gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતનું એવું રાજ્ય જ્યાં 6 વર્ષમાં 18,000 લોકોના હાર્ટ એટેકથી મોત, સરકારે કર્યો ખુલાસો | 18 000 peop…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in INDIA
0 0
0
ભારતનું એવું રાજ્ય જ્યાં 6 વર્ષમાં 18,000 લોકોના હાર્ટ એટેકથી મોત, સરકારે કર્યો ખુલાસો | 18 000 peop…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Haryana Heart Attack Statistics: આજના સમયમાં યુવા વર્ગમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતના એક રાજ્યમાંથી ચિંતાજનક માહિતી સામે આવી છે. હરિયાણા વિધાનસભામાં બુધવારે સરકારે ખુલાસો કર્યો છે કે, જાન્યુઆરી 2020થી જાન્યુઆરી 2026 વચ્ચે લગભગ 18,000 લોકોના હાર્ટ એટેકથી અથવા હાર્ટ ફેલ્યોરથી મોત થઈ ગયા છે. આમાં મૃતકોની ઉંમર 18થી 45 વર્ષ હતી. આ માહિતી રાજ્ય સરકારે કોંગ્રેસના એક ધારાસભ્યના સવાલના જવાબમાં આપી છે. 

એજન્સીના જણાવ્યા પ્રમાણે ધારાસભ્યએ સવાલ કર્યો હતો કે 2020થી અત્યાર સુધીમાં યુવાનો (18-45 વર્ષ)માં હાર્ટ એટેક અથવા હાર્ટ ફેલ્યોરથી થયેલા મૃત્યુ માટે વર્ષ-દર-વર્ષ અને જિલ્લાવાર આંકડા શું છે, અને શું સરકારે એ તપાસ કરી છે કે આ મૃત્યુનો COVID-19 અથવા COVID-19 વેક્સિનેશન સાથે કોઈ સબંધ છે? સરકારે સ્પષ્ટતા કરી કે, આવો કોઈ સર્વે કે સ્ટડી નથી. જો કે, જિલ્લા સ્તરથી મળેલા ડેટાના આધાર પર મોતની સંખ્યા સામે આવી છે. 

સરકારી આંકડા પ્રમાણે રાજ્યમાં યુવાનોમાં હૃદય રોગને કારણે થયેલા મૃત્યુની વાર્ષિક વિગતો નીચે પ્રમાણે છે:

2020: 2,394 મોત

2021: 3,188 મોત

2022: 2,796 મોત

2023: 2,886 મોત

2024: 3,063 મોત

2025: 3,255 મોત

જાન્યુઆરી 2026માં: 391 મોત

એકંદરે જાન્યુઆરી 2020થી જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 17,973 યુવાનોના મોત હાર્ટ એટેક અથવા હાર્ટ ફેઇલ્યોરથી થયા છે. 

જિલ્લા સ્તર પર આંકડા

જિલ્લા સ્તરે પરિસ્થિતિમાં ઘણું અંતર જોવા મળ્યું છે. ઉદાહરણ તરીકે યમુનાનગર જિલ્લામાં દર વર્ષે મૃત્યુની સંખ્યા નીચે મુજબ રહી હતી.

2020: 387

2021: 461

2022: 375

2023: 378

2024: 410

2025: 389

બીજી તરફ રોહતક જિલ્લામાં આ સંખ્યા ઘણી ઓછી રહી છે: 33, 41, 40, 27, 30 અને 30. ગુરુગ્રામમાં વાર્ષિક મૃત્યુની સંખ્યા અનુક્રમે: 113, 105, 116, 114, 93 અને 83 રહી હતી. આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે કેટલાક જિલ્લાઓમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુનો દર અન્ય જિલ્લાઓ કરતા ઘણો વધારે છે.

કોવિડ-19 અને હાર્ટ એટેક: કોઈ સ્ટડી નથી

ધારાસભ્યના સવાલના જવાબમાં સરકારે એમ પણ કહ્યું કે, આ મૃત્યુ કોવિડ-19 કે વેક્સિનેશન સાથે સંબંધિત છે કે નહીં તે જાણી નથી શકાયું, કારણ કે તેના પર કોઈ સ્ટડી કે સર્વે હાથ ધરવામાં નથી આવ્યો. નિષ્ણાતોનું માનવું છે કે, કોવિડ-19 ઈન્ફેક્શન હૃદયને અસર કરી શકે છે, પરંતુ તેને સીધી રીતે મૃત્યુ સાથે જોડાવા માટે સ્ટડીની જરૂર છે.

આ પણ વાંચો: ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ

હરિયાણામાં હાર્ટ એટેકથી થતા મોત ચિંતાજનક છે. નિષ્ણાતોનું કહેવું છે કે બદલાતી જીવનશૈલી, તણાવ, આહાર, ધૂમ્રપાન અને દારૂનું સેવન તેનું કારણ હોઈ શકે છે. આ ઉપરાંત શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને સ્થૂળતા પણ જોખમનું કારણ હોઈ શકે છે. 

યુવા વર્ગમાં હાર્ટ એટેકના કિસ્સામાં વધારો

યુવા વર્ગમાં હાર્ટ એટેકની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. લોકો ઘણીવાર પોતાની નાની ઉંમરને કારણે હૃદય સંબંધિત સમસ્યાઓને અવગણે છે, જોકે પ્રાથમિક તપાસ અને લાઈફસ્ટાઈલમાં ફેરફારથી તેને રોકી શકાય છે. નિષ્ણાતો ભલામણ કરે છે કે, યુવાનોએ નિયમિત હાર્ટ ચેકઅપ કરાવવું જોઈએ અને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું નિરીક્ષણ કરવું જોઈએ અને સંતુલિત આહાર સાથે કસરત કરવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? | anil a…
INDIA

CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? | anil a…

March 19, 2026
VIDEO : અયોધ્યામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના! જાણો શું છે તેની ખા…
INDIA

VIDEO : અયોધ્યામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના! જાણો શું છે તેની ખા…

March 19, 2026
LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ! |…
INDIA

LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ! |…

March 19, 2026
Next Post
Explainer: પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું ત…

Explainer: પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું ત...

નેતાઓ-સેલિબ્રિટીનો માનીતો જ્યોતિષી કેપ્ટન ખરાત રેપ કેસમાં ઝડપાયો, 58 વીડિયો મળ્યાં | maharashtra cap…

નેતાઓ-સેલિબ્રિટીનો માનીતો જ્યોતિષી કેપ્ટન ખરાત રેપ કેસમાં ઝડપાયો, 58 વીડિયો મળ્યાં | maharashtra cap...

ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના જ છે… | Soni…

ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના જ છે... | Soni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના વાવડીની જમીન પ્રકરણમાં બોગસ દસ્તાવેજ બનાવી આપનાર મુખ્ય આરોપીની જામીન અરજી રદ્દ | Kalavad: B…

કાલાવડના વાવડીની જમીન પ્રકરણમાં બોગસ દસ્તાવેજ બનાવી આપનાર મુખ્ય આરોપીની જામીન અરજી રદ્દ | Kalavad: B…

6 months ago
વોકથોન અને બાઈકર્સ રેલી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરતી અમદાવાદ શહેર પોલીસ

વોકથોન અને બાઈકર્સ રેલી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરતી અમદાવાદ શહેર પોલીસ

2 weeks ago
એવન્યૂ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટમાં ઘઉંના સ્ટોકની આકસ્મિક તપાસ | Random inspection of wheat stock at …

એવન્યૂ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટમાં ઘઉંના સ્ટોકની આકસ્મિક તપાસ | Random inspection of wheat stock at …

12 months ago
મુંબઇના વૃદ્ધને ગાંધીબ્રિજ પાસે રિક્ષા ચાલકે લૂંટયા બાદ સામાન ફેંકી નીચે પાડયા | Emon chinnap mwan s…

મુંબઇના વૃદ્ધને ગાંધીબ્રિજ પાસે રિક્ષા ચાલકે લૂંટયા બાદ સામાન ફેંકી નીચે પાડયા | Emon chinnap mwan s…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News