gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો : શેરો ‘રાખ’ થયા | The biggest crash in the stock market in two…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in Business
0 0
0
શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો : શેરો ‘રાખ’ થયા | The biggest crash in the stock market in two…
0
VIEWS
Share on FacebookShare on Twitter



ઓઈલ-ગેસ ભંડારો પર ઈરાન, ઈઝરાયેલના હુમલા : વિશ્વભરમાં ઈંધણની અછત ઊભી થવાના સંકેત

મુંબઈ : વિશ્વને ફરી યુદ્વના ખપ્પરમાં હોમીને ઈઝરાયેલ, ઈરાને વિશ્વ માટે અતિ મહત્વના ઓઈલ-ગેસ ભંડારો પર મિસાઈલ હુમલા કરીને વિશ્વને ઈંધણની અસાધારણ અછતની કટોકટીમાં ધકેલવામાં  આવ્યાના સ્પષ્ટ સંકેતે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં અત્ર, તત્ર, સર્વત્ર શેરોમાં ઈન્ડેક્સ બેઝડ જૂન ૨૦૨૪ પછીનો બે વર્ષનો સૌથી મોટો ધબડકો બોલાઈ ગયો હતો. છેલ્લા ત્રણ દિવસથી યુદ્વ આક્રમકતા ગુમાવીને છમકલામાં પરિણમી રહ્યાના ડેવલપમેન્ટને કારણે ફંડો, ઈન્વેસ્ટરોએ હાશકારો અનુભવીને શેરોમાં ઈન્ડેક્સ બેઝડ મોટું શોર્ટ કવરિંગ કર્યા બાદ ગઈકાલે ઈઝરાયેલ દ્વારા ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ઈન્ફ્રાસ્ટ્રકચર સવલત સાઉથ પાર્સ પર હુમલો કરતાં અને  વળતાં પ્રહારમાં ઈરાન દ્વારા કતાર સ્થિત ગેસ સવલતો પર એટેક કરતાં અને ઈરાનના કુવૈત અને સાઉદી અરેબિયાની ઓઈલ રિફાઈનરીઓ પર હુમલાને લઈ યુદ્વ ભયાવહ સ્વરૂપ પકડી લેતાં ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો થવા સાથે વૈશ્વિક બજારો આજે ધરાશાયી થયા હતા. અમેરિકાની હાલત પણ યુદ્વમાં કફોડી બની રહી હોઈ અમેરિકી બજારોમાં ગઈકાલે ધોવાણ સાથે આજે એશીયા, યુરોપના બજારોમાં નવા ગાબડાં  પડયા હતા. શેરોમાં આજે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની કેશમાં રૂ.૭૫૫૮.૧૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૩૮૬૩.૯૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.

મ્યુ. ફંડો પરરિડમ્પશનનું પ્રેશર

ભારતીય શેર બજારોમાં આજે અપેક્ષિત ગેપ ડાઉન ટ્રેડિંગની શરૂઆત થઈ હતી. આરંભથી જ ફ્રન્ટલાઈન શેરો લાર્સન એન્ડ ટુબ્રો, બેંકિંગ, ઓટો શેરોમાં કડાકો બોલાયો હતો. એચડીએફસી બેંકના હંગામી ચેરમેનના વિવાદાસ્પદ ઘટનાક્રમ વચ્ચે રાજીનામું આપી દેતાં એચડીએફસી બેંકના શેરમાં પેનીક સેલિંગ વચ્ચે આજે સેન્સેક્સ, નિફટીમાં મોટું ગાબડું પડયું હતું. ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર, એફએમસીજી, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ ઓલ રાઉન્ડ હેમરિંગ કરતાં બજાર તળીયાની શોધમાં દરેક લેવલ ગુમાવતું જોવાયું હતું.  સેન્સેક્સ જોતજોમાં ૨૭૦૦થી વધુ પોઈન્ટ તૂટીને એક તબક્કે ૭૪૦૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૨૭૫૩.૧૮ પોઈન્ટના કડાકે ૭૩૯૫૦.૯૫ સુધી આવી અંતે ૨૪૯૬.૮૯ પોઈન્ટ તૂટીને ૭૪૨૦૭.૨૪ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ એક તબક્કે ૨૩૦૦૦ની  સપાટી ગુમાવીને ૮૪૭.૪૫ પોઈન્ટના કડાકે ૨૨૯૩૦.૩૫ સુધી આવી અંતે ૭૭૫.૬૫ પોઈન્ટ ખાબકીને ૨૩૦૦૨.૧૫ બંધ રહ્યો હતો. આ દરમિયાન આજે શેરોમાં અસાધારણ કડાકા વચ્ચે મ્યુચ્યુઅલ ફંડોમાંથી રોકાણકારો જંગી પ્રમાણમાં રોકાણ પાછું ખેંચવા લાગશે એવા જોખમે કેટલાક ફંડોએ શેરોમાં મોટી વેચવાલી કરવાની ફરજ પડી હતી.

ઓટો શેરોમાં ફરી ધબડકો 

વિશ્વમાં ક્રુડ ઓઈલ, ગેસની મોટી અછત સર્જાવાના અને પેટ્રોલ, ડિઝલના પુરવઠા પર પણ આગામી દિવસોમાં યુદ્વ આક્રમક બની રહ્યું હોઈ અછતની પરિસ્થિતિનો ફફડાટ ફેલાતાં ઓટોમોબાઈલ કંપનીઓની કામગીરી કથળવાના સ્પષ્ટ સંકેતે આજે ઓટો શેરોમાં નવેસરથી અસાધારણ કડાકો બોલાઈ ગયો હતો. અશોક લેલેન્ડ રૂ.૧૦.૦૫ તૂટીને રૂ.૧૬૮.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૬૮.૯૦ તૂટીને રૂ.૩૦૪૫.૬૦, ભારત ફોર્જ રૂ.૯૦.૩૦ તૂટીને રૂ.૧૭૧૨.૪૫, મધરસન રૂ.૫.૯૦ ઘટીને રૂ.૧૧૧.૮૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૫.૩૫ તૂટીને રૂ.૩૦૯.૨૦, હીરો મોટોકોર્પ રૂ.૨૪૪.૩૦ તૂટીને રૂ.૫૧૮૦.૩૫, બજાજ ઓટો રૂ.૩૯૯.૮૫ તૂટીને રૂ.૮૮૬૭.૩૦, મારૂતી સુઝુકી રૂ.૪૬૩.૨૦ તૂટીને રૂ.૧૨,૫૯૧.૪૫,રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૩૦૫.૮૯ પોઈન્ટ તૂટીને ૫૪૩૩૩.૪૩ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં  ધબડકો 

બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે આજે એચડીએફસી બેંકના હંગામી ચેરમેનના રાજીનામાના વિવાદે શેરોમાં કડાકો બોલાયો હતો. આ સાથે ઈરાન યુદ્વ ફરી ભયાવહ બનતાં અને અનેક નિકાસકારો, આયાતકારોના શિપમેન્ટ અટવાઈ  પડતાં ઉદ્યોગોને જંગી નુકશાનના અંદાજોએ બેંકોની લોનો એનપીએ બનવાના જોખમે  બેંકિંગ શેરોમાં હેમરિંગ થયું હતું. એચડીએફસી બેંક રૂ.૪૩.૨૫ તૂટીને રૂ.૭૯૯.૭૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૨.૬૧ તૂટીને રૂ.૬૨.૬૪, એક્સિસ બેંક રૂ.૪૬.૨૫ ઘટીને રૂ.૧૨૦૬.૬૫, બેંક ઓફ બરોડા રૂ.૧૦.૪૫ ઘટીને રૂ.૨૭૨.૭૦, પીએનબી રૂ.૩.૬૫ ઘટીને રૂ.૧૦૯.૪૫, યુનિયન બેંક રૂ.૫.૮૦ ઘટીને રૂ.૧૭૨.૦૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૦૬૪.૦૬ પોઈન્ટ તૂટીને ૬૦૧૩૩.૧૪ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૯૯૩ પોઈન્ટ તૂટયો 

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ આજે ફંડો, ખેલંદાઓએ  અંધાધૂંધ ફરી મોટી વેચવાલી કરતાં નવા ગાબડાં પડયા હતા. ટીમકેન રૂ.૨૦૪ તૂટીને રૂ.૩૧૮૪.૪૫,  સિમેન્સ રૂ.૧૪૦.૮૫ તૂટીને રૂ.૩૦૭૭.૬૦, કેઈઆઈ રૂ.૧૭૮.૫૫ તૂટીને રૂ.૪૨૧૨.૩૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૫૯.૪૦ તૂટીને રૂ.૩૮૦૧.૫૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫૯.૯૫ તૂટીને રૂ.૩૮૪૪.૫૦, મઝગાંવ ડોક રૂ.૯૪.૫૦ તૂટીને રૂ.૨૩૬૧.૯૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૯૦૨.૮૨ પોઈન્ટ તૂટીને ૫૪૩૫૫.૬૨ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં નવેસરથી ધોવાણ

ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેનું યુદ્વ મિડલ ઈસ્ટમાં ફેલાઈ જતાં હવે યુએઈ, કુવૈત, કતાર સહિતના દેશો પણ ઈરાનને વળતાં પ્રહાર કરવાની ચીમકી આપતાં ડહોળાયેલા સેન્ટીમેન્ટે આજે મેટલ-માઈનીંગ શેરોમાં નવેસરથી ગાબડાં પડયા હતા. હિન્દુસ્તાન ઝિંક રૂ.૩૦.૯૫ તૂટીને રૂ.૫૦૬.૫૦,  હિન્દાલ્કો રૂ.૩૬.૬૫ ઘટીને રૂ.૮૯૭.૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૪૧.૨૦ ઘટીને રૂ.૧૧૩૮, નાલ્કો રૂ.૧૦.૩૦ ઘટીને રૂ.૩૭૭.૧૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૨૩૧.૪૦ પોઈન્ટ તૂટીને ૩૭૧૮૫.૬૨ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં ફરી ધબડકો 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ગઈકાલે મોટું કવરિંગ થવા સાથે વેલ્યુબાઈંગ થયા બાદ આજે ફરી સેન્ટીમેન્ટ ડહોળાતાં ઘણા શેરોમાં નવેસરથી મોટી વેચવાલી નીકળતાં  ધબડકો બોલાયો હતો.  ક્વિક હિલ રૂ.૭.૪૫ ઘટીને રૂ.૧૪૩.૭૦, ૬૩ મૂન્સ રૂ.૨૬.૫૦ ઘટીને રૂ.૫૩૧.૧૫, ટાટા ટેકનોલોજી રૂ.૨૬ ઘટીને રૂ.૫૨૨.૬૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૯૭૫.૧૨ પોઈન્ટ તૂટીને ૨૭૬૫૧.૬૪ બંધ રહ્યો હતો. 

કન્ઝયુમર ઈન્ડેક્સ ૧૯૦૩ ગબડયો 

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે ફરી હેમરિંગ કરતાં અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. ટાઈટન કંપની રૂ.૧૦૩ તૂટીને રૂ.૪૦૩૫.૭૦, પીજી ઈલેક્ટ્રો રૂ.૩૨.૬૦ ઘટીને રૂ.૫૦૪.૩૦, વોલ્ટાસ રૂ.૭૪.૪૫ ઘટીને રૂ.૧૩૪૮.૬૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૫૨૩.૫૦ ઘટીને રૂ.૧૦,૧૯૪.૭૫, બ્લુ સ્ટાર રૂ.૮૫.૫૫ ઘટીને રૂ.૧૭૩૩.૧૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૩૭૪.૧૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૯૦૨.૯૬ પોઈન્ટના કડાકે ૫૪૩૫૫.૬૨ બંધ રહ્યો હતો.

હેલ્થકેર ઈન્ડેક્સ ૧૦૦૦ પોઈન્ટ ખાબક્યો 

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ આજે ફરી ફંડો, ખેલંદાઓએ મોટાપાયે વેચવાલી કરતાં ગાબડાં પડયા હતા. ડીકાલ રૂ.૧૦.૮૫ તૂટીને રૂ.૧૬૦.૩૫, પિરામલ ફાર્મા રૂ.૭.૪૦ તૂટીને રૂ.૧૩૫.૭૫, બ્લુજેટ રૂ.૧૮.૬૦ ઘટીને રૂ.૩૬૫.૨૦, મેનકાઈન્ડ રૂ.૧૦૧.૧૫ તૂટીને રૂ.૨૦૦૧.૨૫, આરપીજી લાઈફ રૂ.૯૦.૮૫ તૂટીને રૂ.૧૮૨૧.૦૫, હાઈકલ રૂ.૭.૭૦ ઘટીને રૂ.૧૬૬, સન ફાર્મા એડવાન્સ રૂ.૫ ઘટીને રૂ.૧૧૫.૨૦, મોરપેન લેબ રૂ.૧.૫૯ તૂટીને રૂ.૩૭.૦૬, શેલબી રૂ.૬.૪૦ ઘટીને રૂ.૧૩૮.૭૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૦૦૦.૪૫ પોઈન્ટ તૂટીને ૪૧૭૦૧.૩૧ બંધ રહ્યો હતો.

HDFC બેંકના શેરધારકોની સંપતિમાં રૂ.૬૬,૫૩૮ કરોડનું જંગી ધોવાણ

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક લિમિટેડ આજે વિવાદના ચગડોળે ચઢતાં બેંકના શેરોમાં થયેલા પેનીક સેલિંગે શેરધારક રોકાણકારોને ખુવાર કર્યા હતા. બેંકના શેરધારકોની સંપતિમાં આજે રૂ.૬૬૫૩૮ કરોડનું એક દિવસમાં જ ધોવાણ થઈ ગયું હતું.

બેંકના પાર્ટ-ટાઈમ ચેરમેન અતાનું ચક્રવર્તીએ બેંકના કોર્પોરેટ ગવર્નન્સ મામલો આગળ ધરીને પાર્ટટાઈમ ચેરમેન પદેથી રાજીનામું આપી દેતાં બેંકના શેરધારકો ફફડાટ વ્યાપી ગયો હતો. શેરનો ભાવ આજે તૂટીને ૮૦૦ની સપાટી ગુમાવી આરંભમાં જ રૂ.૭૭૨ના તળીયે આવી જઈ અંતે રૂ.૪૩.૨૫ એટલે કે પ.૧૩ ટકા તૂટીને રૂ.૭૯૯.૭૦ બંધ રહ્યો હતો.

એચડીએફસી બેંકનો શેર આજે પાંચ ટકાથી વધુ તૂટી જતાં શેરમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૬૬૫૩૮ કરોડ ધોવાઈ જઈ રૂ.૧૨,૩૦,૩૦૫ કરોડ રહ્યું હતું. બેંકના શેરમાં આજે બીએસઈ પર ૭૨.૧૪ લાખ શેરોમાં રૂ.૫૭૯.૧૫ કરોડના ટ્રેડિંગ ટર્નઓવર અને એનએસઈ પર ૧૭.૧૬ કરોડ શેરોથી વધુ વોલ્યુમમાં પરૂ.૧૩,૭૬૧.૩૭ કરોડનું ટ્રેડિંગ ટર્નઓવર નોંધાયું હતું.

નિફટીમાં જૂન ૨૦૨૪ બાદનો સૌથી મોટો કડાકો : ૨૨૯૦૦ તૂટશે તો મંદીવાળાઓ વધુ હાવી બનશે

વૈશ્વિક મહામંદીના તોળાતાં જોખમે અને બીજી તરફ યુદ્વને લઈ ક્રુડ ઓઈલના ભાવોમાં ભડકો થતાં અનેક દેશો પાયમાલ થવાનું જોખમ ઊભું થયું છે. અમેરિકામાં પણ ક્રુડ ઓઈલના ભાવને લઈ મોંઘવારીના જોખમે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ગઈકાલે વ્યાજ દર યથાવત રાખવામાં આવતાં અને આજે બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા પણ વ્યાજ દર જાળવી રાખવામાં આવતાં ખોરવાયેલા સેન્ટીમેન્ટમાં બજારમાં ધરતીકંપના મોટા આંચકા આવ્યા હતા.

ઈન્ડિયા વીઆઈએક્સ આજે નીચામાં ૧૮.૭૨થી ઉછળીને ઉપરમાં ૨૩.૧૯ સુધી પહોંચ્યા બાદ છેલ્લે ૪.૦૮ પોઈન્ટ એટલે કે ૨૧.૭૯ ટકા ઉછળીને ૨૨.૮૦ના લેવલે રહ્યો હતો. એનએસઈનો નિફટી ૫૦ ઈન્ડેક્સે પણ જૂન ૨૦૨૪ બાદનો એક દિવસનો સૌથી મોટો કડાકો બતાવ્યો હતો. ટેકનીકલી નિફટીમાં હવે ૨૨,૯૦૦ સપાટી નીચે બંધ થવાના સંજોગોમાં બજાર પર મંદીવાળાઓની પકડ મજબૂત બનવાનું જાણકારોનું માનવું છે.

વોલેટીલિટી ઈન્ડેક્સ ૨૨% ઉછળીને ૨૨.૮૦

ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ અને અમેરિકાનું યુદ્વ આક્રમક બનીને વિશ્વને કટોકટીમાં ધકેલનારૂ નીવડી રહ્યું હોઈ અને આ યુદ્વ સંભવત: વિશ્વને ત્રીજા વર્લ્ડ વોર તરફ ધકેલી જઈ શકે એવી સંભાવના સાથે જીઓપોલિટીકલ ટેન્શન ચરમસીમાએ પહોંચતાં વૈશ્વિક બજારોની સાથે આજે ભારતીય શેર બજારોમાં અસાધારણ કડાકો બોલાઈ ગયો હતો. ત્રણ દિવસસની સુધારાની હેટ્રિક બાદ આજે ફરી યુદ્વની ગંભીરતાને લઈ ફંગોળાઈ ગયું હતું. આ પરિબળોએ આજે ભારતીય બજારનો વોલેટીલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ પણ ૨૨ ટકાથી વધુ ઉછળીને ઈન્ટ્રા-ડે ૨૩ની સપાટી પાર કરી ગયો હતો.

SENSEXના ૨૫૯૭ પોઈન્ટના ધબડકામાં HDFC બેંકનો સર્વાધિક ૫૫૭ પોઈન્ટનો હિસ્સો

કંપનીનું નામ

બંધ ભાવ

ઘટાડો

પોઈન્ટમાં હિસ્સો

–

–

૧૯, માર્ચ

(રૃપિયામાં)

એચડીએફસી બેંક

૭૯૯.૭૦

૪૩.૨૫

૫૫૭.૩૦

આઈસીઆઈસીઆઈ

૧૨૫૦.૮૦

૩૯.૧૫

૨૩૬.૮૨

લાર્સન ટુબ્રો

૩૪૩૫.૨૫

૧૭૦.૦૦

૧૬૮.૨૬

ઈન્ફોસીસ

૧૨૨૦.૬૫

૪૬.૮૦

૧૪૧.૫૪

રિલાયન્સ ઈન્ડ.

૧૩૮૫.૩૫

૨૩.૧૫

૧૩૨.૫૯

મહિન્દ્રા મહિન્દ્રા

૩૦૪૫.૬૦

૧૬૮.૯૦

૧૨૮.૦૧

એક્સિસ બેંક

૧૨૦૬.૬૫

૪૬.૨૫

૧૧૧.૭૮

બજાજ ફાઈનાન્સ

૮૩૨.૦૦

૪૭.૭૦

૧૦૫.૫૨

ઈટર્નલ લિ.

૨૨૮.૯૦

૧૩.૭૦

૮૦.૫૮

ટીસીએસ લિ.

૨૩૫૬.૫૫

૮૪.૬૦

૭૨.૫૫

સ્ટેટ બેંક ઈન્ડિયા

૧૦૪૮.૯૫

૨૦.૫૫

૭૨.૨૬

ભારતી એરટેલ

૧૮૨૯.૧૫

૨૬.૨૫

૬૨.૦૯

મારૃતી સુઝુકી

૧૨,૫૯૨

૪૬૩.૨૦

૫૧.૭૮

આઈટીસી લિ.

૨૯૮.૦૫

૬.૦૦

૪૯.૦૦

કોટક બેંક

૩૬૭.૯૫

૭.૪૫

૪૬.૪૦



Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારનું જોરદાર ‘કમબૅક’ : સેન્સેક્સમાં એકઝાટકે 900 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી | Stock Marke…
Business

શેરબજારનું જોરદાર ‘કમબૅક’ : સેન્સેક્સમાં એકઝાટકે 900 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી | Stock Marke…

March 20, 2026
ઐતિહાસિક કડાકા બાદ વાયદા બજારમાં ફરી તેજી! સોનામાં 3350 તો ચાંદીમાં 8540નો ઉછાળો | Gold Price Recove…
Business

ઐતિહાસિક કડાકા બાદ વાયદા બજારમાં ફરી તેજી! સોનામાં 3350 તો ચાંદીમાં 8540નો ઉછાળો | Gold Price Recove…

March 20, 2026
ફેબ્રુઆરી માસમાં ગોલ્ડ ઈટીએફની AUMમાં 165 ટકાનો નોંધપાત્ર વધારો | Gold ETF AUM increases by a signif…
Business

ફેબ્રુઆરી માસમાં ગોલ્ડ ઈટીએફની AUMમાં 165 ટકાનો નોંધપાત્ર વધારો | Gold ETF AUM increases by a signif…

March 20, 2026
Next Post
ખંભાતમાં ભાઈએ જ ભાઈ પાસે રૂ. છ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ | Police complaint filed in Khambhat …

ખંભાતમાં ભાઈએ જ ભાઈ પાસે રૂ. છ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ | Police complaint filed in Khambhat ...

બંધ બજારે રૂપિયો તૂટી 93ના નવા તળિયે : વૈશ્વિક સોનામાં મોટો કડાકો | Rupee falls to new low of 93 in …

બંધ બજારે રૂપિયો તૂટી 93ના નવા તળિયે : વૈશ્વિક સોનામાં મોટો કડાકો | Rupee falls to new low of 93 in ...

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ચરોતરમાં મીની વાવાઝોડું : ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ | Mini storm in C…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ચરોતરમાં મીની વાવાઝોડું : ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ | Mini storm in C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…

3 months ago
પંચમહાલ: ગોધરામાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વ્હોરવાડમાં મોડી રાત્રે બાઈક સવારોએ ગાડીઓના કાચ ફોડ્યા | Te…

પંચમહાલ: ગોધરામાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વ્હોરવાડમાં મોડી રાત્રે બાઈક સવારોએ ગાડીઓના કાચ ફોડ્યા | Te…

4 weeks ago
પંચમહાલમાં હિટ એન્ડ રન: ઈકો ચાલકે ત્રણને અડફેટે લેતા બે રાહદારીના કમકમાટીભર્યા મોત | Hit and run in …

પંચમહાલમાં હિટ એન્ડ રન: ઈકો ચાલકે ત્રણને અડફેટે લેતા બે રાહદારીના કમકમાટીભર્યા મોત | Hit and run in …

2 months ago
ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58000 કેસ, મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત | M…

ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58000 કેસ, મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત | M…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…

3 months ago
પંચમહાલ: ગોધરામાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વ્હોરવાડમાં મોડી રાત્રે બાઈક સવારોએ ગાડીઓના કાચ ફોડ્યા | Te…

પંચમહાલ: ગોધરામાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વ્હોરવાડમાં મોડી રાત્રે બાઈક સવારોએ ગાડીઓના કાચ ફોડ્યા | Te…

4 weeks ago
પંચમહાલમાં હિટ એન્ડ રન: ઈકો ચાલકે ત્રણને અડફેટે લેતા બે રાહદારીના કમકમાટીભર્યા મોત | Hit and run in …

પંચમહાલમાં હિટ એન્ડ રન: ઈકો ચાલકે ત્રણને અડફેટે લેતા બે રાહદારીના કમકમાટીભર્યા મોત | Hit and run in …

2 months ago
ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58000 કેસ, મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત | M…

ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58000 કેસ, મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત | M…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News