મુબારકપુર પાસેથી ગાંધીનગર એલસીબી દ્વારા
અલગ અલગ ત્રણ સ્થળેથી કેબલ ચોરી કરી હોવાની કબુલાત ટોળકીના મુખ્ય સૂત્રધારની શોધખોળ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેબલ ચોરીની ઘટનાઓ
વધી છે ત્યારે એલસીબીની ટીમ દ્વારા મુબારકપુર પાસેથી કેબલ ચોરી જતી ટોળકીના બે
સાગરીતને ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી ૧૮ હજારનો મુદ્દામાલ કબજે કરીને
વધુ પૂછપરછ શરૃ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી
કેબલ ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો જેના પગલે જિલ્લા પોલીસ વડા
રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા ગાંધીનગર એલસીબી પીઆઇ ડીબી વાળાને આ પ્રકારના ગુનાઓ
અટકાવવા અને અગાઉ બનેલા ગુનાઓ ઉકેલવા માટે તાકીદ કરવામાં આવી હતી જેના પગલે એલસીબી
ની ટીમ અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાથમીના આધારે પેથાપુર
વિસ્તાર અને મુબારકપુરા-અલુવા રોડ પર પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સોને ઝડપી લીધા
હતા. પકડાયેલા આરોપીઓમાં મેહુલ ઉર્ફે વાદી શંકરજી ઠાકોર અને ચેતનજી રણછોડજી
ઠાકોરનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ મુબારકપુર, તાલુકા કલોલના રહેવાસી છે.આરોપીઓ પાસેથી ૩૫ ફૂટ લંબાઈનું
કેબલ વાયરનું ગૂંચળું જેની અને સાત ફૂટની
લંબાઈની આઠ ગેલ્વેનાઈઝ પાઈપો મળી કુલ રૃ. ૧૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
છે.ગેંગનો એક સાગરિત ટીનાજી ઉર્ફે નવાબ ભટાજી ઠાકોર જે મુબારકપુર હુડકોનો રહેવાસી
છે, તે હજુ
ફરાર છે. આ ગેંગે કલોલ તાલુકા અને ચીલોડા પોલીસ મથક વિસ્તારમાં કુલ ત્રણ ચોરીના
ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીને પકડવા માટે દોડધામ શરૃ
કરી છે.