્ગ સંગઠિત: રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોનો કેસરીયો-સફેદ-લીલો સંગમ

ગુજરાતની પવિત્ર ધરા પર જ્યારે પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે, ત્યારે ગુજરાતના પછાત વર્ગોએ હરહંમેશ નેતૃત્વ પૂરું પાડ્યું છે. આ જ પરંપરાને આગળ ધપાવતા, તા.૨૨/૦૨/૨૦૨૬ રવિવારે અમદાવાદમાં  પાલડી સ્થિત ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક પદગ્રહણ સમારોહ સંપન્ન થયો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. (OBC) ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત ચેરમેન ડૉ. મહેશભાઈ રાજપુતનો પદભાર ગ્રહણ કરવાનો આ અવસર માત્ર એક રાજકીય ઘટના નહીં, પરંતુ ગુજરાતના ૫૨ ટકાથી વધુ ઓ.બી.સી. સમાજની અસ્મિતા અને અધિકારો માટેનો એક વિરાટ જન-આંદોલનનો શંખનાદ સાબિત થયો છે.

 આ સમારોહમાં આધ્યાત્મિક ચેતનાના પ્રતીક એવા શ્રી ગોગા મહારાજ ના સંત શ્રી મુકેશભાઈ દેસાઈ અને પૂજ્ય શ્રી રઘુવીરદાસજી બાપુ (કાગદડી આશ્રમ)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. પૂજ્ય સંતોએ ડૉ. મહેશભાઈ રાજપુતને આશીર્વાદ પાઠવીને જણાવ્યું હતું કે, “જ્યારે નેતૃત્વ, નૈતિકતા અને સેવાભાવ સાથે જોડાય છે, ત્યારે તે સમાજના છેલ્લા માણસ સુધી ન્યાય પહોંચાડી શકે છે. ઓ.બી.સી. સમાજ એ સેવા અને સમર્પણનો પર્યાય છે.” સંતોના આ વચનોએ ઉપસ્થિત હજારો કાર્યકરોમાં એક નવી ઊર્જા અને પવિત્રતાનો સંચાર કર્યો.

ગુજરાત કોંગ્રેસના શક્તિશાળી નેતાઓએ મંચ પરથી વર્તમાન શાસન વ્યવસ્થા સામે અને ઓ.બી.સી. સમાજના પડતર પ્રશ્નો માટે ધારદાર પ્રહારો કર્યા હતા.

 શ્રી ભરતસિંહ સોલંકી (પૂર્વ કેન્દ્રીય મંત્રી) એ પક્ષના ઇતિહાસને યાદ કરતા કહ્યું કે, કોંગ્રેસ હંમેશા પછાત વર્ગોની પડખે રહી છે. માધવસિંહ સોલંકીના સમયથી લઈને અત્યાર સુધી પક્ષે હંમેશા OBC સમાજને શાસનમાં ભાગીદારી આપી છે. ડૉ. મહેશભાઈની વરણી એ પક્ષના પાયાના કાર્યકરોની જીત છે.

શ્રી જગદીશભાઈ ઠાકોર (પૂર્વ પ્રદેશ પ્રમુખ) – પોતાના પ્રચંડ અને તેજાબી અંદાજમાં તેમણે સભા ગજવતા કહ્યું કે, “OBC સમાજે હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે. આપણા હક કોઈ ભીખ નથી, આપણો અધિકાર છે. જાતિ આધારિત વસ્તી ગણતરી એ સમયની માંગ છે અને કોંગ્રેસ આ મુદ્દે રસ્તા પર ઉતરતા અચકાશે નહીં.”

 શ્રી અમિતભાઈ ચાવડા (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ) – આંકડાકીય માહિતી સાથે જણાવ્યું કે વર્તમાન સરકાર OBC સમાજની અનામત સાથે ચેડા કરી રહી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ અને શૈક્ષણિક સુવિધાઓ માટે આ નવી ટીમ એક મજબૂત વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા ભજવશે.

કાર્યક્રમમાં શ્રી લાલજીભાઈ દેસાઈ (મુખ્ય સંગઠક, સેવાદળ) એ સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સેવાદળ અને OBC વિભાગ ખભેખભા મિલાવીને ગુજરાતના દરેક ગામડામાં કોંગ્રેસ પક્ષની વિચારધારા પહોંચાડશે અને પછાત વર્ગ એક મંચ પર આવે છે ત્યારે પરિવર્તન નિશ્ચિત છે. શ્રી ઋત્વિકભાઇ મકવાણાએ યુવાપેઢીને સક્રિય થવા અને સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજની વાત પ્રબળ બનાવવા હાકલ કરી હતી.

 રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો દબદબો: ચંદનજી ઠાકોર અને જીવણભાઈ કુંભારવાડીયા આ પ્રસંગ માત્ર પ્રદેશ પૂરતો મર્યાદિત નહોતો. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં મહત્વનું સ્થાન મેળવનાર શ્રી ચંદનજી ઠાકોર અને શ્રી જીવણભાઈ કુંભારવાડીયાનું રાષ્ટ્રીય સંયોજક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. આ નિમણૂકો દર્શાવે છે કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કેન્દ્રીય પક્ષ પણ ગુજરાતના OBC નું નેતૃત્વની લાવી રહ્યા છે.

નવનિયુક્ત ચેરમેન ડૉ. મહેશભાઈ રાજપુતનો ‘સંકલ્પ પત્ર’ પોતાના પદગ્રહણ બાદ અત્યંત નમ્રતા સાથે ડૉ. મહેશભાઈ રાજપુતે પોતાની ભવિષ્યની રણનીતિ સ્પષ્ટ કરી હતી:

ગામડા સુધી સંગઠન: આગામી થોડા દિવસમાં તમામ તાલુકાઓમાં OBC સમિતિઓની રચના કરવી.

  હેલ્પલાઈન સેન્ટર: OBC વિદ્યાર્થીઓ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવું.

 અધિકાર યાત્રા: રાજ્યભરમાં ભ્રમણ કરીને ૨૭% અનામતના અમલીકરણની સમીક્ષા કરવી.

ગુજરાતરાજ્ય સરકાર બજેટ મા  ૫૨% ઓ બી સીની વસ્તી માટે  પણ બજેટમા ૨૭ % નાણાં ઓ બી સી ના વિકાસ માટે વાપરવા માટે જોગવાઈ કરે

 યુવા નેતૃત્વ: નવી પેઢીના શિક્ષિત OBC યુવાનોને રાજકારણમાં સક્રિય કરવા.

 OBC અનામત અને જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે લડાયક મૂડમાં રહેવા કાર્યકરોને હાકલ કરી.

રાજીવ ગાંધી ભવનના વિશાળ હોલમાં બહોળી સંખ્યામાં કાર્યકરોએ કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમના અંતે કાર્યકરોએ હાથમાં OBC એકતાના સપથ લઈ વિદાય લીધી હતી. આ પદગ્રહણ સમારોહ સાબિત કરે છે કે ગુજરાતમાં હવે OBC મતોનું ધ્રુવીકરણ કોંગ્રેસ તરફ થઈ રહ્યું છે. ડૉ. મહેશભાઈ રાજપુતના રૂપમાં સમાજને એક શિક્ષિત, વિનમ્ર અને લડાયક નેતા મળ્યા છે, જેમના નેતૃત્વમાં ગુજરાતનું OBC સંગઠન આગામી સમયમાં નવી ઊંચાઈઓ સર કરશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન રાજેશભાઈ ગોહિલ ,પૂર્વ કાર્યકારી ચેરમેન રમેશભાઈ દેસાઈ અને અમદાવાદ શહેર ઓ બી સી કોંગ્રેસ ના ચેરમેનશ્રી રણજીતસિંહ બારડએ જહેમત ઉઠાવેલ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…
GUJARAT

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

May 26, 2026
અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…
GUJARAT

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

May 26, 2026
અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…
GUJARAT

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

May 26, 2026
Next Post
વડોદરા શહેર અને જિલ્લાના 13 લાખ લોકો સરકારી અનાજ પર નિર્ભર | 13 lakh people of Vadodara city and dis…

વડોદરા શહેર અને જિલ્લાના 13 લાખ લોકો સરકારી અનાજ પર નિર્ભર | 13 lakh people of Vadodara city and dis...

આસોજમાં ભાડાના મકાનમાં નકલી નોટો છાપવાનું કૌભાંડ : બેની ધરપકડ | Scam of printing fake notes in rente…

આસોજમાં ભાડાના મકાનમાં નકલી નોટો છાપવાનું કૌભાંડ : બેની ધરપકડ | Scam of printing fake notes in rente...

ખૌફનાક! રાજકોટમાં ઓફિસ બહાર જ યુવક પર જીવલેણ હુમલો, છરીના 7 ઘા ઝીંકી બે શખસો ફરાર | Rajkot Courier E…

ખૌફનાક! રાજકોટમાં ઓફિસ બહાર જ યુવક પર જીવલેણ હુમલો, છરીના 7 ઘા ઝીંકી બે શખસો ફરાર | Rajkot Courier E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Indore Witnesses History: India’s Heaviest ‘Poshak’ Lehanga Launched at Swarnam Vastra Season-4

Indore Witnesses History: India’s Heaviest ‘Poshak’ Lehanga Launched at Swarnam Vastra Season-4

4 months ago
ભારત સરકારે 16 પાકિસ્તાની યુટયુબ ચેનલોને બ્લોક કરી | Indian government blocks 16 Pakistani YouTube c…

ભારત સરકારે 16 પાકિસ્તાની યુટયુબ ચેનલોને બ્લોક કરી | Indian government blocks 16 Pakistani YouTube c…

1 year ago
પૈસાની લેતીદેતી મામલે સુરતમાં મામાએ ભાણેજના 7 ટુકડા કર્યા! યુટ્યુબની હિસ્ટ્રી જોઈ પોલીસ પણ ચોંકી | s…

પૈસાની લેતીદેતી મામલે સુરતમાં મામાએ ભાણેજના 7 ટુકડા કર્યા! યુટ્યુબની હિસ્ટ્રી જોઈ પોલીસ પણ ચોંકી | s…

8 months ago
અમેરિકાના ઓર્ડરો 90 દિવસમાં પૂરા કરવા નિકાસકારોના પ્રયાસ | Exporters try to fulfill US orders within…

અમેરિકાના ઓર્ડરો 90 દિવસમાં પૂરા કરવા નિકાસકારોના પ્રયાસ | Exporters try to fulfill US orders within…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News