Hardeep Singh Puri Reacted To Bilawal Bhuttos Statement : જમ્મુ-કાશ્મીરના પહલગામ જિલ્લામાં આતંકવાદીઓએ 22 એપ્રિલે પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોને મોત થતા દેશભરમાં આક્રોશ ફેલાયો છે. એટલું જ નહીં આ હુમલાની વિશ્વભરમાં પણ ટીકા થઈ રહી છે. જોકે હુમલા બાદ પણ પાકિસ્તાને નફ્ફટાઈએ પણ હદ વટાવી દીધી છે. ભારતે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કર્યા બાદ પાકિસ્તાનના નેતાઓ ભારતને ધમકી આપી રહ્યા છે. પાકિસ્તાનના પીપુલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટો જરદારીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેનો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે.