![]()
– પદવી પ્રાપ્ત કરવાનો અવસર દરેક વિદ્યાર્થી માટે ભાવપૂર્ણ હોય છે : રાજ્યપાલ
– પદવી આપવી ઔપચારિક પ્રક્રિયા નથી પરિશ્રમનું પરિણામ છે : વી.સી., ભાવનગર યુનિ.ના પદવીદાન સમારોહમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા
ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના આંગણે આજે પદવીદાન સમારોહનું વિશેષ આયોજન કુલાધીપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને કરાયું હતું. જેઓએ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ સાથે જીવનના મર્મને સમજાવ્યો હતો અને તૈતરીય ઉપનિષદમાં ગુરૂના આશિર્વચનની વિસ્તારથી સમજ આપી હતી. આ સમારોહમાં ૮૬ ગોલ્ડ મેડલ, ૪૨ પ્રાઇઝ અને ૧૨૭૦૪ વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવી હતી.
યુનિવસટીનો ૧૦મો વાષક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી સમાજને સુખમય અને સરળ બનાવવા માટે પોતે મેળવેલા જ્ઞાાનનો ઉપયોગ કરે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને સુમંગલ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, પ્રાચીન કાળમાં –ષિમુનીઓ પ્રેય માર્ગ અને શ્રેય માર્ગની વિદ્યા પ્રદાન કરતાં હતાં. તેઓએ ઉમેર્યું હતું કે વિશ્વ વિદ્યાલયમાંથી મેળવેલું જ્ઞાાન સમગ્ર જીવનને પ્રકાશિત કરતું હોય છે. ત્યારે પદવી પ્રાપ્ત કરવાનો અવસર દરેક વિદ્યાર્થી માટે ભાવપૂર્ણ હોય છે.
રાજ્યપાલે ડીજી લોકર એપના ડિજિટલ માધ્યમથી વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરી હતી.કુલપતિ ડા€.ભરત રામાનુજે પદવીદાન સમારોહ દરમિયાન જણાવ્યું હતું કે આ પદવીદાન સમારોહ એ માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી પરંતુ માતા-પિતાની આશા, સમાજની અપેક્ષાઓની પૂર્તી કરવાની જવાબદારીનો પ્રારંભ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘કેમ્પ ટૂ કોમ્યુનિટી અને લનગ ટૂ લીટરશીપ’ના ઉપાજત કરેલાં ગુણોને સમાજ શ્રેયાર્થે પ્રસારિત કરવાનાં મૂલ્યોની વિશદ છણાવટ કરી હતી.પદવીદાન સમારોહમાં કુલ- ૮૬ ગોલ્ડ મેડલ અને ૪૨ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ૨૨ સંશોધકોને Ph.D. પદવી એનાયત કરવામાં આવી હતી.આર્ટસમાં ૪,૬૩૮, કોમર્સમાં ૨,૭૭, સાયન્સમાં ૨,૧૪૯, રૂરલ સ્ટડીઝમાં ૧,૪૩૪, મેનેજમેન્ટમાં ૪૯૬, એજ્યુકેશનમાં ૪૫૪ અને કાયદાશા†માં ૧૩૮ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમજ મેડિકલ, હોમિયોપેથી, ડેન્ટલ અને નસગ સહિત આરોગ્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત કરવામાં આવી હતી.










