gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Dosa Death Case: અમદાવાદમાં ઢોંસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે નવો વળાંક આવી રહ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની આ ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારા તથ્ય સામે આવ્યા છે. મૃતક બાળકીઓના પિતાને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતા ACP કચેરીઓ લઈ જવાયા હતા. જ્યાં તેની દોઢ કલાક સુધી અધિકારીઓ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ હતી. બીજી તરફ, હોસ્પિટલમાં દાખલ માતાનું પણ પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, માતા-પિતાના બ્લડ સેમ્પલમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ અને ઝિંકની વધુ માત્રા મળ્યા બાદ આ મામલો હવે વધુ ગૂંચવણ ભર્યો થઈ ગયો છે. જોકે, પોલીસ હજુ કોઈ અંતિમ નિષ્કર્ષ પર નથી પહોંચી અને એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

બાળકીઓના પિતાની દોઢ કલાક સુધી પૂછપરછ

બંને મૃતક બાળકીઓના પિતા વિમલને શુક્રવારે(10 એપ્રિલ, 2026) બપોરે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સૌપહેલા સાબરમતી સ્થિત ACP એલ ડિવિઝન કચેરીએ અને પછી ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. દોઢ કલાક સુધી PI, ACP અને DCPની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી હતી. આ જોતા એવું લાગી રહ્યું છે કે, ઢોંસાકાંડની તપાસ હવે ગમે તે સમયે પૂરી થઈ શકે છે અને આરોપીની સત્તાવાર ધરપકડ કરવામાં આવી શકે છે. આ સાથે જ આવતીકાલ સવારે અથવા બપોર સુધી FSL રિપોર્ટ પણ જાહેર થઈ શકે છે.

પોલીસના જણાવ્યા મુજબ, પિતાની પૂછપરછ દ્વારા ઘટનાક્રમને સ્પષ્ટ કરવાનો પ્રયાસ થઈ રહી છે, જ્યારે તપાસના અનેક પાસાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં દાખલ માતાનું નિવેદન નોંધાયું

બીજી તરફ માતા ભાવનાબેન હાલ તબીબી નિરીક્ષણ હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. અત્યારે પોલીસની ટીમ દ્વારા હોસ્પિટલે નિવેદન લેવા માટે ટીમ રવાના થઈ છે. આવતીકાલે સવારે મહિલાને ડિસ્ચાર્જ આપવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

પ્રાથમિક પુરાવાઓમાં સંભવિત ઝેરી પદાર્થના સંકેત

અધિકારીઓના જણાવ્યા મુજબ, કેસ હવે વધુ જટિલ બની રહ્યો છે અને પ્રાથમિક પુરાવાઓમાં સંભવિત ઝેરી પદાર્થના સંકેત મળ્યા છે. માતા-પિતા અને બાળકોના બ્લડ સેમ્પલની ફોરેન્સિક તપાસમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ નામના જીવલેણ કીટનાશકની હાજરી મળી હોવાની માહિતી સામે આવી છે. જોકે બાળકોના મોતનું ચોક્કસ કારણ FSL રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: અમદાવાદ ઢોંસાકાંડ: માતાની ડાયરીને કારણે કેસમાં આવી શકે છે નવો વળાંક, 2 બાળકીના મોત મુદ્દે પરિવારનું એક જ રટણ

મૃતક બાળકીઓના દાદા અને પરિવારજનોની પણ પૂછપરછ

બે મૃતક બાળકીના દાદા, એક મહિલા અને બીજા બે પરિજનો ચાંદખેડા પોલીસ સ્ટેશન બેસાડ્યા છે. PI, ACP, DCP અને બીજા બે અધિકારી દ્વારા આરોપી પિતાની એક કલાકથી પૂછપરછ ચાલી રહી છે. મૃતક બાળકીઓની બે ફઈબા જેમાં એક ઓસ્ટ્રેલિયા અને બીજી નાઈઝીરિયાથી અહીં આવી હોવાથી એમની પણ PI, ACP અને DCPની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…
GUJARAT

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

May 26, 2026
મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …
GUJARAT

મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …

May 26, 2026
નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું
GUJARAT

નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું

May 26, 2026
Next Post
સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj…

સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj...

કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે બીસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી | Commonwealth Sports Team Visits BCA Stadium

કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે બીસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી | Commonwealth Sports Team Visits BCA Stadium

ટિકિટ આપવાનું કહી પ્રચાર કરાવી મહિલા સાથે છેતરપિંડી | Woman cheated by campaigning on the pretext of…

ટિકિટ આપવાનું કહી પ્રચાર કરાવી મહિલા સાથે છેતરપિંડી | Woman cheated by campaigning on the pretext of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં…

સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં…

3 weeks ago
સૌથી ઓછી રકમનું ટેન્ડર ભરનારને ચાતરી જવા રિટેન્ડર કરવામાં આવ્યું | Tender for smart city

સૌથી ઓછી રકમનું ટેન્ડર ભરનારને ચાતરી જવા રિટેન્ડર કરવામાં આવ્યું | Tender for smart city

4 weeks ago
ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આપી મંજૂરી | Gujarat HC…

ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આપી મંજૂરી | Gujarat HC…

2 months ago
જમ્મુ કાશ્મીરના બડગામમાં સેનાના વાહનને નડ્યો અકસ્માત, ચાર જવાન ઘાયલ, બેની હાલત ગંભીર | Jammu & Kashm…

જમ્મુ કાશ્મીરના બડગામમાં સેનાના વાહનને નડ્યો અકસ્માત, ચાર જવાન ઘાયલ, બેની હાલત ગંભીર | Jammu & Kashm…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News