gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સમાં છેલ્લી ઘડીના પ્રોફિટ બુકિંગે દિવસ દરમિયાનનો ઉછાળો ધોવાયો,50 પોઇન્ટ વધ્યો | Last minute …

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in Business
0 0
0
સેન્સેક્સમાં છેલ્લી ઘડીના પ્રોફિટ બુકિંગે દિવસ દરમિયાનનો ઉછાળો ધોવાયો,50 પોઇન્ટ વધ્યો | Last minute …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા મંગળવારથી લાગુ કરાયેલા ૧૦ ટકા ટેરિફ વચ્ચે સુધારા સાથે ખૂલેલા ભારતીય શેરબજારમાં છેલ્લી ઘડીના પ્રોફિટ બુકિંગથી દિવસ દરમિયાનનો ઉછાળો ધોવાઈ ગયો હતો અને છેવટે બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સામાન્ય સુધારા સાથે બંધ રહ્યા હતા. ટ્રમ્પે ૧૫ ટકાને બદલે ૧૦ ટકા ટેરિફ લાગુ કરતા શેરબજારમાં બુધવારે રોકાણકારોનું માનસ ઊંચકાયુ હતું અને નીચા ભાવે ખરીદી નીકળી હતી.    મંગળવારના બંધની સરખામણીએ સેન્સેકસ ઈન્ટ્રાડેમાં ૭૩૨ પોઈન્ટ ઊંચે ગયો હતો. જો કે ટ્રમ્પની અનિશ્ચિત નીતિ તથા ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારાને ધ્યાનમાં રાખી ઊંચા મથાળે વેચવાલી આવી હતી. સેન્સેકસ નીચામાં ૮૨૧૩૨.૬૩ અને ઉપરમાં ૮૨૯૫૭.૯૧ થઈ છેવટે માત્ર ૫૦.૧૫ના સુધારા સાથે ૮૨૨૭૬.૦૭ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ ઉપરમાં ૨૫૬૫૨.૬૦ અને નીચામાં ૨૫૪૨૮.૨૦ થઈ છેવટે સત્રના અંતે ૫૭.૮૫ વધી ૨૫૪૮૨.૫૦ બંધ રહ્યો હતો. મિડકેપમાં આકર્ષણ રહ્યું હતું અને નિફટીમિડકેપ ૧૦૦ ઈન્ડેકસ ૩૩૯.૭૫ પોઈન્ટ ઊંચકાયો હતો.

એઆઈને કારણે ખલેલ  ઓછી પડવાના અહેવાલે  નિફટી આઈટી ઈન્ડેકસમાં ધોવાણ અટકી ૪૭૨ પોઈન્ટ વધ્યો 

એઆઈ ડેવલપરો અને આઈટી સર્વિસ પૂરી પાડતી કંપનીઓ સહયોગ શકય હોવાના અહેવાલે આઈટી ક્ષેત્રની કંપનીના રોકાણકારોને રાહત થઈ હતી. છેલ્લા કેટલાક સમયથી આઈટી શેરોમાં શરૂ થયેલું ધોવાણ અટકયું હતું અને લેવાલી નીકળી હતી. નિફટી ઈન્ડેકસમાંના દરેક ઘટક ઉછાળા સાથે બંધ રહ્યા હતા. એચસીએલ ટેક રૂપિયા ૩૯.૦૦ વધી રૂપિયા ૧૩૭૮.૨૦,  ટીસીએસ રૂપિયા ૫૫.૬૦ વધી રૂપિયા ૨૬૨૯.૩૦, ટેક મહિન્દ્રા રૂપિયા ૧૬.૪૦ વધી રૂપિયા ૧૩૬૧.૮૦, ઈન્ફોસિસ રૂપિયા ૧૪.૬૦ વધી રૂપિયા ૧૨૯૦.૧૦ તથા વિપ્રો રૂપિયા ૧.૭૮ વધી રૂપિયા ૨૦૧.૯૨ બંધ રહ્યો હતો. 

ફેબુ્રઆરીમાં વાહનોના રજિસ્ટ્રેશનમાં વીસ ટકા જેટલો વધારો થયાના સંકેત ઓટો શેરો ઊંચકાયા

ફેબુ્રઆરીમાં વાહનોનું રજિસ્ટ્રેશન વાર્ષિક ધોરણે વીસ ટકા ઊંચુ રહ્યું હોવાના અહેવાલે ઓટો વેચાણ વધ્યુ હોવાના સંકેત મળી રહ્યા છે. ખાસ કરીને ટુ વ્હીલર્સ તથા કમર્સિઅલ વાહનોના રજિસ્ટ્રેશનમાં વધારો થયો છે. સારા રવી પાકને કારણે ગ્રામ્ય સ્તરેથી માગ નીકળી હોવાનું જણાવાઈ રહ્યું છે. હીરો મોટોકોર્પ રૂપિયા ૨૨૬.૫૦ વધી રૂપિયા ૫૭૩૭.૫૦, ટીવીએસ મોટર  રૂપિયા ૧૧૫.૮૦ વધી રૂપિયા ૩૯૩૨.૦૦, ભારત ફોર્જ રૂપિયા ૪૩.૭૦ વધી રૂપિયા ૧૯૦૨.૦૦, મહિન્દ્રાએન્ડમહિન્દ્રા રૂપિયા ૫૮.૧૦ વધી રૂપિયા ૩૪૯૧.૩૦ તથા મધરસન રૂપિયા ૧.૬૮ વધી રૂપિયા ૧૩૩.૨૪ બંધ રહ્યો હતો. 

સોલાર સેલ અને પેનલ પર અમેરિકાએ કાઉન્ટરવેલિંગ ડયૂટી લાગુ કરતા સોલાર સ્ટોકસમાં વેચવાલી

અમેરિકાએ ભારતના સોલાર સેલ તથા પેનલ પર ૧૨૬ ટકા પ્રારંભિક કાઉન્ટરવેલિંગ ડયૂટી લાગુ કરતા ભારતની સોલાર તથા રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રની કંપનીના શેરોમાં ભારે વેચવાલી આવતા ભાવ દબાયા હતા. વારી એનર્જીસ રૂપિયા ૩૧૫.૦૦ ઘટી રૂપિયા ૨૭૦૮.૫૦, પ્રીમિયર એનર્જીસ રૂપિયા ૪૭.૬૫ ઘટી રૂપિયા ૭૨૯.૪૦, સુઝલોન રૂપિયા ૦.૯૫ ઘટી રૂપિયા ૪૩.૧૮, ઈન્ડિયન રિન્યુ રૂપિયા ૦.૫૨ ઘટી રૂપિયા ૧૨૫.૪૯, સ્ટર્લિંગ વિલ્સન રૂપિયા ૨.૭૧ ઘટી રૂપિયા ૨૦૧.૮૦ બંધ રહ્યો હતો. 

ચાંદીમાં તેજી, ઔદ્યોગિક માગ તાૃથા સેફગાર્ડ ડયૂટીના લાભોને પગલે મેટલ શેરોમાં આકર્ષણ

ચાંદીમાં તેજીને કારણે ચાંદી સાથે સંકળાયેલા મેટલ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. આ ઉપરાંત સ્ટીલ પર સેફગાર્ડ ડયૂટીના લાભો હવે જોવા મળવાનું શરૂ થશે તેવી ગણતરીએ પણ મેટલ શેરોમાં સુધારો રહ્યો હતો.  એનએસઈ પર લોયડસ મેટલ્સ રૂપિયા ૮૭.૭૦ વધી રૂપિયા ૧૨૫૧.૮૦, નેલ્કો રૂપિયા ૧૬.૮૦ વધી રૂપિયા ૩૫૯.૮૦, વેદાંતા રૂપિયા ૩૨.૭૦ વધી રૂપિયા ૭૨૭.૮૦, હિન્દ કોપર રૂપિયા ૨૨.૫૦ વધી રૂપિયા ૫૮૫.૯૫, હિન્દ ઝિંક રૂપિયા ૨૧.૭૦ વધી રૂપિયા ૬૧૯.૦૫, સેઈલ રૂપિયા ૪.૭૫ વધી રૂપિયા ૧૬૪.૯૩, ટાટા સ્ટીલ રૂપિયા ૫.૫૧ વધી રૂપિયા ૨૧૪.૬૪ બંધ રહ્યો હતો. સેફગાર્ડ ડયૂટીને કારણે ઘરઆંગણેના સ્ટીલ ઉત્પાદકોનું સ્થાનિકમાં વેચાણ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ડીફેન્સ શેરોમાં મિશ્ર પ્રવાહઃ બીઈએમલ, ઝેન ટેક, ભારત ઈલે તાૃથા હિન્દુસ્તાન એરો.માં સુાૃધારો 

સંરક્ષણ ક્ષેત્ર માટેના બજેટમાં વધારાને કારણે પસંદગીના ડીફેન્સ શેરોમાં આકર્ષણ જળવાઈ રહ્યું છે. બીઈએમએલ રૂપિયા ૨૧.૩૦ વધી રૂપિયા ૧૭૧૯.૨૦, ઝેન ટેક રૂપિયા ૧૫.૪૦ વધી રૂપિયા ૧૩૪૦.૪૦, ભારત ઈલે. રૂપિયા ૪.૨૫ વધી રૂપિયા ૪૩૯.૩૦, હિન્દુસ્તાન એરો. રૂપિયા ૩૨.૪૦ વધી રૂપિયા ૩૯૮૫.૦૦, ડીસીએકસ સિસ્ટમ્સ રૂપિયા ૩.૬૭ વધી રૂપિયા ૧૭૫.૧૮ બંધ રહ્યા હતા. એમટાર ટેક પ્રોફિટ બુકિંગ રૂપિયા ૭૭.૭૦ ઘટી રૂપિયા ૩૬૮૧.૫૦, સિયેન્ટ ડીએલએમ રૂપિયા ૬.૮૦ ઘટી રૂપિયા ૩૧૨.૨૦, મઝગામ ડોક રૂપિયા ૧૮.૬૦ ઘટી રૂપિયા ૨૨૩૭.૮૦ જ્યારે પારસ ડીફેન્સ રૂપિયા ૧.૫૫ ઘટી રૂપિયા ૬૩૧.૧૦ બંધ રહ્યો હતો. 

સેન્સેકસ હેવીવેઈટસમાં ઊંચા માૃથાળે પ્રોફિટ બુકિંગથી ઘટાડોઃ રિલાયન્સ, એસબીઆઈ, અદાણી પોર્ટ તૂટયા

સેન્સેકસ હેવી વેઈટસમાં ઊંચા મથાળે   લેણ કપાયુ હતું. રિલાયન્સ ઈન્ડ. રૂપિયા ૩૧.૯૫ ઘટી રૂપિયા ૧૩૯૮.૨૦, એસબીઆઈ રૂપિયા ૨૩.૬૫ ઘટી રૂપિયા ૧૨૦૦.૨૦, અદાણી પોર્ટસ રૂપિયા ૨૬.૮૦ ઘટી રૂપિયા ૧૫૨૮.૪૫, ભારતી એરટેલ રૂપિયા ૧૯૧૩.૬૫, આઈટીસી રૂપિયા ૩.૯૫ ઘટી રૂપિયા ૩૧૯.૬૦ તથા કોટક મહિન્દ્રા રૂપિયા ૨.૫૫ ઘટી રૂપિયા ૪૨૫.૦૫ બંધ રહ્યો હતો. સન ફાર્મા રૂપિયા ૩૧.૯૦ વધી રૂપિયા ૧૭૬૨.૪૫,  એક્સિઝ બેન્ક રૂપિયા ૧૫.૩૫ વધી રૂપિયા ૧૪૦૩.૦૦ બંધ રહ્યો હતો. 

એફઆઈઆઈની કેશમાં રૂ. ૨૯૯૧.૬૪  કરોડની જ્યારે ડીઆઈઆઈની રૂ. ૫૧૧૮.૫૭  કરોડની  લેવાલી

બુધવારે એફઆઈઆઈની ભારતીય બજારમાં રૂપિયા ૩૦૩૬૯.૪૮  કરોડની લેવાલી સામે રૂપિયા ૨૭૩૭૭.૮૪ કરોડની વેચવાલી સાથે  રૂપિયા ૨૯૯૧.૬૪  કરોડની નેટ લેવાલી રહી હતી. ડીઆઈઆઈની રૂપિયા ૧૮૩૪૬.૪૯ કરોડની લેવાલી સામે રૂપિયા ૧૩૨૨૭.૯૨ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૫૧૧૮.૫૭ કરોડની નેટ લેવાલી રહી હતી. વર્તમાન મહિનામાં એફઆઈઆઈ ભારતીય બજારમાં સક્રિય બન્યા હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીમાં ₹5800નો ઘટાડો, સોનું ₹1.60 લાખની નીચે, શેરબજારે પણ રોકાણકારોને મુંઝવ્યાં | Gold Silver Pric…
Business

ચાંદીમાં ₹5800નો ઘટાડો, સોનું ₹1.60 લાખની નીચે, શેરબજારે પણ રોકાણકારોને મુંઝવ્યાં | Gold Silver Pric…

February 26, 2026
વૈશ્વિક બજાર પાછળ ચાંદીમાં રૂ.2500નો ઉછાળોઃ પ્લેટીનમ પણ રૂ.3000 વધ્યું | Silver jumps by Rs 2500 on …
Business

વૈશ્વિક બજાર પાછળ ચાંદીમાં રૂ.2500નો ઉછાળોઃ પ્લેટીનમ પણ રૂ.3000 વધ્યું | Silver jumps by Rs 2500 on …

February 26, 2026
મિલો દ્વારા માર્ચમાં ખુલ્લા બજારમાં વેચાણ કરવા 22.50 લાખ ટન ખાંડ છૂટી કરાઈ | Mills released 22 50 la…
Business

મિલો દ્વારા માર્ચમાં ખુલ્લા બજારમાં વેચાણ કરવા 22.50 લાખ ટન ખાંડ છૂટી કરાઈ | Mills released 22 50 la…

February 26, 2026
Next Post
નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું | pm modi is…

નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું | pm modi is...

મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રા નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પ…

મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રા નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પ...

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ | Gujarat Rain I…

VIDEO : નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ | Gujarat Rain I…

4 months ago
‘PM મોદી EVM નહીં, દિલ હેક કરે છે…’ લોકસભામાં કંગના રણૌત, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન | Parliament …

‘PM મોદી EVM નહીં, દિલ હેક કરે છે…’ લોકસભામાં કંગના રણૌત, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન | Parliament …

3 months ago
મહારથીઓ, લોકલ ફંડોનીતોફાની તેજી : સેન્સેક્સ 700 પોઈન્ટની છલાંગે 82755 | Sensex jumps 700 points to 8…

મહારથીઓ, લોકલ ફંડોનીતોફાની તેજી : સેન્સેક્સ 700 પોઈન્ટની છલાંગે 82755 | Sensex jumps 700 points to 8…

8 months ago
લદાખ હિંસા મુદ્દે સરકારને મોટો ઝટકો! આંદોલનકારીઓએ વાતચીતનો કર્યો ઈનકાર, જાણો શું શરત રાખી | ladakh v…

લદાખ હિંસા મુદ્દે સરકારને મોટો ઝટકો! આંદોલનકારીઓએ વાતચીતનો કર્યો ઈનકાર, જાણો શું શરત રાખી | ladakh v…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News