gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી 2026 : 3 રાજ્યોમાં જંગી મતદાન, આસામમાં સૌથી વધુ 84% વોટિંગ, પુડુચેરીમાં અથડામણ, પોલીસનો લાઠીચ…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in INDIA
0 0
0
ચૂંટણી 2026 : 3 રાજ્યોમાં જંગી મતદાન, આસામમાં સૌથી વધુ 84% વોટિંગ, પુડુચેરીમાં અથડામણ, પોલીસનો લાઠીચ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kerala, Assam and Puducherry Assembly Election 2026 : આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં આજે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીના આંકડા મુજબ આસામમાં સૌથી વધુ 84.42%, પુડુચેરીમાં 86.92% અને કેરળમાં 75.01% મતદાન નોંધાયું છે. કેરળની 140, આસામની 126 અને પુડુચેરીની 30 બેઠકો પર જનતા ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરી રહી છે.

આસામની 722 ઉમેદવારો મેદાનમાં

આસામની 126 બેઠકો પર 722 ઉમેદવારો મેદાનમાં છે. શાંતિપૂર્ણ મતદાન માટે 31,940 મતદાન કેન્દ્રો પર 1.5 લાખથી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ કેન્દ્રો પર માઇક્રો-ઓબ્ઝર્વર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ હેટ્રિક જીત મેળવવા માંગે છે, જ્યારે કોંગ્રેસે ગૌરવ ગોગોઈના ચહેરાને આગળ ધરીને સત્તા હાંસલ કરવા ઈચ્છે છે.

કેરળમાં ત્રિપાંખિયો જંગ

કેરળની તમામ 140 બેઠકો પર 883 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. અહીં 2.71 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પિનરાઈ વિજયનની આગેવાની હેઠળનું LDF ત્રીજી વાર સત્તામાં આવવા ઈચ્છુક છે, જ્યારે કોંગ્રેસ નેતૃત્વ હેઠળનું UDF પોતાની ખોવાયેલી સત્તા મેળવવા મહેનત કરી રહ્યું છે. ભાજપ પણ અહીં પોતાની તાકાત વધારીને ખાતું ખોલવાની આશા રાખી રહ્યું છે.

આ પણ વાંચો : દરેક રેપ કેસની ફાઈલ ખુલશે, ભ્રષ્ટાચારીઓ પણ થશે જેલભેગા: બંગાળમાં PM મોદીની 6 ગેરંટી

પુડુચેરીમાં રાજકીય ઘમાસાણ અને જૂથ અથડામણ

પુડુચેરીમાં 30 બેઠકો પર 294 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન દરમિયાન મન્નાદીપેટના તિરુકાનૂર ગામમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જોકે આ ઘટનાથી મતદાન પ્રક્રિયા પર કોઈ અસર પડી નથી.

પેટાચૂંટણી અને ગોવામાં હાઈકોર્ટની રોક

વિધાનસભા ચૂંટણીની સાથે જ આજે કર્ણાટકની 2, નાગાલેન્ડની 1 અને ત્રિપુરાની 1 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ગોવામાં પણ એક બેઠક પર પેટાચૂંટણી થવાની હતી, પરંતુ હાઈકોર્ટે તેના પર રોક લગાવી દેતા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં સીઝફાયર બાદ હવે કતાર જશે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ, LNG સપ્લાય અંગે થશે વાતચીત

ચૂંટણીમાં નોંધાયેલી અન્ય ઘટનાઓ

  • કોંગ્રેસની પોતાના જ ઉમેદવાર સામે ફરિયાદ : આસામ કોંગ્રેસે ઉદલગુડી બેઠકના ઉમેદવાર સુરેન ડેમરી સામે ફરિયાદ નોંધાવી છે. ડેમરીએ પક્ષ વિરુદ્ધ નિવેદન આપી રાજીનામું આપતા કોંગ્રેસે તેમની સામે FIRની માંગ કરી છે.
  • મતદાન અધિકારીનું નિધન : આસામના સોનિતપુર જિલ્લામાં એક મતદાન અધિકારી દેબેન હોરો (45) મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની જગ્યાએ રિઝર્વ સ્ટાફ મૂકીને મતદાન પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી.
  • ગોપનીયતાના ભંગ બદલ FIR : આસામના કાર્બી આંગલોંગમાં મતદાન કેન્દ્રની અંદરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચૂંટણી પંચે ગંભીર નોંધ લીધી છે અને જવાબદારો સામે FIR દાખલ કરી તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ | Will AI Replace…
INDIA

‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ | Will AI Replace…

May 26, 2026
કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા…
INDIA

કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા…

May 26, 2026
‘ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે’, કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ | Kumar…
INDIA

‘ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે’, કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ | Kumar…

May 26, 2026
Next Post
મોટો કડાકો! ચાંદી એકઝાટકે 8,000 રૂપિયા સસ્તી, સોનાની કિંમત પણ 1.50 લાખની નીચે સરકી | Gold and Silver…

મોટો કડાકો! ચાંદી એકઝાટકે 8,000 રૂપિયા સસ્તી, સોનાની કિંમત પણ 1.50 લાખની નીચે સરકી | Gold and Silver...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: બીજા શનિવારે રજા છતાં આ કચેરીઓ ખુલ્લી રહેશે, ચૂંટણી પંચનો મહત્ત્વનો નિર્ણ…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: બીજા શનિવારે રજા છતાં આ કચેરીઓ ખુલ્લી રહેશે, ચૂંટણી પંચનો મહત્ત્વનો નિર્ણ...

વડોદરા – મઉ સ્પેશિયલ ટ્રેનનો રૂટ અને સમય બદલાયો | Vadodara Mau Special Train Route and Timings Chang…

વડોદરા - મઉ સ્પેશિયલ ટ્રેનનો રૂટ અને સમય બદલાયો | Vadodara Mau Special Train Route and Timings Chang...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો પકડા…

લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો પકડા…

7 months ago
હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…

હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…

2 months ago
સાયન્સ ફેકલ્ટીમાં બે દિવસનુ ઓપન હાઉસ, પક્ષીઓના પીંછાની અનોખી લાઈબ્રેરી રજૂ કરાઈ | open house organiz…

સાયન્સ ફેકલ્ટીમાં બે દિવસનુ ઓપન હાઉસ, પક્ષીઓના પીંછાની અનોખી લાઈબ્રેરી રજૂ કરાઈ | open house organiz…

3 months ago
પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર | India s G…

પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર | India s G…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News