gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara RTO Office : વડોદરા જિલ્લામાં હાલ દરજીપુરા ખાતે માત્ર એક જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત હોવાર્થી શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારને અરજદારોને ભારે મુશ્કેલીના સામના કરવા પડી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે  એ સ્થળ દૂર અને ઓપોઝિટ દિશામાં હોવાથી પહોંચવામાં અસુવિધા સર્જાય છે. જેને ધ્યાનમાં રાખીને પશ્વિમ વિસ્તારમાં અલગ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉભો કરવાની માગ ઉઠી હતી. આ મુદ્દે ગાંધીનગર સુધી રજૂઆતો થઈ હતી અને હકારાત્મક અભિપ્રાય મળતા મામલો ફાઈનલ સ્ટેજ સુધી પહોંચ્યો હતો. છતાં, કોઈ કારણોસર આ ફાઈલ અટકી ગઈ છે. 

શહેરમાં હાલ નેશનલ હાઈવે નંબર 48 ક્રોસ કરીને દરજીપુરા ખાતે આરટીઓ કચેરી કાર્યરત છે, જે શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારોની મધ્યમાં આવેલી છે. પરિણામે દક્ષિણ અને પશ્વિમ વિસ્તારના લોકોને આરટીઓ સુધી પહોંચવા માટે લાંબું અંતર કાપવું પડે છે. મકરપુરા વિસ્તારમાંથી હાઇવે માર્ગે દરજીપુરા પહોંચવા માટે આશરે 20 કિ.મી. અંતર કાપવું પડે છે, જેમાં અંદાજે અડધો કલાકનો સમય લાગે છે. જ્યારે ભાયલી વિસ્તારમાંથી સિટિ વિસ્તારમાંથી પસાર થઈને જવું પડે તો લગભગ 17 કિ.મી. અંતર અને અંદાજે 40 મિનિટનો સમય થાય છે. તે જ રીતે છાણી અને ગોત્રી જેવા વિસ્તારોમાંથી દરજીપુરા પહોંચવા માટે 15થી 20 કિ.મી. અંતર અને 20થી 30 મિનિટ જેટલો સમય લાગે છે. આ ઉપરાંત પાદરા, વાસદ અને નંદેસરી જેવા આસપાસના ગામોના અરજદારોને પણ લાંબું અંતર કાપવું પડે છે.

 આ પરિસ્થિતિ વચ્ચે પશ્વિમ વિસ્તારમાં લાઈટ મોટર વ્હિકલ (ટુ વ્હિલર અને ફોર વ્હિલર) માટે અલગ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવાની લોકમાગનો પ્રશ્ન વર્ષોથી સરકારમાં પેન્ડિંગ છે. અગાઉ માજી ધારાસભ્ય સીમા મોહીલેની રજૂઆત બાદ વેક્સિન ઈન્સ્ટિટ્યૂટની આશરે 5 હજાર સ્ક્વેર મીટર જમીન ફાળવવા પણ સંમતિ સધાઈ હતી. વેક્સિન ઇન્સ્ટિટયુટની જમીન હેલ્થ વિભાગ હેઠળ હોવાને કારણે ટ્રાન્સપોર્ટ વિભાગે પણ હેલ્થ વિભાગ પાસે જમીન ફાળવવાની માગ કરી હતી. નોંધનીય છે કે, હાલ આ જ જમીન પર કોર્ટ અને કલેક્ટર કચેરીઓ કાર્યરત થઈ ચૂકી છે. છતાં, વર્ષો વીતી ગયા હોવા છતાં આ મહત્વપૂર્ણ પ્રશ્ન આજે પણ પેન્ડિંગ જ રહ્યો છે.

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ 2 - image

વસતી સાથે વાહનોનો વધારો

વડોદરા શહેર-જિલ્લાની વસતી હવે 45 લાખને પાર પહોંચી ગઈ છે, જેના સીધા પ્રભાવરૂપે શહેરમાં વાહનોની સંખ્યા પણ સતત વધી રહી છે. અત્યાર સુધીમાં વડોદરામાં 20 લાખથી વધુ વાહનો રજિસ્ટર્ડ થઈ ચૂક્યા છે. વાહનોની વધતી સંખ્યા સાથે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પર કામગીરીનો બોજ પણ વધતો જાય છે. આવી સ્થિતિમાં આરટીઓની સુવિધાઓમાં વધારો અને વિકેન્દ્રિકરણની જરૂરિયાત જણાય છે.

અવાર નવાર RTO ની કામગીરી ઠપ્પ

આરટીઓ કચેરીમાં અવારનવાર ટેકનિકલ સમસ્યાઓ સર્જાતી હોવાને કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને વીજ પુરવઠો ખોરવાઈ જતા ડ્રાઈવિંગ |ટેસ્ટ પ્રક્રિયા અટકી જાય છે, આ ઉપરાંત સર્વર ડાઉન થવાની સમસ્યા પણ વારંવાર સર્જતી રહે છે. જેના કારણે અરજદારોને નિરાશા સાથે પરત ફરવું પડે છે.

ડ્રાઈવિંગ ટેસ્ટ માટે રોજના 350 થી વધારે અરજદારો

દરજીપુરા આરટીઓ કચેરી ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે અરજદારોની સંખ્યા સતત વધી રહી છે. રોજ સરેરાશ 350 જેટલા લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે અહીં પહોંચે છે. પ્રતિદિન ફોર વ્હિલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આશરે 120, જ્યારે ટુ-વ્હિલર માટે 200 જેટલા અરજદારો આવતા રહે છે. ખાસ કરીને સોમવાર અને શનિવારના દિવસોમાં આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે.

તાજેતરમાં આરટીઓ કચેરી જતા અકસ્માતના બે બનાવો

ગઈ તા.21 ફેબ્રુઆરીના રોજ છાણી વિસ્તારનો યુવક મહાવીર વીરપુરા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે દરજીપુરા આરટીઓ જઈ રહ્યો હતો. ત્યારે દરજીપુરા નજીક ટ્રેલરની અડફેટે આવતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે હરણી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં, તા.13 માર્ચના રોજ તરસાલી વિસ્તારમાં રહેતા સલીમભાઈ પોતાની પત્ની સાથે આરટીઓ ખાતે લાયસન્સ રીન્યુ માટે જઈ રહ્યા હતા. ત્યારે નેશનલ હાઇવે નંબર 48 પર ઇકો કાર ચાલકે અડફેટે લેતા દંપતી ઇજાગ્રસ્ત થયું હતું. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વર્ષ 2022માં જમીન ફાળવણી માટે હકારાત્મક અભિપ્રાય

વર્ષ 2022માં વડોદરા કલેક્ટર એ.બી.ગોર દ્વારા વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આવેલી ટીપી-14, ફાઇનલ પ્લોટ નંબર 185 ની આશરે 5 હજાર ચોરસ મીટર જમીન પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO) વડોદરાની કચેરીને ફાળવવા માટે સત્તાવાર વિનંતી કરવામાં આવી હતી.

આ રજૂઆતમાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટે અલગ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવા હેતુસર જમીન વિનામૂલ્યે હેતુ ફેર કરીને ફાળવવાની વાત કરવામાં આવી હતી. આ માટે આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કરી જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી
GUJARAT

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

June 19, 2026
ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …
GUJARAT

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

June 19, 2026
મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…
GUJARAT

મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…

June 19, 2026
Next Post
ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં...

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of...

જામનગર દરિયાકાંઠે હાઈ ઍલર્ટ, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ | Jam…

જામનગર દરિયાકાંઠે હાઈ ઍલર્ટ, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ | Jam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ-ઘરેણા સહિત લાખોનો મુદ્દામાલ ચોરી ફરાર | Robbers steal la…

જામનગરમાં આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ-ઘરેણા સહિત લાખોનો મુદ્દામાલ ચોરી ફરાર | Robbers steal la…

8 months ago
નવલખી મેદાનના કાર્યક્રમ અને મુખ્યમંત્રીના પ્રવાસને લઈ વડોદરામાં ટ્રાફિક જામની સમસ્યા | Traffic jam p…

નવલખી મેદાનના કાર્યક્રમ અને મુખ્યમંત્રીના પ્રવાસને લઈ વડોદરામાં ટ્રાફિક જામની સમસ્યા | Traffic jam p…

6 months ago
VIDEO | અમદાવાદ: બોપલમાં મહિલા પર હુમલાના કેસમાં લેબ્રાડોરની ‘ધરપકડ’, AMCએ કૂતરાને શેલ્ટરમાં પૂર્યો …

VIDEO | અમદાવાદ: બોપલમાં મહિલા પર હુમલાના કેસમાં લેબ્રાડોરની ‘ધરપકડ’, AMCએ કૂતરાને શેલ્ટરમાં પૂર્યો …

5 months ago
વિજયે બે રેલીની ભીડ એક જ સ્થળે ભેગી કરતા ધક્કામુક્કી થઇ : પોલીસ | Vijaya clashed as crowds from two …

વિજયે બે રેલીની ભીડ એક જ સ્થળે ભેગી કરતા ધક્કામુક્કી થઇ : પોલીસ | Vijaya clashed as crowds from two …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News