gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ સૌથી મોટો લાભ થયો રશિયાને! ચીનને અબજો ડોલરનું નુકસાન | Russia Gains From Mi…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in Business
0 0
0
યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ સૌથી મોટો લાભ થયો રશિયાને! ચીનને અબજો ડોલરનું નુકસાન | Russia Gains From Mi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Middle East War : વિશ્વમાં એકતરફ છેલ્લા ચાર વર્ષથી રશિયા-યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજીતરફ અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ભાયનક હુમલા કરી રહ્યું છે. હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયા બાદ ઈરાન વધુ અક્રમક બની ગયું છે અને તે અમેરિકા-ઈઝરાયલ સાથે લડવાની સાથે પડોશી દેશો કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન સહિતના દેશો પર મિસાઈલો ઝિંકી રહ્યું છે. મધ્ય-પૂર્વમાં આ ભયાનક પરિસ્થિતિની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ઈરાને વેપાર માટેનો સૌથી વ્યસ્ત જળમાર્ગ હોર્મુઝ પર કોઈપણ કન્ટેનરની અવર-જવર પર પ્રતિબંધ મુકી દીધો છે, જેના કારણે ત્યાં ક્રૂડ ઓઈલનો જથ્થા સહિતના ઉત્પાદનો અટકી પડ્યા છે. આ કારણે ક્રૂડ ઓઈલના ભાવો આસમાને પહોંચી ગયા છે, શેર માર્કેટ ક્રેશ થવા લાગ્યું છે, વૈશ્વિક સપ્લાયનો માર્ગ તૂટી જવાથી ખાતરથી ખોરાક સુધી અનેક મુશ્કેલી ઉભી થઈ છે. યુદ્ધની વર્તમાન સ્થિતિ મુજબ, જો યુદ્ધ બંધ નહીં થાય તો વિશ્વના અનેક દેશો ભૂખમરાનો શિકાર બની જશે. યુદ્ધમાં અબજો રૂપિયા વેડફી નખાયા છે, પરંતુ તેનો સૌથી મોટો લાભ રશિયાનો થયો છે. યુદ્ધના કારણે રશિયાનો ખજાનો ભરાઈ રહ્યો છે, જ્યારે ચીનને અબજો ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે.

યુદ્ધના કારણે રશિયાની તિજોરી છલકાઈ

મધ્ય-પૂર્વના યુદ્ધ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થવાના કારણે વૈશ્વિક માર્કેટમાં તેલ અને ગેસની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. પ્રતિ બેરલ ક્રૂડ તેલની કિંમત 110 ડૉલર પાર પહોંચી ગઈ છે. ઈરાને હોર્મુઝનો માર્ગ બંધ કરી દેતા રશિયન તેલની માંગમાં ધરખમ વધારો થયો છે. થોડા મહિનાઓ પહેલા જ અમેરિકાન રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત વિશ્વના દેશોને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદવાનો આદેશ આપ્યો હતો અને આ માટે તેમણે દબાણ પણ કર્યું હતું. ત્યારે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને અમેરિકા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની વાત કહી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા વારંવાર કહેતું હતું કે, જે દેશો રશિયા પાસેથી તેલ ખરીદે છે, રશિયા તેઓના નાણા યુદ્ધ પાછળ વાપરી રહ્યું છે. આ કારણે અમેરિકા સહિત પશ્ચિમ દેશોએ રશિયન તેલ આયાત પર પ્રતિબંધ ઝિંકી દીધો હતો. ત્યારબાદ રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને તેલ પર ભારે ડિસ્કાઉન્ટની ઓફર કરી હતી, જેનો ભારત અને ચીને પૂરો ફાયદો ઉઠાવીને રશિયા પાસેથી સસ્તુ તેલ ખરીદી રહ્યા હતા.

આ પણ વાંચો : બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો

ઈરાન યુદ્ધના કારણે રશિયાની કમાણી વધી

રશિયા યુદ્ધનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે. રશિયાએ પોતાના તેલ પરનું ડિસ્કાઉન્ટ ઘટાડી દીધું છે. 28 ફેબ્રુઆરી પહેલા પ્રતિ બેરલ રશિયન તેલ પર 10થી 13 ડૉલરના ડિસ્કાઉન્ટ હતું, જોકે હવે તે ઘટીને ચારથી પાંચ ડૉલર કરી દેવાયું છે. ભારતીય ઓઈલ કંપની HPCLએ ફેબ્રુઆરીમાં 13 ડૉલરના ડિસ્કાઉન્ટ પર રશિયા પાસેથી તેલના બે કાર્ગો મંગાવ્યા હતા, જોકે હવે તમામ દેશો માટે આ ડિસ્કાઉન્ટ બંધ કરી દેવાયું છે. એટલે કે, આ યુદ્ધથી રશિયન સરકારી ખજાનો ભરાશે. હાલ રશિયન ક્રૂડ ઓઈલની માંગ વધી રહી છે. માત્ર ભારત જ નહીં યુરોપીયન દેશ પણ રશિયા પાસેથી ખરીદી કરવાનું વિચારી રહ્યા છે.

યુદ્ધના કારણે ચીનને ડબલ ફટકો

ઈરાનમાં યુદ્ધના કારણે ચીનને ડબલ ફટકો પડ્યો છે. ચીન ઈરાની તેલનો સૌથી મોટો ખરીદદાર હતો અને ભારે ડિસ્કાઉન્ટ પર ક્રૂડ તેલ ખરીદી રહ્યો હતો. ઈરાનનું 90 ટકા તેલ ચીન પહોંચતું હતું, જોકે યુદ્ધના કારણે આ સ્રોત બંધ થઈ ગયો છે. એટલું જ નહીં ચીનના 400 અબજ ડૉલર પણ ફસાઈ ગયા છે. કેટલાક દાયકાઓથી ચીન ઈરાન સાથે મિત્રતા વધારી રહ્યું છે. આ જ કારણે તેણે ઈરાનમાં ભારે રોકાણ કર્યું છે. માર્ચ-2021માં ચીન-ઈરાને ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા હતા. ચીને ઈરાનમાં બેલ્ટ એન્ડ રોડ અનિશિએટિવ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી ઈન્વેસ્ટમેન્ટમાં 400 અબજ ડૉલરનું રોકાણ કરવાનું વચન આપ્યું છે, જોકે અમેરિકાના હુમલાના કારણે ચીનની યોજના પર પાણી ફરી ગયું છે. ક્રૂડ અને રોકાણ… બંને ચીનના હાથમાંથી સરકી ગયા છે.

આ પણ વાંચો : નાણા સંસ્થાઓએ હવે ક્રિપ્ટો કરન્સી અંગેની માહિતી રિપોર્ટ કરવાની રહેશે

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમદાવાદમાં બુટલગેરનો પૌત્ર ફરી વિવાદમાં: ખાનગી કોલેજ બહાર રિવોલ્વર બતાવીને વિદ્યાર્થીઓને ધમકાવ્યા, ક…

અમદાવાદમાં બુટલગેરનો પૌત્ર ફરી વિવાદમાં: ખાનગી કોલેજ બહાર રિવોલ્વર બતાવીને વિદ્યાર્થીઓને ધમકાવ્યા, ક...

છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!…

છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!...

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ગાજરવાડીના સ્લોટર હાઉસમાં પાલિકાના નિયમોનો સરેઆમ ઉલ્લંઘન : દુર્ગંધથી લોકો પરેશાન | violati…

વડોદરામાં ગાજરવાડીના સ્લોટર હાઉસમાં પાલિકાના નિયમોનો સરેઆમ ઉલ્લંઘન : દુર્ગંધથી લોકો પરેશાન | violati…

6 months ago
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે, 10 નવી ટ્રેનો ઉમેરાશે, સુરત માટે પણ 24 ટ્રેનસેટ…

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે, 10 નવી ટ્રેનો ઉમેરાશે, સુરત માટે પણ 24 ટ્રેનસેટ…

5 months ago
જામનગર શહેરમાં ચારેક માસ પછી ઈ-સિટી બસ દોડતી થશે : મનપાના તંત્રએ કવાયત હાથ ધરી | E city buses will b…

જામનગર શહેરમાં ચારેક માસ પછી ઈ-સિટી બસ દોડતી થશે : મનપાના તંત્રએ કવાયત હાથ ધરી | E city buses will b…

8 months ago
શીલજમાં 35 વર્ષથી રામભરોસે ચાલે છે ‘શ્વાન રોટલા કેન્દ્ર’, અમદાવાદમાં શ્વાનની અનેક જમીનો થઈ ગઈ અદ્રશ્…

શીલજમાં 35 વર્ષથી રામભરોસે ચાલે છે ‘શ્વાન રોટલા કેન્દ્ર’, અમદાવાદમાં શ્વાનની અનેક જમીનો થઈ ગઈ અદ્રશ્…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News