![]()
Dhari News : અમરેલીના ધારીના વેકરિયાપરા વિસ્તારમાં લગ્નના ફૂલેકામાં બઘડાટી બોલી હોવાની ઘટના સામે આવી છે. ધારીના હેમરાજીયા પુલ પાસે પાડોશીએ વરરાજાનું ફૂલેકું રોકાવીને તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચતા વરરાજાના સગાઓએ તેમની સાથે ઘર્ષણ કર્યું હતું. પોલીસે બે શખસ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધારીમાં લગ્નના ફૂલેકામાં બઘડાટી
મળતી માહિતી મુજબ, ધારીના હેમરાજીયા પુલ પાસેથી વરરાજા રમેશ ભગુભાઈ વાઘેલાનું ફૂલેકું નીકળી રહ્યું હતું, ત્યારે પાડોશમાં રહેતા જયસુખ કિશોર પરમાર અને અવની કિશોર પરમાર નામના બે શખસ કોઈ કારણોસર ફૂલેકું રોકાવ્યું હતું. ત્યારબાદ બંને તિક્ષણ હથિયાર બતાવીને માથાકૂટ કરવા લાગ્યા હતા. આ ઘટનામાં મનીષભાઈ વાઘેલા નામના વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો: VIDEO | પંચમહાલના અણીયાદ ગામે થતાં બાળ લગ્ન તંત્રએ અટકાવ્યા, 16 વર્ષના કિશોરની લગ્નની જાન જવાની હતી તૈયારી
ઘટનાને પગલે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હુમલાની ઘટનાને લઈને વરરાજા પક્ષે જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે ધારી પોલીસ ગુનો દાખલ કરીને ફરાર બંને આરોપીની શોધખોળ હાથ ધરી છે.










