gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERTનો મહત્ત્વનો નિર્ણય, પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in INDIA
0 0
0
સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERTનો મહત્ત્વનો નિર્ણય, પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NCERT Class 8 Book Controversy: શિક્ષણ જગત અને ન્યાયતંત્ર વચ્ચે સર્જાયેલા વિવાદ બાદ NCERT(નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા ધોરણ -8ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તક ‘એક્સપ્લોરિંગ સોસાયટી: ઈન્ડિયા એન્ડ બિયોન્ડ'(પાર્ટ-2)ના વેચાણ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોએ આ માહિતીની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે મંગળવારથી જ આ પુસ્તક બજારમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ પુસ્તકના એક પ્રકરણમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ અને કેસોના મોટા બેકલોગ અંગે ટિપ્પણી કરવામાં આવી હતી, જેના કારણે દેશના ન્યાયિક ક્ષેત્રમાં ભારે રોષ જોવા મળ્યો છે.

સુપ્રીમ કોર્ટનું કડક વલણ: ન્યાયતંત્રને બદનામ કરનારાઓ સામે CJI લાલઘૂમ

આ વિવાદની ગંભીરતા ત્યારે વધી જ્યારે ભારતના ચીફ જસ્ટિસ(CJI) સૂર્યકાંતે આ બાબતે કડક વલણ અપનાવ્યું. બુધવારે કોર્ટમાં વરિષ્ઠ વકીલો અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબલ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કપિલ સિબલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘ધોરણ 8ના વિદ્યાર્થીઓને ન્યાયતંત્ર ભ્રષ્ટ છે એવું ભણાવવામાં આવે તે અત્યંત પરેશાન કરનારી બાબત છે.’ તેના જવાબમાં CJI સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ‘હું કોઈને પણ આ સંસ્થાને બદનામ કરવાની મંજૂરી આપીશ નહીં. આ એક ગંભીર બાબત છે અને આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તે હું સારી રીતે જાણું છું.’

2017થી 2021 દરમિયાન નોંધાયેલી 1,600 ફરિયાદોનો હવાલો

નવા પુસ્તકમાં સમાવિષ્ટ આ વિવાદાસ્પદ પ્રકરણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, સામાન્ય લોકો ન્યાયતંત્રના વિવિધ સ્તરો પર ભ્રષ્ટાચારનો અનુભવ કરે છે, જેના કારણે ગરીબ અને વંચિત લોકો માટે ન્યાય મેળવવો મુશ્કેલ બની જાય છે. આ સાથે જ 2017થી 2021 દરમિયાન મળેલી અંદાજે 1,600 જેટલી ફરિયાદોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, જૂના પુસ્તકોમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા અને માળખા વિશે જ માહિતી હતી, તેમાં ભ્રષ્ટાચાર જેવો કોઈ ઉલ્લેખ નહોતો. 

આ પણ વાંચો: Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર?

NCERT વિવાદમાં સુપ્રીમ કોર્ટે લીધું ‘સુઓ મોટો’ સંજ્ઞાન

સુપ્રીમ કોર્ટે NCERTના ધોરણ 8ના નવા પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર’ અને પેન્ડિંગ કેસો અંગેના પ્રકરણ સામે સુઓ મોટો(Suo Motu) લઈને કડક નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી કોઈને પણ આપશે નહીં અને આ પગલું તેમને ઈરાદાપૂર્વકનું લાગી રહ્યું છે. આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટનું ધ્યાન દોર્યું કે નાના વિદ્યાર્થીઓને ન્યાયતંત્ર ભ્રષ્ટ હોવાનું ભણાવવું એ ચિંતાનો વિષય છે, જ્યારે જસ્ટિસ બાગચીએ તેને બંધારણના મૂળભૂત માળખા(Basic Structure) વિરુદ્ધ ગણાવ્યું હતું. 

પારદર્શિતા જાળવવા NCERT પુસ્તકમાં કરવામાં આવશે ફેરફાર

ઉલ્લેખનીય છે કે, NCERTના નવા સિલેબસમાં અદાલતોમાં અંદાજે 5 કરોડથી વધુ પેન્ડિંગ કેસો, ન્યાયાધીશોની અછત અને ભ્રષ્ટાચારને ન્યાયિક પ્રણાલીના પડકારો તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જોકે, શિક્ષણ અને ન્યાયિક ગરિમા વચ્ચે સંતુલન જાળવવું અત્યંત મહત્ત્વનું હોવાથી, હાલમાં શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા જળવાય અને ન્યાયતંત્રનું મહત્ત્વ ઓછું ન થાય તે હેતુથી હાલ આ પુસ્તકને સુધારા માટે પાછું ખેંચી લેવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERTનો મહત્ત્વનો નિર્ણય, પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ હટાવાયું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …
INDIA

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …

April 12, 2026
દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…
INDIA

દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

April 12, 2026
મતદાન કરવું કે ચૂંટણી લડવી એ મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Voting and cont…
INDIA

મતદાન કરવું કે ચૂંટણી લડવી એ મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Voting and cont…

April 12, 2026
Next Post
ESICએ 1 કરોડ લોકોને આપી મોટી ભેટ, 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ | ESIC Free Health…

ESICએ 1 કરોડ લોકોને આપી મોટી ભેટ, 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ | ESIC Free Health...

ઓપરેશન મ્યુલ હન્ટ: સાયબર ફ્રોડ અને ગેમિંગ એપના 1500 કરોડના નેટવર્કનો પ્રદાફાશ, રાજકોટ પોલીસની મોટી ક…

ઓપરેશન મ્યુલ હન્ટ: સાયબર ફ્રોડ અને ગેમિંગ એપના 1500 કરોડના નેટવર્કનો પ્રદાફાશ, રાજકોટ પોલીસની મોટી ક...

BREAKING: ગુજરાત પોલીસ ભરતીનું શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર, 1.10 લાખ ઉમેદવારો પાસ, 19 એપ્રિલે લે…

BREAKING: ગુજરાત પોલીસ ભરતીનું શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર, 1.10 લાખ ઉમેદવારો પાસ, 19 એપ્રિલે લે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં ‘રામમંદિર ધ્વજા આરોહણ’

નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં ‘રામમંદિર ધ્વજા આરોહણ’

5 months ago
બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે | we…

બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે | we…

12 months ago
પહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા, મૃતકાંક વધીને 28એ પહોંચ્યો | Sketch of terr…

પહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા, મૃતકાંક વધીને 28એ પહોંચ્યો | Sketch of terr…

12 months ago
અરવલ્લી: લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, બેનાં મોત | 2 Dead in …

અરવલ્લી: લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, બેનાં મોત | 2 Dead in …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News