gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in INDIA
0 0
0
પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– જે શહેરોમાં પાઈપલાઈન હશે ત્યાં લોકોએ ત્રણ મહિનામાં ફરજિયાત ગેસ કનેક્શન લેવું પડશે

– નવા પીએનજી કનેક્શન પર સિક્યોરિટી ડિપોઝિટ માફ અને રૂ. 500 સુધી મફત ગેસ, કંપનીઓને સુવિધા વધારવા આદેશ

– હોટેલ, રેસ્ટોરાં ગ્રાહકો પર એલપીજી ચાર્જ નાખશે તો આકરા પગલા લેવામાં આવશે : સરકારના આદેશ

– પેટ્રોલ-ડીઝલની કોઇ જ અછત નથી, અફવાઓમાં આવી જથ્થાબંધ ખરીદી ના કરવાની સરકારની સલાહ

નવી દિલ્હી : ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાનના યુદ્ધને કારણે દેશમાં એલપીજી સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવેથી જે પણ વિસ્તારમાં પીએનજીની સુવિધા હોય ત્યાં કનેક્શન લેવું ફરજિયાત થઇ ગયું છે. ટૂંક સમયમાં જે પણ વિસ્તારોમાં પીએનજી કનેક્શન શક્ય છે ત્યાં એલપીજી રદ કરી દેવામાં આવી શકે છે. આ સાથે જ સરકારે પીએનજી કનેક્શન માટે રાહતો જાહેર કરી છે જે મુજબ હવેથી સિક્યોરિટી ડિપોઝિટ નહીં આપવી પડે અને ૫૦૦ રૂપિયા સુધી મફત ગેસ મળી રહેશે. 

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પ્રેસ કોન્ફરંસ કરીને ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની સ્થિતિની ભારત પર અસરો અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી. સાથે જ પીએનજી કનેક્શનને લઇને રાહતો જાહેર કરી છે. નવા પીએનજી કનેક્શન પર કંપનીઓ સિક્યોરિટી ચાર્જ નહીં લે સાથે જ ૫૦૦ રૂપિયા સુધીનો ગેસ ફ્રી આપવામાં આવશે. જોકે આ સુવિધા તમામ ગ્રાહકોને નહીં પણ ૩૧મી માર્ચ સુધી કનેક્શન લેનારાઓને આપવામાં આવશે તેવા અહેવાલો છે. 

બીજી તરફ પીટીઆઇના અહેવાલો મુજબ સરકારે એક આદેશ જારી કરીને જણાવ્યું છે કે જો તમારા વિસ્તારમાં પીએનજી પાઇપ લાઇન ગેસ કનેક્શન હોય તો ટૂંક સમયમાં એલપીજી કનેક્શન બંધ કરી દેવામાં આવશે, ગ્રાહકોને એલપીજીમાંથી પીએનજી તરફ વાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન સંયુક્ત સચિવ સુજાતા શર્માએ વધુમાં જણાવ્યું હતું કે જે વિસ્તારમાં પીએનજીની સુવિધા હોય ત્યાં કનેક્શન લેવા માટે ગ્રાહકોને નોટિસ મોકલવામાં આવશે. ત્રણ મહિનાની અંદર પીએનજી કનેક્શન લઇ લેવાનું રહેશે, જો આમ કરવામાં ગ્રાહકો નિષ્ફળ રહે તો તેમને જે એલપીજી મળી રહ્યો છે તે બંધ કરી દેવામાં આવશે. 

સરકારી ડેટા મુજબ હાલમાં અનેક ઘરો સુધી પીએનજી કનેક્શન પહોંચી ગયા છે, દેશમાં આશરે ૩૩ કરોડ જેટલા ગ્રાહકો છે, જેની પાસે એલપીજી કનેક્શન છે, જ્યારે ૧.૫૭ કરોડ લોકો પાસે પીએનજી કનેક્શન છે, એટલે કે કરોડો લોકો હજુ પણ એલપીજી પર નિર્ભર છે. સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૧૦.૩૫ કરોડ લોકોને કનેક્શન આપવામાં આવ્યા છે. હાલમાં વિવિધ રાજ્યોમાં એલપીજી સિલિન્ડરોની સંગ્રહખોરી વધી રહી છે, એવામાં મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ૨૪મી માર્ચના રોજ વિવિધ રાજ્યોમાં ૨૭૦૦ જેટલા દરોડા પાડવામાં આવ્યા અને ૨૦૦૦ જેટલા સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.  

દરમિયાન કેટલાક રેસ્ટોરાં અને હોટેલવાળા ગ્રાહકો પાસેથી એલપીજી ચાર્જ વસુલવા લાગ્યા છે, આવો કોઇ પણ ચાર્જ નહીં વસુલવાની કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરિટીએ ચેતવણી જાહેર કરી છે. ઓથોરિટીએ દેશના તમામ રેસ્ટોરાં, હોટેલ, ખાણીપીણીના દુકાનો વગેરે માટે આદેશ જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જો ગ્રાહકો પાસેથી એલપીજી કે ફ્યૂઅલ ચાર્જ વસુલવામાં આવ્યો તો આકરા પગલા લેવામાં આવશે.   આ સાથે જ સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલની કોઇ જ અછત નથી, લોકોએ અફવાઓમાં આવીને જથ્થાબંધ ખરીદી ના કરવી તેવી સલાહ આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …

પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in ...

વિરમગામમાં વરસાદી ગટરની કામગીરીમાં ઘોર બેદરકારીઃ 6 મહિનાથી કામ અધૂરું | Gross negligence in storm se…

વિરમગામમાં વરસાદી ગટરની કામગીરીમાં ઘોર બેદરકારીઃ 6 મહિનાથી કામ અધૂરું | Gross negligence in storm se...

ધ્રાંગધ્રા હાઇવે પર ટ્રકમાંથી 4.90 લાખનો સૂકો ગાંજો ઝડપી પાડયો | Dried marijuana worth Rs 4 90 lakh …

ધ્રાંગધ્રા હાઇવે પર ટ્રકમાંથી 4.90 લાખનો સૂકો ગાંજો ઝડપી પાડયો | Dried marijuana worth Rs 4 90 lakh ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

5 months ago
CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર | CAIT has asked to e…

CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર | CAIT has asked to e…

1 year ago
સુરેન્દ્રનગર-મોરબી બ્રાન્ચની કેનાલમાં સિમેન્ટના પોપડા ઉખડયા

સુરેન્દ્રનગર-મોરબી બ્રાન્ચની કેનાલમાં સિમેન્ટના પોપડા ઉખડયા

3 months ago
કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા

કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News