gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in Business
0 0
0
માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચાલુ નાણાંકીય વર્ષમાં સેન્સેક્સ ૫૪૬૭ પોઈન્ટ, નિફટી ૧૧૮૮ પોઈન્ટ તૂટયા

મુંબઈ : ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાએ છેડેલું યુદ્વ હવે જાણે ત્રીજા વિશ્વ યુદ્વમાં પરિણમી રહ્યું હોય એમ ઈરાનની ઓઈલ એસેટ પર કબજો જમાવવા અમેરિકા અને ઈઝરાયેલ ખતરનાર ભૂમિ યુદ્વની તૈયારી કરી રહ્યું હોઈ ઈરાનના વળતાં હુમલાએ રેડિયેશનના વધતાં ખતરાં સાથે યુદ્વ ભયાવહ બની રહ્યું હોઈ આજે ભારતીય શેર બજારોમાં માર્ચ મહિનાના અને નાણા વર્ષ ૨૦૨૫-૨૬ના અંતિમ દિવસે સાર્વત્રિક નવો કડાકો બોલાઈ ગયો હતો. ઈંધણની કટોકટી સર્જાવાના ભણકારાં અને બીજી તરફ દરેક ઉદ્યોગો પર સંકટના વાદળો ઘેરાવા લાગતાં વગર જાહેર કર્યે દેશમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાવા લાગતાં ઘણા ઉદ્યોગો અને  અનેક કંપનીઓની માઠી દશા બેસતાં આજે શેરોમાં રોકાણકારોનો વિશ્વાસ પણ તળીયે ગયો હતો. માર્ચ મહિનો ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ઐતિહાસિક વેચવાલી સાથે વિક્રમી કડાકાનો નીવડી અત્ર, તત્ર, સર્વત્ર મંદી મંદી મંદીની બૂમરાળ મચી ગઈ હતી.

રિઝર્વ બેંકે ૧૦ કરોડ ડોલરની ફોરેક્સ મર્યાદા નક્કી કરતા બંકીંગ શેરોમાં કડાકો બોલાયો હતો. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ધબડકા સાથે ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર-ફાર્મા, આઈટી-સોફ્ટવેર શેરોમાં મોટું ધોવાણ થયું હતું. સેન્સેક્સ ૧૬૩૫.૬૭ પોઈન્ટ તૂટીને ૭૧૯૪૭.૫૫ અને નિફટી ૫૦ સ્પોટ ૪૮૮.૨૦ પોઈન્ટ તૂટીને ૨૨૩૩૧.૪૦ બંધ રહ્યા હતા. માર્ચ મહિનો ઐતિહાસિક કડાકાનો નીવડયો છે.  માર્ચ મહિનામાં રોકાણકારોની સંપતિ-એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.૫૧.૦૯ લાખ કરોડનું જંગી ધોવાણ થયું છે.

આજે શેર બજારો બંધ

મંગળવાર ૩૧, માર્ચ ૨૦૨૬ના મહાવીર જયંતી નિમિતે ભારતીય શેર બજારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ-બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ-એનએસઈ ટ્રેડિંગ માટે બંધ રહેશે.

બેંકેક્સ ૨૨૩૬ પોઈન્ટ તૂટયો 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ મોટાપાયે વેચવાલી કરતાં વ્યાપક ગાબડાં પડયા હતા. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૧.૬૦ ઘટીને રૂ.૧૬૪.૧૫, કેનેરા બેંક રૂ.૬.૮૦ ઘટીને રૂ.૧૨૩.૫૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૯.૦૫ ઘટીને રૂ.૭૫૨.૮૦, બેંક ઓફ બરોડા રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૨૪૭.૫૦, પીએનબી રૂ.૪.૫૫ ઘટીને રૂ.૧૦૦.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪૦.૨૫ તૂટીને રૂ.૯૭૯.૮૦, ફેડરલ બેંક રૂ.૯.૪૦ ઘટીને રૂ.૨૫૯.૮૦, એચડીએફસી બેંક રૂ.૨૪.૪૫ ઘટીને રૂ.૭૩૧.૮૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૯ ઘટીને રૂ.૧૨૦૫.૨૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૨૩૬.૧૯ પોઈન્ટ તૂટીને ૫૬૫૮૦.૭૪ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં  ધબડકો 

ઈરાન યુદ્વના પરિણામે વિશ્વમાં ઈંધણની અછત સર્જાવા લાગી હોઈ ઘરઆંગણે પણ પુરવઠો અત્યારે પર્યાપ્ત હોવાના સરકારના આશ્વાસન છતાં યુદ્વ લાંબું ચાલવાના સંજોગોમાં પરિસ્થિતિ વણસવાના ફફડાટે વાહનોની ખરીદીમાં મોટા  ઘટાડાની આશંકાએ ફંડોએ ઓટોમોબાઈલ શેરોમાં ફરી મોટો કડાકો બોલાવી દીધા હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પરૂ.૮૪.૭૫ તૂટીને રૂ.૨૯૫૬.૧૫, મારૂતી સુઝુકી રૂ.૧૨૭.૯૦ ઘટીને રૂ.૧૨,૨૬૦, બજાજ ઓટો રૂ.૧૨૬.૦૫ ઘટીને રૂ.૮૭૭૬.૬૫, એમઆરએફ રૂ.૨૮૦૭.૫૫ ઘટીને રૂ.૧,૨૬,૬૬૬, ટીવીએસ મોટર રૂ.૭૭.૯૫ ઘટીને રૂ.૩૩૬૫.૮૦,હ્યુન્ડાઈ મોટર રૂ.૩૩.૩૦ ઘટીને રૂ.૧૭૮૧.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૨૫૭.૦૮ પોઈન્ટ તૂટીને ૫૨૬૧૩.૯૮ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરો તૂટયા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં  ફરી મોટું  ભંગાણ પડી આજે કડાકો બોલાઈ ગયો હતો. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૧૩.૭૫ તૂટીને રૂ.૯૮૭૫.૩૫, ડાટાપેટર્નસ રૂ.૧૧૬.૭૫ તૂટીને રૂ.૩૦૩૪.૩૦, ભેલ રૂ.૯.૩૦ ઘટીને રૂ.૨૪૫.૫૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૩૬.૮૫ તૂટીને રૂ.૪૫૦૦.૩૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૪૫૯.૨૧ પોઈન્ટ તૂટીને ૬૪૨૪૩.૩૮ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સમાં વેચવાલી

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે ખપતાં શેરો વેચવા હેમરિંગ કરતાં મોટું ધોવાણ થયું હતું. વોલ્ટાસ રૂ.૫૧.૭૫ તૂટીને રૂ.૧૨૭૦.૨૫, બ્લુ સ્ટાર રૂ.૬૪.૫૫ ઘટીને રૂ.૧૬૧૦.૭૫, એશીયન પેઈન્ટ રૂ.૪૨.૭૫ ઘટીને રૂ.૨૧૬૪.૫૦, બર્જર પેઈન્ટ રૂ.૪.૭૫ ઘટીને રૂ.૪૧૦.૨૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૯૨.૪૭ પોઈન્ટ તૂટીને ૫૨૬૧૯.૦૨ બંધ રહ્યો હતો.

આઈટી-સોફ્ટવેર શેરોમાં પેનીક સેલિંગ 

ફંડોએ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓના શેરોમાં પેનીક સેલિંગ કર્યું હતું. વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે બિઝનેસ તકો ઘટી રહ્યાના અહેવાલોએ આજે ફંડોએ વેચીને હળવા થવાનું પસંદ કર્યું હતું. હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૨૮.૩૫ ઘટીને રૂ.૩૬૧.૦૫, નેલ્કો રૂ.૩૦.૫૫ ઘટીને રૂ.૫૦૫.૭૫, ટાટા ટેકનોલોજી રૂ.૩૦.૦૫ ઘટીને રૂ.૫૦૯.૪૫, ઓરિઓનપ્રો સોલ્યુશન રૂ.૪૦.૫૦ ઘટીને રૂ.૭૨૨.૭૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૨૧.૨૪ પોઈન્ટ ઘટીને ૨૭૯૨૬.૩૨  બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફંડો હળવા 

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર કંપનીઓના શેરોમાં ફંડોએ આજે ફરી હળવા થવાનું પસંદ કર્યું હતું. ટારન્સ રૂ.૧૧.૪૫ ઘટીને રૂ.૧૬૬.૭૫, સિન્જેન રૂ.૨૩.૮૦ ઘટીને રૂ.૩૯૦.૨૫, થેમીસ મેડી રૂ.૩.૮૫ ઘટીને રૂ.૬૫.૮૭ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૬૪૯.૫૮ પોઈન્ટ ગબડીને ૪૧૭૭૮.૩૮ બંધ રહ્યો હતો. 

એફએમસીજી શેરોમાં 

વેચવાલી 

દેશમાં પેટ્રોલના  ભાવ વધારા અને એલપીજી સહિતનો પુરવઠો ઓછો થવા લાગતાં મોંઘવારી વધતાં એફએમસીજી કંપનીઓના વેચાણ પર અસરની શકયતાએ ફંડો શેરોમાં વેચવાલ રહ્યા હતા. પરાગ મિલ્ક રૂ.૧૦.૫૫ ઘટીને રૂ.૧૭૯.૬૫, વાડીલાલા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯૫.૨૦ ઘટીને રૂ.૪૦૯૦.૮૫, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૩૭.૫૫ ઘટીને રૂ.૮૪૯ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૩૨૧.૦૭ પોઈન્ટ ઘટીને ૧૬૭૭૪.૨૭ બંધ રહ્યો હતો.

 રિયાલ્ટી શેરો ગબડયા 

રિયલ એસ્ટેટ ક્ષેત્રે દેશભરમાં પ્રોપર્ટીની માંગમાં મોટો ઘટાડો થઈ રહ્યાના અને આ ક્ષેત્રે મંદીની આશંકાએ ફંડોએ આજે રિયાલ્ટી કંપનીઓના શેરોમાં ફરી કડાકો બોલાવ્યો હતો. અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૧.૬૫ ઘટીને રૂ.૪૦૫.૬૦, બ્રિગેડ રૂ.૩૮.૧૦ ઘટીને રૂ.૬૫૦.૮૫, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૪૬.૫૦ ઘટીને રૂ.૧૧૨૬.૨૦, ડિએલએફ રૂ.૨૦.૬૦ ઘટીને રૂ.૫૦૩.૭૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૫૭.૫૨ પોઈન્ટ તૂટીને ૫૦૪૬.૩૧ બંધ રહ્યો હતો. 

સ્મોલ, મિડ કેપ શેરો 

પાણી પાણી 

સપ્તાહના પહેલા દિવસે અને માર્ચના અંતિમ દિવસે સેન્સેક્સ, નિફટીમાં આજે  નવો  કડાકો બોલાઈ જવા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદદાર ગાયબ થઈ જવા લાગી અનેક વેચવાલ રહેતાં વ્યાપક ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૦૦  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા માત્ર ૮૩૫  અને ઘટનારની સંખ્યા ૩૬૧૮  રહી હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૯.૭૪ લાખ કરોડ ધોવાઈ 

માર્ચના અંતિમ દિવસે શેરોમાં અવિરત ઓલ રાઉન્ડ સાર્વત્રિક ધૂમ વેચવાલીએ ધબડકો બોલાઈ જતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૯.૭૪  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૧૨.૪૧  લાખ કરોડ રહી હતી. 

માર્ચ મહિનામાં સેન્સેક્સ ૯૩૩૯ પોઈન્ટ, નિફટીમાં ૨૩૫૯ પોઈન્ટનો ઐતિહાસિક કડાકો

માર્ચ મહિનામાં સેન્સેક્સ ૯૩૩૯.૬૪ પોઈન્ટ તૂટયો છે. જ્યારે નિફટી ૫૦ ઈન્ડેક્સ ૨૩૫૯.૦૫ પોઈન્ટ ગબડયા છે. આમ માર્ચ ૨૦૨૬ મહિનામાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૃ.૫૧.૦૯ લાખ કરોડ ધોવાયું છે. નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં નિફટી ૫૦ ઈન્ડેક્સ ૧૧૮૭.૯૫ પોઈન્ટ ઘટયો છે. જે ૨૮ માર્ચ ૨૦૨૫ના ૨૩૫૧૯.૩૫ની સપાટીએ હતો. જયારે સેન્સેક્સ ૫૪૬૭.૩૭  પોઈન્ટ ઘટયો છે. ૨૮, માર્ચ ૨૦૨૫ના સેન્સેક્સ ૭૭૪૧૪.૯૨ની સપાટીએ હતો. એક વર્ષમાં માર્કેટ કેપિટલાઈઝેશન પણ હતું, ત્યાંને ત્યાં જે ૨૮, માર્ચ ૨૦૨૫ના ૪૧૨.૮૭ લાખ કરોડ રહ્યું હતું. જે આજે ૩૦, માર્ચ ૨૦૨૬ના રૃ.૪૧૨.૪૧ લાખ કરોડ રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…
Business

ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…

March 31, 2026
રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…
Business

રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

March 31, 2026
માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…
Business

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

March 31, 2026
Next Post
તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |...

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા નરેન્દ્ર મોદીને આમંત્રણ | Narendra Modi invited to at…

તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા નરેન્દ્ર મોદીને આમંત્રણ | Narendra Modi invited to at…

1 month ago

નવજાત શિશુ માટે ગરમ કપડાં ખરીદતાં સમયે રાખજો આ 5 વાતોનું ખાસ ધ્યાન, થશે ફાયદો | newborn baby winter clothes top 5 things to check before buying Alternate shorter option

5 months ago
કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી …

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી …

12 months ago
ચીનને પછાડીને ભારતીય વાયુસેના બની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મજબૂત હવાઈશક્તિ, જાણો વિશેષતાઓ | indian…

ચીનને પછાડીને ભારતીય વાયુસેના બની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મજબૂત હવાઈશક્તિ, જાણો વિશેષતાઓ | indian…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News