gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં અનેક એન્ટિ-શીપ મિસાઈલોનું કર્યું પરીક્ષણ, જુઓ VIDEO | Indian Navy Ships U…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2025
in INDIA
0 0
0
ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં અનેક એન્ટિ-શીપ મિસાઈલોનું કર્યું પરીક્ષણ, જુઓ VIDEO | Indian Navy Ships U…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Navy Anti Ship Missile Tasting : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતનો પાકિસ્તાન સાથે તણાવ વધ્યો છે. બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થવાની ચોતરફ ચર્ચાઓ ચાલી રહી છે. આતંકી હુમલા બાદ ભારતે આક્રમક વલણ અપનાવ્યું છે, તો પાકિસ્તાને પણ તેની સેનાને એલર્ટ કરી દીધી છે. આ જ ક્રમમાં ભારતીય નૌકાદળે પણ દૂર સુધી નિશાન સાધી શકે તેવી મિસાઈલો, પ્લેટફોર્મ અને વેપન સિસ્ટમનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ જ ક્રમમાં નૌકાદળે ગઈકાલે એન્ટી-શિપ ફાયરિંગનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું.

ભારતીય નૌકાદળે વીડિયો શેર કર્યા 

ભારતીય નૌકાદળે યુદ્ધની તૈયારીઓ અંગે સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર કેટલાક વીડિયો શેર કર્યા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, જહાજોથી મિસાઈલો ઝીંકી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આના એક દિવસ પહેલા યુદ્ધ જહાજોની તસવીર શેર કરવામાં આવી હતી, જેમાં લખાયું હતું કે, ‘ભારતીય નૌકાદળ દરિયાઈ હિતોની સુરક્ષા કરવા માટે કોઈપણ સમયે, કોઈપણ સ્થળે અને કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે.’ ભારતીય નૌકાદળની આ પોસ્ટે દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે.

ટેન્શનમાં આવેલા પાકિસ્તાને પોતાની સેનાને એલર્ટ કરી

બીજીતરફ ભારતીય નૌકાદળની સંભવિત કાર્યવાહીને જોતા પાકિસ્તાન ફફડી ગયું છે. ટેન્શનમાં આવેલા પાકિસ્તાને પોતાની નૌકાદળને અરબી સમુદ્રમાં એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. આ પહેલા અરબી સમુદ્રની ઉપર નો-ફ્લાઈ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લાઈવ-ફાયર એલર્ટ જારી કરી કોઈપણ ખલાસીઓને આ ઝોનથી દુર રહેવાનો આદેશ અપાયો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રિપોર્ટ સામે આવ્યો છે કે, પાકિસ્તાન વધુ એક નવી મિસાઈલના પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે.

ભારતીય સેનાએ અગાઉ યુદ્ધ જહાજથી મિસાઈલનું કર્યું હતું પરીક્ષણ

આ પહેલા 24 એપ્રિલે ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ INS સૂરત દ્વારા અરબી સમુદ્ર પર ઝડપથી ઉડતા ટાર્ગેટ પર  MR-SAM મિસાઈલ સિસ્ટમ વડે સચોટ રીતે નિશાન સાધી અને તેને નષ્ટ કરી દુશ્મન દેશને તાકાત બતાવી દીધી છે. MR-SAM સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલો અને અન્ય હવાઈ લક્ષ્યો સામે ખૂબ અસરકારક છે. આ પરીક્ષણ બાદ ભારતીય નૌસેનાએ X પર લખ્યું, ‘ભારતીય નૌસેનાના નવીનતમ સ્વદેશી માર્ગદર્શિત મિસાઇલ વિનાશક INS સુરતે સમુદ્રમાં લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કર્યું, જે આપણી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.’

પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ પહલગામમાં 26 લોકોની કરી હતી હત્યા

પાકિસ્તાને પોતાની નૌકાદળને ચેતવણી જારી કરવાની કાર્યવાહી તેની ચિંતા દર્શાવે છે અને ભારત તરફથી સંભવિત બદલો લેવા સામે સાવચેતીના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. 22 એપ્રિલના રોજ કાશ્મીરના બૈસરન ખીણમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 26 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 2019ના પુલવામા વિસ્ફોટ પછી તેને પ્રદેશના સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંના એક તરીકે જોવામાં આવ્યું હતું. ભારતે આ હુમલામાં સામેલ આતંકવાદીઓ, કાવતરાખોરો અને તેમના આકાઓને ઝડપી પાડવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…
INDIA

‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…

May 19, 2026
‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …
INDIA

‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …

May 19, 2026
જજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ્સ ભારે પડી! કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ…
INDIA

જજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ્સ ભારે પડી! કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ…

May 19, 2026
Next Post
3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા

3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા... પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા

પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ

પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ

ભારતે આ દેશમાં ચાર વર્ષથી બંધ થયેલા પ્રોજેક્ટ ફરી શરૂ કર્યા, પાકિસ્તાનની ઊંઘ ઊડી

ભારતે આ દેશમાં ચાર વર્ષથી બંધ થયેલા પ્રોજેક્ટ ફરી શરૂ કર્યા, પાકિસ્તાનની ઊંઘ ઊડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતિમ શ્વાસ સુધી લડીશ : નોકરી ગુમાવનારા ૨૫ હજાર લોકોને મમતાનું આશ્વાસન | Will fight till my last bre…

અંતિમ શ્વાસ સુધી લડીશ : નોકરી ગુમાવનારા ૨૫ હજાર લોકોને મમતાનું આશ્વાસન | Will fight till my last bre…

1 year ago
માત્ર એક માસમાં નવા વાહન ખરીદીમાં 5 ગણો ઉછાળો : 10026 નો ઉમેરો | 5 fold jump in new vehicle purchase…

માત્ર એક માસમાં નવા વાહન ખરીદીમાં 5 ગણો ઉછાળો : 10026 નો ઉમેરો | 5 fold jump in new vehicle purchase…

7 months ago
ચિખોદરા ગામની સીમમાંથી 17 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 17 boxes of foreign liquor seized from the outsk…

ચિખોદરા ગામની સીમમાંથી 17 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 17 boxes of foreign liquor seized from the outsk…

3 months ago
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જામનગરની ગુમ સગીરા અમદાવાદથી મળી, કારણ જાણી પોલીસ પણ ચોંકી | Mi…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જામનગરની ગુમ સગીરા અમદાવાદથી મળી, કારણ જાણી પોલીસ પણ ચોંકી | Mi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News