gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે ખુશખબર ! પીયૂષ ગોયલ-USના બે મોટા અધિકારી વચ્ચેની બેઠક સફળ | India US T…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in INDIA
0 0
0
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે ખુશખબર ! પીયૂષ ગોયલ-USના બે મોટા અધિકારી વચ્ચેની બેઠક સફળ | India US T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ખુશખબરી આપી છે. તેમણે અમેરિકન વાણિજ્ય સચિવ હૉવર્ડ લટનિક અને ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોર સાથે મુલાકાત કરી છે. ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમેરિકાના બે મોટા અધિકારીઓ સાથે ગુરુવારે (26 ફેબ્રુઆરી) યોજીયેલી બેઠકો ફોટો શેર કર્યો છે અને કહ્યું કે, બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને લઈને સફળ ચર્ચા થઈ છે.

USમાં ટેરિફ ઘમાસાણ બાદ યોજાઈ બેઠક

પીયૂષ ગોયલે (Piyush Goyal) દ્વિપક્ષીય આર્થિક સહયોગને વધારવાની દિશામાં યોજાયેલી બેઠકને એક સકારાત્મક પગલું ગણાવ્યું છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘લટનિક અને સર્જિયો ગોરની મહેમાનગતિ કરી. આ દરમિયાન તેમની સાથે વેપાર અને આર્થિક ભાગીદારીને વધારવા અંગે સફળ ચર્ચા થઈ છે.’ ઉલ્લેખનીય છે કે, અમેરિકન સુપ્રીમ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઝિંકેલા રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ગણાવીને રદ કરી દીધો છે, જેના કારણે ટ્રમ્પે ભડકીને વિશ્વ પર 15 ટકા ટેરિફ ઝિંકી દીધો છે. આ ઘટનાક્રમ વચ્ચે ગોયલે આ બેઠકને મહત્ત્વપૂર્ણ અને સફળ ગણાવી છે.

ટ્રેડ ડીલ પૂરી કરવા પર મંથન

સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ અમેરિકામાં ટેરિફ મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે, વેપાર પરિસ્થિતિઓમાં ફેરફારો થઈ રહ્યા છે, તેમ છતાં ભારત અને અમેરિકા વેપાર સમજૂતી પુરી કરવાની બાબતને પ્રાથમિકતા આપી રહ્યા છે. હાલ બંને દેશો વેપાર સમજૂતીના લીગલ ડ્રાફ્ટની સમીક્ષા કરી રહ્યા છે. ટ્રેડ ડીલ અંગેની ચર્ચાઓમાં રોકાણ કરવા માટે નવા સેક્ટરોની ઓળખથી લઈને વર્તમાન સમસ્યાઓ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને આપ્યો હતો મોટો ઝટકો

ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળ્યા પછી નેશનલ ઈમર્જન્સી પાવર ઍક્ટ હેઠળ દુનિયાના લગભગ બધા દેશો પર ‘રેસિપ્રોકલ’ ટૅરિફનું શસ્ત્ર ઉગામીને આખા વિશ્વને હચમચાવી નાંખ્યું હતું. પરંતુ હવે એક વર્ષ પછી અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે (20 ફેબ્રુઆરી) આદેશ આપ્યો છે કે, અમેરિકન બંધારણમાં ટૅરિફ નાંખવાનો અધિકાર માત્ર સંસદને અપાયેલો છે. પ્રમુખ ટ્રમ્પને ટૅરિફ નાંખવાનો કોઈ કાયદાકીય અધિકાર જ નથી. આથી, ટ્રમ્પે દુનિયાના દેશો પર નાંખેલા રેસિપ્રોકલ સહિતના ટૅરિફ ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે 6-3ની બહુમતીથી આ ચૂકાદો આપતા ટ્રમ્પની આક્રમક વિદેશ અને વેપાર નીતિને મોટો ફટકો પહોંચાડયો છે. જોકે, ટ્રમ્પે ટૅરિફ મારફત દુનિયાભરમાંથી ડિસેમ્બર 2025 સુધીમાં 133 અબજ ડૉલર અમેરિકાના ખજાનામાં ઠાલવ્યા છે. આ રકમ કંપનીઓને રિફંડ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કોઈ ફોડ પાડયો નથી. બીજીબાજુ અમેરિકાના નાના ઉદ્યોગોએ ઝડપથી રિફંડ મળવાની આશા વ્યક્ત કરી છે. આ ચુકાદાથી અમેરિકાના આયાતકારોને લાભ થયો છે.

આ પણ વાંચો : રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી, કૃષિ… PM મોદી અને નેતન્યાહૂની બેઠકમાં MoU પર હસ્તાક્ષર

સુપ્રીમ કોર્ટનો ચુકાદો છતાં ટ્રમ્પે 15 ટકા ગ્લોબલ ટૅરિફ ઝિંક્યો

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પે દુનિયા પર નાંખેલા ટૅરિફને ગેરકાયદે ઠેરવતા અમેરિકન આયાતકારો અને વિશ્વને ટ્રમ્પના ટૅરિફની ચુંગાલમાંથી છુટવાની રાહત મળશે તેવી આશા જાગી હતી. પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ તુરંત જ પ્રમુખ ટ્રમ્પે 10 ટકા ગ્લોબલ ટૅરિફ (Global Tariff) ઝીંકી બધાની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. આ ઓછું હોય તેમ જાહેરાત કર્યાના થોડા જ કલાકોમાં ટ્રમ્પે ગ્લોબલ ટૅરિફ વધારીને 15 ટકા કરી નાખ્યો હતો. સુપ્રીમના આદેશ છતાં ટ્રમ્પે કહ્યું કે, કશું જ બદલાયું નથી. ભારતે ટૅરિફ આપવો જ પડશે અને અમેરિકા ટૅરિફ નહીં જ આપે. હું જે ઇચ્છું તે કરી શકું છું. જોકે, ભારત માટે રાહત વાત એ છે કે અમેરિકા સાથે વેપાર સોદામાં લગાવાયેલો 18 ટકા ટૅરિફ હવે 15 ટકા થઈ ગયો છે.

ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ કેટલે સુધી પહોંચી?

ટેરિફ મામલે ભારત-અમેરિકા વચ્ચે અનેક તબક્કામાં બેઠકોનો દોર યોજાઈ ગયો છે, જેમાં વાતચીત બનતી અને બગડતી રહી છે. અમેરિકાએ એપ્રિલ-2025માં ભારત પર 25 ટકા ટેરિફ ઝિંક્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ-2025માં રશિયા સાથે તેલ ખરીદવા મામલે ટ્રમ્પે નારાજ થઈને વધુ 25 ટકા ટેરિફ ઝિંક્યો હતો. એટલે આ ટેરિફ કુલ 50 ટકા થઈ ગયો હતો. ત્યારબાદ બેઠકો પર બેઠકો યોજાઈ, જેમાં ફેબ્રુઆરી-2026માં મામલે થાડે પડ્યો અને ટ્રમ્પે ડીલ પર સંમત થઈ હોવાનું નિવેદન આપીને ભારત ઝિંકેલો ટેરિફ 18 ટકા કરવાની જાહેરાત કરી. ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક તૈયાર થઈ ગયું છે, માત્ર તેને અંતિમરૂપ આપવાનું બાકી છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતી કરવાના પહેલા તબક્કામાં હસ્તાક્ષર કરવાની અને તેને લાગુ કરવા કાયદાકીય દસ્તાવેજ બનાવવો જરૂરી છે.

આ પણ વાંચો : અમેરિકાએ વિશ્વભરને ચોંકાવ્યા : લાંબી મારક ક્ષમતા ધરાવતી સસ્તી મિસાઈલ બનાવી, યુક્રેનને રાહત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ… ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત |…
INDIA

7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ… ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત |…

May 28, 2026
CBSE વિવાદ : રાહુલ ગાંધી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામસામે, એકબીજા પર કર્યા શાબ્દિક પ્રહાર…
INDIA

CBSE વિવાદ : રાહુલ ગાંધી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામસામે, એકબીજા પર કર્યા શાબ્દિક પ્રહાર…

May 28, 2026
મુસાફરોને કન્ફર્મ સીટ છતાં ઉભા-ઉભા કરવી પડી સફર! કન્ઝ્યુમર કોર્ટે રેલવે વિભાગને જવાબદાર ઠેરવ્યું, આપ…
INDIA

મુસાફરોને કન્ફર્મ સીટ છતાં ઉભા-ઉભા કરવી પડી સફર! કન્ઝ્યુમર કોર્ટે રેલવે વિભાગને જવાબદાર ઠેરવ્યું, આપ…

May 28, 2026
Next Post
સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે…

સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે...

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ…

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ...

સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …

સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

2 months ago
ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે “ડી.જી.પી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૪”નું શાનદાર સમાપન

ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે “ડી.જી.પી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૪”નું શાનદાર સમાપન

1 year ago
અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે ‘ગૃહ ઉદ્યોગ’, દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ …

અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે ‘ગૃહ ઉદ્યોગ’, દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ …

2 months ago
રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી: ચાંદીમાં રૂ.13 હજારનો ઉછાળો | Precious metals surge as rupe…

રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી: ચાંદીમાં રૂ.13 હજારનો ઉછાળો | Precious metals surge as rupe…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News