![]()
Western Railways : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે એન.એફ.આર.(નોન-ફેર રેવન્યુ (ટિકિટના ભાડા સિવાય)) ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ડી.આર.એમ. રાજુ ભડકેના માર્ગદર્શન હેઠળ વડોદરા વિભાગે પોતાના વાર્ષિક લક્ષ્યને પાર કરીને રૂ.7.12 કરોડની આવક નોંધાવી છે.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ, વર્તમાન આર્થિક વર્ષ 2025-26ના માર્ચ મહિનામાં તા.24 માર્ચ 2026 સુધીમાં વડોદરા વિભાગે રૂ.7.12 કરોડનું એન.એફ.આર. પ્રાપ્ત કર્યું છે. આ આવક નિર્ધારિત રૂ.7.00 કરોડના લક્ષ્ય કરતાં વધુ છે.
માત્ર એટલું જ નહીં, આ સિદ્ધિ ગયા વર્ષની સમાન અવધિ દરમિયાન પ્રાપ્ત થયેલા રૂ. 6.92 કરોડના આંકડાને પણ પાછળ મૂકતી જોવા મળી છે. વિભાગની આ સફળતા વિવિધ એન.એફ.આર. સ્ત્રોતોમાં રેલવે પરિસરોનો વ્યાપારી ઉપયોગ, જાહેરાતો, ફૂડ કોર્ટ્સ તથા મુસાફરો માટેની સુવિધાઓના વિકાસનો સમાવેશ થાય છે.










