gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in Business
0 0
0
છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ક્રુડ ઓઈલના ભાવ ૧૫૦ ડોલર પહોંચવાના અંદાજો, સપ્લાય ક્રાઈસીસના અહેવાલ

મુંબઈ : ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાનું યુદ્વ વકરતું જઈ મિડલ-ઈસ્ટમાં વધુ વિસ્તારોમાં ફેલાવા લાગ્યાના અને ઈરાન અને અમેરિકા, ઈઝરાયેલના એકબીજા પર વધતાં હુમલા અને પરસ્પર દાવાઓ વચ્ચે વિશ્વમાં એનજીૅ-ફયુલ કટોકટી સર્જાવાના અહેવાલો વચ્ચે અમેરિકાએ ભારતના રશીયા પાસેથી એક મહિના માટે ઓઈલની ખરીદી કરવાની મંજૂરી આપ્યા સામે બીજી તરફ કત્તાર દ્વારા ગેસનો પુરવઠો બંધ થતાં ક્રાઈસીસની શકયતાના અહેવાલોએ આજે ફરી શેરોમાં ઢગલો થઈ ગયો હતો. વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ટૂંકાગાળામાં ૧૫૦ ડોલર પ્રતિ બેરલ પહોંચી જવાના અંદાજો મૂકાવા લાગતાં નેગેટીવ અસરે આજે સપ્તાહના અંતે ખેલાડીઓએ રાતવાસો નહીં કરવાનું નક્કી કરી મોટો વેપાર હળવો કર્યો હતો. ગઈકાલે ઈરાન મામલે ખોટા અહેવાલો વહેતાં કરીને શોર્ટ સેલરોનો વેચાણો કપાવવામાં આવ્યા બાદ આજે આ શોર્ટ સેલરોની ગેમ કરનારા ખેલાડીઓએ મોટું સેલિંગ કર્યાની ચર્ચા હતી. સપ્તાહના અંતે આજે ફંડોએ ફરી બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટું હેમરિંગ કર્યા સાથે ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી કરતાં છેલ્લા કલાકમાં કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સ ૧૦૯૭ પોઈન્ટ તૂટીને ૭૮૯૧૮.૯૦ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૩૧૫.૪૫ પોઈન્ટ ગબડીને ૨૪૪૫૦.૪૫ બંધ રહ્યા હતા.

બેંકેક્સ ૧૪૨૦ પોઈન્ટ તૂટયો : ખાનગી બેંક શેરો આઈસીઆઈસીઆઈ, એક્સિસ, એચડીએફસી તૂટયા

ખાનગી બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ મોટાપાયે હેમરિંગ કરતાં અનેક શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪૬.૧૦ તૂટીને રૂ.૧૩૧૩.૩૫, એક્સિસ બેંક રૂ.૩૪.૮૦ તૂટીને રૂ.૧૩૧૫.૯૦, એચડીએફસી બેંક રૂ.૨૦.૯૫ તૂટીને રૂ.૮૫૭.૧૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૭.૮૦ ઘટીને રૂ.૧૧૪૩.૫૫, પંજાબ નેશનલ બેંક રૂ.૨.૭૦ ઘટીને રૂ.૧૧૯.૩૦, બેંક ઓફ બરોડા રૂ.૬.૫૦ ઘટીને રૂ.૨૯૫.૨૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૭.૬૦ ઘટીને રૂ.૩૯૯.૯૫ રહ્યા હતા. આ સાથે ફાઈનાન્સ,અન્ય બેંકિંગ શેરોમાં મીડિયા આસિસ્ટ રૂ.૧૮.૨૦ તૂટીને રૂ.૩૨૩.૮૦, સીએસએલ ફાઈનાન્સ રૂ.૧૦.૭૦ ઘટીને રૂ.૨૪૫.૮૫, ડેમ કેપિટલ રૂ.૫.૯૦ ઘટીને રૂ.૧૩૬.૫૫, સ્પન્દનાસ્ફૂર્તિ રૂ.૮.૯૦ ઘટીને રૂ.૨૩૫.૪૦, પોલીસી બાઝાર રૂ.૪૭ ઘટીને રૂ.૧૪૨૮.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૪૧૯.૬૧ પોઈન્ટ તૂટીને ૬૪૯૯૧.૧૯ બંધ રહ્યો હતો.

ઓટોમોબાઈલ શેરોમાં ફરી વેચવાલીનું પ્રેશર : અશોક લેલેન્ડ, મધરસન, હ્યુન્ડાઈ, મારૂતી સુઝુકી ઘટયા

ક્રુડ ઓઈલના ભાવમાં ફરી મજબૂતી સાથે ભાવ પ્રતિ બેરલ ૧૫૦ ડોલર ટૂંકાગાળામાં પહોંચવાની આગાહી થવા લાગતાં અને ઘર આંગણે ગેસનો પુરવઠો પણ નિયંત્રિત કરવાના અહેવાલ સાથે ભાવમાં વધારો કરવામાં આવી રહ્યાના રિપોર્ટે નેગેટીવ અસરે ઓટો શેરોમાં ફરી વેચવાલીનું દબાણ જોવાયું હતું. અશોક લેલેન્ડરૂ.૮.૬૫ ઘટીને રૂ.૧૯૪.૫૫, મધરસન સુમી રૂ.૩.૭૫ ઘટીને રૂ.૧૨૨.૭૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૪૫.૭૫ ઘટીને રૂ.૨૦૮૯.૩૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૫૯.૩૫ ઘટીને રૂ.૨૭૨૧.૬૦, મારૂતી સુઝુકી રૂ.૨૬૭.૨૦ ઘટીને રૂ.૧૪,૧૪૯.૧૫, હીરો મોટોકોર્પ રૂ.૭૭.૫૦ ઘટીને રૂ.૫૫૦૮.૩૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૪.૪૫ ઘટીને રૂ.૩૫૦.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૬૮.૪૬ પોઈન્ટ ઘટીને ૫૯૮૨૯.૮૬ બંધ રહ્યો હતો. 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ડિક્સન ટેકનો રૂ.૧૯૪ તૂટીને રૂ.૧૦૦૩૩ : કલ્યાણ જવેલર્સ, ટાઈટન ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે ફંડોએ ઉછાળે વેચવાલી કરી હતી. બીએસઈ ડિક્સન ટેકનોલોજી રૂ.૧૯૪.૩૦ ઘટીને રૂ.૧૦,૦૩૩.૬૦, કલ્યાણ જવેલર્સ રૂ.૪.૫૫ ઘટીને રૂ.૩૯૫.૬૦, પીજી ઈલેક્ટ્રો રૂ.૬.૪૫ ઘટીને રૂ.૬૦૮, ટાઈટન રૂ.૩૫.૫૦ ઘટીને રૂ.૪૨૪૦.૪૦ રહ્યા હતા. કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૪૪.૨૪ પોઈન્ટ ઘટીને ૫૭૩૮૪.૫૭ બંધ રહ્યો હતો.

ડિફેન્સ, કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું ઘટાડે બાઈંગ : ભારત ડાયનામિક્સ, મઝગાંવ, કોચીન શીપ ઉછળ્યા

ઈરાન યુદ્વના કારણે વિશ્વની શસ્ત્રો, યુદ્વ જહાજો સહિતની ખરીદીની હોડ થવાની શકયતાએ ડિફેન્સ, શિપિંગ, કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોએ ઘટાડે શોર્ટ કવરિંગ કરતાં ઉછાળો જોવાયો હતો. ભારત ડાયનામિક્સ રૂ.૭૪.૧૦ વધીને રૂ.૧૩૫૬.૭૦, મઝગાંવ ડોક શીપ રૂ.૧૧૭.૭૦ વધીને રૂ.૨૪૬૯.૬૫, ડાટાપેટર્નસ રૂ.૧૩૦.૦૫ વધીને રૂ.૩૪૯૦.૧૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૩૧.૬૦ વધીને રૂ.૪૦૨૪.૧૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૪૫.૬૫ વધીને રૂ.૧૫૧૩.૫૫, કોચીન શીપ રૂ.૪૨.૭૫ વધીને રૂ.૧૪૯૦.૩૦, થર્મેક્સ રૂ.૮૮.૮૦ વધીને રૂ.૩૧૫૯.૩૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૩૭.૫૦ વધીને રૂ.૬૦૬૫.૯૦, પાવર ઈન્ડિયા રૂ.૫૬૩.૯૦ વધીને રૂ.૨૫,૮૭૧, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૮.૩૫ વધીને રૂ.૪૬૮.૩૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૬૧.૯૫ વધીને રૂ.૩૬૭૪.૫૦, એસ્ટ્રલ રૂ.૨૬.૭૦ વધીને રૂ.૧૬૮૯.૬૦, સિમેન્સ રૂ.૪૮.૧૦ વધીને રૂ.૩૨૬૪.૭૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૦૮.૯૦ પોઈન્ટ વધીને ૭૦૬૧૮.૪૬ બંધ રહ્યો હતો. 

ઓઈલ-ગેસ શેરોમાં એચપીસીએલ રૂ.૧૩ તૂટીને રૂ.૪૦૫ : બીપીસીએલ, આઈઓસી, ઈન્દ્રપ્રસ્થ ઘટયા

અમેરિકાએ ભારતના રશીયા પાસેથી ૩૦ દિવસ માટે ક્રુડની આયાત કરવાની મંજૂરી આપ્યાના પોઝિટીવ પરિબળ સામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધવાની અને ૧૫૦ ડોલર સુધી પહોંચવાની આગાહી થવા લાગતાં ઓઈલ-ગેસ શેરોમાં ફરી ઉછાળે વેચવાલી થઈ હતી. એચપીસીએલ રૂ.૧૨.૯૫ ઘટીને રૂ.૪૦૫.૨૫, બીપીસીએલ રૂ.૭.૯૦ ઘટીને રૂ.૩૫૨.૭૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૫૭.૨૫, આ ઈઓસી રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૬૮.૬૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૩.૨૦ ઘટીને રૂ.૨૮૯.૯૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૪૧.૧૯ પોઈન્ટ ઘટીને ૨૮૧૬૧.૩૨ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ખરીદી બાદ ફરી ખેલંદાઓનું ઓફલોડિંગ : ૨૩૯૬ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ફંડો, ખેલંદાઓએ સિલેક્ટિવ ખરીદી શરૂ કરતાં આરંભિક ટ્રેડિંગ કલાકોમાં રિકવરી જોવાઈ હતી. પરંતુ ફરી છેલ્લા કલાકમાં કડાકા વચ્ચે શેરોમાં મોટું સેલિંગ આવતાં ખાનાખરાબી જોવાઈ હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૯૬ અને વધનારની સંખ્યા ૧૮૧૨ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૬૦૩૦ કરોડના ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૬૯૭૨ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૬૦૩૦.૩૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૪,૪૩૪.૬૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૦,૪૫૬.૦૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૬૯૭૧.૫૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૧૯,૬૬૨.૩૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૬૯૦.૮૭ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૧૨ લાખ કરોડ ધોવાઈ રૂ.૪૪૯.૬૮ લાખ કરોડ

વિશ્વમાં ક્રુડ ઓઈલ, ગેસ પુરવઠાની અછત સર્જાવાના અને ભાવો વધવાના અહેવાલોએ સેન્ટીમેન્ટ ડહોળાતાં ઈન્ડેક્સ બેઝડ કડાકા વચ્ચે આજે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૩.૧૨ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૪૯.૬૮ લાખ કરોડ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ડિજિટલ ક્રાંતિ વચ્ચે રોકડની અછતનો ખતરો, જાણો દેશભરના ATM કેમ છે મુશ્કેલીમાં | ATM Industr…
Business

Explainer: ડિજિટલ ક્રાંતિ વચ્ચે રોકડની અછતનો ખતરો, જાણો દેશભરના ATM કેમ છે મુશ્કેલીમાં | ATM Industr…

June 5, 2026
RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે | Capital Gains …
Business

RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે | Capital Gains …

June 5, 2026
વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું | MCX Gold Si…
Business

વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું | MCX Gold Si…

June 5, 2026
Next Post
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 ...

શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના બે કેસ, બંને કાર ચાલક સહિત ત્રણની ધરપકડ | two cases of drink and drive…

શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના બે કેસ, બંને કાર ચાલક સહિત ત્રણની ધરપકડ | two cases of drink and drive...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશઃ એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજથી માંડીને રેકોર્ડર ડેટાની સંપૂર્ણ વિગત, સમજો સરળ ભા…

અમદાવાદ પ્લેન ક્રેશઃ એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજથી માંડીને રેકોર્ડર ડેટાની સંપૂર્ણ વિગત, સમજો સરળ ભા…

11 months ago
સ્કૂલોને હવે ફાઈલો આપવા ડીઈઓ કચેરીના ધક્કા નહીં ખાવા પડે | schools will submit all files online to d…

સ્કૂલોને હવે ફાઈલો આપવા ડીઈઓ કચેરીના ધક્કા નહીં ખાવા પડે | schools will submit all files online to d…

3 months ago
ભરૂચમાં ભૃગુઋષિ બ્રિજ નીચે સગીરને માર મારવાના બનાવમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Crime registered a…

ભરૂચમાં ભૃગુઋષિ બ્રિજ નીચે સગીરને માર મારવાના બનાવમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Crime registered a…

10 months ago
જામજોધપુરનો ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા 14 લાખ ગુમાવ્યા | young farmer fro…

જામજોધપુરનો ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા 14 લાખ ગુમાવ્યા | young farmer fro…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News