![]()
ઈરાન-અમેરિકા ન્યુક્લિયર મામલે વાટાઘાટ પૂર્વે સાવચેતી : સ્મોલ, મિડ કેપમાં વેલ્યુબાઈંગ
મુંબઈ : ઈરાન અને અમરિકા વચ્ચે ન્યુક્લિયર સમજૂતી મામલે વાટાઘાટ પૂર્વે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે સાવચેતીનો ટ્રેન્ડ રહ્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી થશે કે મામલો ઘોંચમાં પડશે એની અનિશ્ચિતતા હજુ કાયમ હોઈ ફરી જીઓપોલિટીકલ ટેન્શનનું જોખમ હોવાને લઈ ફંડો શેરોમાં ઉછાળે સાવચેત બની ગયા હતા. અલબત આ સાવચેતી ઈન્ડેક્સ બેઝડ હેવીવેઈટ શેરોમાં પણ પણ અનિશ્ચિત રહી હતી. અમેરિકાએ ભારતની સોલાર પેનલની આયાત પર ૧૨૫ ટકા જેટલી ટેરિફ લાદ્યાની નેગેટીવ અસર બાદ આજે પાવર શેરોમાં ઉડાઉડ અટકી હતી. ફંડોની આઈટી શેરોમાં આરંભિક તેજી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતના પસંદગીના શેરોમાં ખરીદી સામે એચડીએફસી બેંક, એક્સિસ બેંક સહિતમાં વેચવાલીએ આરંભિક સુધારો ધોવાયો હતો. ફંડો, મહારથીઓએ આજે હેલ્થકેર-ફાર્મા, ઓટોમોબાઈલ, બેંકિંગ, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીની આરંભિક ખરીદી કરીને બજારને ઉંચકાવ્યું હતું. અલબત ઉછાળે ઈન્ડેક્સ બેઝડ આઈટી શેરોમાં વેચવાલી અને અન્ય શેરોમાં પ્રોફિટ બુકિંગે ઉછાળો ઓસર્યો હતો. સેન્સેક્સ ઉપરમાં ૮૨૫૭૯.૧૬ સુધી જઈ અંતે ૨૭.૪૬ પોઈન્ટ ઘટીને ૮૨૨૪૮.૬૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઉપરમાં ૨૫૫૭૨.૯૫ સુધી જઈ અંતે ૧૪.૦૫ પોઈન્ટ વધીને ૨૫૪૯૬.૫૫ બંધ રહ્યો હતો.
ફાર્મા-હેલ્થકેર શેરોમાં ફંડોની મજબૂતી : સનોફી કન્ઝયુમર રૂ.૫૭૫, મેનકાઈન્ડ રૂ.૧૨૫ ઉછળ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડો સિલેક્ટિવ મોટી ખરીદી કરી હતી. સનોફી કન્ઝયુમર હેલ્થકેર ઈન્ડિયા રૂ.૫૭૫.૧૦ ઉછળીને રૂ.૪૫૮૦.૮૫, મેનકાઈન્ડ રૂ.૧૨૫ વધીને રૂ.૨૨૮૦.૦૫, થેમીસ મેડી રૂ.૪.૧૪ વધીને રૂ.૮૭.૦૬, ડીકાલ રૂ.૮.૩૫ વધીને રૂ.૧૮૫, લિન્કન ફાર્મા રૂ.૨૬.૪૫ વધીને રૂ.૬૩૮, સાંઈ લાઈફ રૂ.૩૯.૫૫ વધીને રૂ.૯૬૪.૨૦, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૩૩.૨૫ વધીને રૂ.૯૬૪.૦૫, વેનબરી રૂ.૮.૭૫ વધીને રૂ.૨૬૩, કોપરાન રૂ.૩.૪૦ વધીને રૂ.૧૩૩.૧૫, હેસ્ટર બાયો રૂ.૩૭.૪૦ વધીને રૂ.૧૫૭૮.૫૦, અલ્કેમ રૂ.૧૩૨.૯૦ વધીને રૂ.૫૭૫૦.૭૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૨૩.૪૭ પોઈન્ટ વધીને ૪૪૪૩૬.૪૮ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૧૫ ઉછળ્યો : ડાટાપેટર્ન રૂ.૧૦૭, સીજી પાવર રૂ.૧૩, કોચીન શિપ રૂ.૨૩ વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી થઈ હતી. અલબત ઉછાળે કેટલાક શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. ડાટા પેટર્નસ રૂ.૧૦૬.૬૫ વધીને રૂ.૩૧૭૮.૩૫, સીજી પાવર રૂ.૧૨.૯૫ વધીને રૂ.૭૨૬.૧૦, કોચીન શિપ રૂ.૨૩.૪૫ વધીને રૂ.૧૫૧૧.૩૫, ભારત ડાયનામિક્સ રૂ.૧૫.૫૫ વધીને રૂ.૧૨૫૬.૩૦, વારી એનજીૅ રૂ.૩૧.૪૫ વધીને રૂ.૨૭૪૦, મઝગાંવ ડોક પરૂ.૨૫.૫૦ વધીને રૂ.૨૨૬૪.૬૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૧૪.૮૫ વદીને રૂ.૧૪૧૯.૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૧૫.૯૬ પોઈન્ટ વધીને ૭૦૮૦૪.૨૭ બંધ રહ્યો હતો.
ઓટોમોબાઈલ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : બજાજ ઓટો રૂ.૮૭ વધ્યો : મહિન્દ્રા, મારૂતી સુઝુકીમાં તેજી
ઓટોમોબાઈલ ક્ષેત્રે ફંડોએ આજે ઘટાડે પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. બજાજ ઓટો રૂ.૮૬.૯૫ વધીને રૂ.૯૧૮૨.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૮.૫૫ વધીને રૂ.૩૬૫૩.૩૫, મારૂતી સુઝુકી રૂ.૧૧૯.૪૦ વધીને રૂ.૧૬,૬૯૬.૫૫, આઈશર મોટર્સ રૂ.૩૬.૦૫ વધીને રૂ.૭૩૩૫.૦૫, ટીવીએસ મોટર રૂ.૧૬.૮૦ વધીને રૂ.૩૭૦૨.૫૫, બોશ રૂ.૧૩૬.૩૦ વધીને રૂ.૩૬,૪૪૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૯૮.૮૬ પોઈન્ટ વધીને ૬૩૩૮૧.૬૨ બંધ રહ્યો હતો.
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજી : ઈન્દ્રપ્રસ્થ ગેસ, ઈન્ડિયન ઓઈલ, એચપીસીએલ વધ્યા
ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે રિલાયન્સ પાછળ મજબૂતી રહી હતી. ઈરાન-અમેરિકા વચ્ચે ન્યુક્લિયર મામલે વાટાઘાટ પૂર્વે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ એકંદર ઘટાડા તરફી રહ્યા હતા. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૪૦ વધીને રૂ.૧૭૨.૩૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૩.૫૦ વધીને રૂ.૧૮૬.૫૦, એચપીસીએલ રૂ.૭.૨૫ વધીને રૂ.૪૪૩.૯૫, બીપીસીએલ રૂ.૪.૯૦ વધીને રૂ.૩૮૫.૯૦, ઓએનજીસી રૂ.૨.૭૫ વધીને રૂ.૨૮૦.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૦૨.૦૬ પોઈન્ટ વધીને ૨૯૬૦૨.૪૩ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મિશ્ર ટ્રેન્ડ : આઈડીએફસી ફર્સ્ટ બેંક, ઈન્ડસઈન્ડ વધ્યા : એચડીએફસી બેંક ઘટયો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં કૌભાંડની નેગેટીવ અસર બાદ ઘટાડે કવરિંગે રૂ.૨.૫૬ વધીને રૂ.૭૨.૮૩, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૭.૨૫ વધીને રૂ.૯૬૪.૪૫, બેંક ઓફ બરોડા રૂ.૮.૭૫ વધીને રૂ.૩૨૪.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯ વધીને રૂ.૧૨૦૯.૨૦ રહ્યા હતા. એચડીએફસી બેંક રૂ.૮.૯૦ ઘટીને રૂ.૮૯૮.૮૫, એયુ બેંક રૂ.૯.૧૦ ઘટીને રૂ.૯૭૩.૧૦, એક્સિસ બેંક રૂ.૭.૮૦ ઘટીને રૂ.૧૩૯૪.૭૦ રહ્યા હતા. આ સિવાય જે એન્ડ કે બેંક રૂ.૮.૯૦ ઉછળીને રૂ.૧૨૧.૨૫, સૂર્યોદય બેંક રૂ.૯.૦૫ વધીને રૂ.૧૨૫.૯૦, આધાર હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૬.૦૫ વધીને રૂ.૪૭૩.૮૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૯૨.૯૪ પોઈન્ટ વધીને ૬૮૮૩૭.૫૦ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું ઘટાડે વેલ્યુબાઈંગ : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૧૧૮ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ ઉછાળે સાવચેતીમાં અંતે સ્થિરતા જોવાયા સામે ફંડો, ખેલંદાઓએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૪૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૧૮ અને ઘટનારની સંખ્યા ૨૦૪૭ રહી હતી.
તેજસ નેટ રૂ.૫૪, બ્લુ ફોર્જ રૂ.૪૬ ઉછળ્યા : સ્પાઈસ જેટ, કેએસબી, તાન્લા, ઝેગલ, જયોતી સ્ટ્રક્ચર્સમાં તેજી
એ ગુ્રુપના પ્રમુખ વધનાર અન્ય શેરોમાં તેજત નેટ રૂ.૫૪.૪૫ ઉછળીને રૂ.૩૭૨.૩૫, બ્લુ ફોર્જ રૂ.૪૪.૬૦ વધીને રૂ.૪૯૦.૭૫, સ્પાઈસ જેટ રૂ.૧.૪૨ વધીને રૂ.૧૫.૯૦, કેએસબી રૂ.૬૪.૮૫ વધીને રૂ.૭૮૩.૩૦, જયોતી સ્ટ્રકચર્સ ૮૬ પૈસા વધીને રૂ.૧૨.૯૯, ઝેગલ રૂ.૧૫.૩૫ વધીને રૂ.૨૩૨.૯૫, તાન્લા રૂ.૨૫.૯૫ વધીને રૂ.૪૬૯, પ્રીમિયર એક્સપ્લોઝિવ રૂ.૨૯.૫૫ વધીને રૂ.૫૪૧.૭૦ રહ્યા હતા.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૬૮.૪૯ લાખ કરોડ
સેન્સેક્સમાં નરમાઈ અને નિફટીમાં સાધારણ મજબૂતી સામે સાઈડ માર્કેટમાં ફંડોની પસંદગીની તેજીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૧.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૬૮.૪૯ લાખ કરોડ રહી હતી.










