gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in Business
0 0
0
ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉછળી 100ની સપાટીને આંબી ગયો :શેરબજારમાં પણ સન્નાટો

– ફુગાવો-મોંઘવારી વધુ વધશે: આયાતી ચીજોના ભાવ ઉંચા જશે: રૂપિયામાં વાર્ષિક કડાકામાં 14 વર્ષનો રેકોર્ડ તૂટયો

– રોકાણકારોની સંપત્તિમાં રૂ. 8.86 લાખ કરોડનું ધોવાણ : સેન્સેક્સમાં 2026નો ત્રીજો મોટો કડાકો

અમદાવાદ/ મુંબઈ : ઇરાન યુદ્ધના પગલે વધી રહેલ વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ક્રૂડ ઓઇલમાં ઉછળકૂદ ચાલુ રહેતાં તેની સીધી અસર આજે હુંડિયામણ બજારમાં રૂપિયા પર જોવા મળી હતી. આજે ડોલર સામે રૂપિયો તૂટીને ઇન્ટ્રા-ડે ૯૫ના તળિયાની નજીક ૯૪.૮૫ના સ્તરે પટકાયા બાદ કામકાજના અંતે બાઉન્સબેક થઈ ૯૪.૭૭ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે શેરબજારમાં ચોમેરથી આવેલ વેચવાલીના દબાણ પાછળ ઝડપી પીછેહઠ થવા પામી હતી જેમાં સેન્સેક્સે ૨૦૨૬નો ત્રીજો મોટો એવો ૧૬૯૦ પોઇન્ટનો કડાકો નોંધાવ્યો હતો. જ્યારે નિફ્ટીમાં ૪૮૭ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. સેન્સેક્સના કડાકાને પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮.૮૬ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.

મુંબઈ  કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ તીવ્ર ઉછાળા વચ્ચે રૂ.૯૪ની સપાટી કુદાવી ઉંચામાં ભાવ  રૂ.૯૪.૮૫ સુધી ઉછળતાં રૂપિયો નવા નીચા તળિયે પટકાયો હતો. શેરબજારમાં ઝડપી ઘટાડો તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલના ૧૧૦ ડોલર ઉપર ગયાના નિર્દેશો વચ્ચે ઘરઆંગણે રૂપિયો બેકફૂટ પર ધકેલાયો હતો. 

રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૩.૯૮ વાળા આજે સવારે રૂ.૯૪.૧૫ ખુલ્યા પછી ઉંચામાં રૂ.૯૪.૮૫ થઈ રૂ.૯૪.૭૭ રહ્યા હતા. ડોલરના ભાવ ૭૯ પૈસા ઉછળતાં રૂપિયો આજે વધુ ૦.૮૪ ટકા તૂટયો હતો. ડોલર ઉછળતાં દેશમાં આયાત થતા ક્રૂડતેલ, સોના-ચાંદી, કઠોળ, ખાદ્યતેલો વિ. સહિતની વિવિધ ચીજવસ્તુઓ મોંધી થવાની તથા વિદેશ પ્રવાસો અને વિદેશ શિક્ષણ પણ મોંઘું થવાની ગણતરી મૂકાઈ રહી છે. રૂપિયો ગબડતાં દેશના નિકાસકારોને ફાયદો થવાની ગણતરી પણ સૂત્રોએ દર્શાવી હતી. 

ઈરાન યુદ્ધના માહોલમાં ક્રૂડતેલ ઉછળી રહ્યું છે એ જોતાં રૂપિયો વધુ ગબડી નીચામાં રૂ.૯૫ તથા ૯૬ સુધી જતો રહેશે એવી ગણતરી વચ્ચે અમુક વર્ગ હવે રૂ.૧૦૦નું તળિયું જોવા મળશે એવી શક્યતા પણ બતાવતો થયો છે. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે વધી ૧૦૦ પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા.  વોર ઈફેકટ વચ્ચે વૈશ્વિક ડોલરમાં સેફ-હેવન બાઈંગ વધ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ રહી હતી.

દરમિયાન,  બ્રિટીશ પાઉન્ડના ભાવ ૬૫ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૨૬.૩૧ થઈ રૂ.૧૨૬.૧૪ રહ્યા હતા. જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૨ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૯.૨૬ થઈ રૂ.૧૦૯.૧૬ રહ્યા હતા. રૂપિયા સામે આજે જાપાનની કરન્સી ૦.૫૩ ટકા ઉછળી હતી. ચીનની કરન્સી ૦.૬૫ ટકા ઉછળતાં ડોલર ઉપરાંત વિવિધ કરન્સીઓ સામે રૂપિયો ગબડતો જોવા મળ્યો હતો. 

આ વર્ષે રૂપિયો આશરે પાંચ ટકા તૂટયો છે. ઈરાન યુદ્ધ શરૂ થયા પછીના ગાળામાં રૂપિયો ૪ ટકા ગબડયો છે. ૨૦૨૫-૨૬ના નાણાંવર્ષમાં રૂપિયો ૧૧ ટકા તૂટયો છે. રૂપિયામાં આવો વાર્ષિક કડાકો છેલ્લે ૨૦૧૧-૧૨માં જોવા મળ્યો હતો, અને એ વખતે રૂપિયો ૧૪ ટકા ગબડયો હતો. 

દરમિયાન, મુંબઈ કરન્સી  બજારમાં આજે રૂપિયો ગબડી રહ્યો હતો ત્યારે રિઝર્વ બેન્ક તથા વિવિધ સરકારી બેન્કોની બજારમાં હાજરી તથા સક્રિયતા પાંખી રહી હતી અને તેના પગલે રૂપિયામાં ધોવાણ વધ્યું હતું.  

ક્રૂડતેલના ભાવ ઉછળતાં વિશ્વના વિવિધ દેશોમાં ફુગાવો તથા મોંઘવારી વધ્યા છે અને આવા માહોલમાં હવે વૈશ્વિક સ્તરે  વ્યાજના દરમાં ઘટાડો થવાના બદલે વ્યાજના દરમાં વૃદ્ધિ થવાની શક્યતા વધતી જોવા મળી છે અને તેની અસર પણ આગળ ઉપર કરન્સી બજાર પર દેખાવાની ગણતરી તજજ્ઞાો બતાવી રહ્યા હતા.

વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ક્રૂડ ઓઇલમાં ઉછળકૂદ ચાલુ રહેતાં ભારતીય શેરબજારમાં આજે કામકાજના પ્રારંભથી જ ગભરાટભરી વેચવાલીનું દબાણ આવતા શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાયા હતા. જેના પગલે કામકાજના અંતે સેન્સેક્સ ૧૬૯૦.૨૩ પોઇન્ટના કડાકા સાથે ૭૩,૫૮૩.૨૨ના મથાળે ઉતરી આવ્યો હતો આજે ઇન્ટ્રા-ડે સેન્સેક્સમાં ૧૭૩૯ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. આજે નિફ્ટી ૪૮૬.૮૫ પોઇન્ટ તૂટીને ૨૨,૮૧૯.૬૦ની સપાટીએ ઉતરી આવ્યો હતો. સેન્સેક્સના કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮.૮૬ લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂ. ૪૨૨.૧૫ લાખ કરોડ રહી હતી.

ડાઉ જોન્સમાં 465 પોઈન્ટનું ગાબડું

અમદાવાદ : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઉર્જા માળખા પર સંભવિત હુમલાની સમયમર્યાદા વધુ ૧૦ દિવસ લંબાવી હોવા છતાં પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૪૬૫ પોઈન્ટનું ગાબડું નોંઘાયું હતું.

ઈરાન પર હુમલાની સમયમર્યાદા લંબાવી હોવા છતાં વૈશ્વિક અસ્થિરતા વધવા સાથે  તણાવ ચાલુ રહેતાં ક્રૂડ ઓઇલના ભાવ વધીને ૧૧૧ ડોલર પહોંચ્યા હતા. ટ્રમ્પનું આ પગલું બજારોને શાંત કરવામાં નિષ્ફળ ગયું અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો જોવાયો હતો.

આ અહેવાલો પાછળ આજે અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૪૬૫ પોઈન્ટનું ગાબડું નોંઘાતા તે ૪૫,૪૯૪ પર કાર્યરત હતો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ ૨૭૯ પોઈન્ટ તુટીને ૨૧,૧૨૮ પર કાર્યરત હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
બ્લેક ફ્રાઈડે : સેન્સેક્સ 1690 પોઈન્ટ ખાબકી 73583 | Black Friday: Sensex falls 1690 points to 73583
Business

બ્લેક ફ્રાઈડે : સેન્સેક્સ 1690 પોઈન્ટ ખાબકી 73583 | Black Friday: Sensex falls 1690 points to 73583

March 28, 2026
ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…
Business

ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…

March 28, 2026
Next Post
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt...

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac...

સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં રૂપિયા 10નો ઘટાડો કર્યો | Government reduced excise duty …

સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં રૂપિયા 10નો ઘટાડો કર્યો | Government reduced excise duty ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ પ્રથા: ગુજરાતમાં દાયકાઓથી ચાલતા દમનનો અંત લાવવા મહાસંગ્રામ | Op…

ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ પ્રથા: ગુજરાતમાં દાયકાઓથી ચાલતા દમનનો અંત લાવવા મહાસંગ્રામ | Op…

8 months ago
પ.બંગાળમાં વક્ફ (સુધારા) બિલ લાગુ નહીં થાય… મુખ્યમંત્રી મમતા બેનરજીની મોટી જાહેરાત | Waqf amendmen…

પ.બંગાળમાં વક્ફ (સુધારા) બિલ લાગુ નહીં થાય… મુખ્યમંત્રી મમતા બેનરજીની મોટી જાહેરાત | Waqf amendmen…

12 months ago
સતત આઠમી વખત મુહૂર્તના કામકાજમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા | Benchmark indices close…

સતત આઠમી વખત મુહૂર્તના કામકાજમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા | Benchmark indices close…

5 months ago
PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો | Violence again in …

PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો | Violence again in …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News