gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79666 થી 77707 વચ્ચે અથડાશે | Sensex will hit between 79666 and 77707 in the…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in Business
0 0
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79666 થી 77707 વચ્ચે અથડાશે | Sensex will hit between 79666 and 77707 in the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન અને લેબનોન વિરૂધ્ધ અમેરિકા અને ઈઝરાયેલના યુદ્વ વિરામ  છતાં બન્ને પક્ષો અત્યારે કિટ્ટાબિલ્લાની રમત ચાલુ રાખીને કભી હા કભી ના અને ખાસ ડોનાલ્ડ ટ્રમ્પ પર રત્તિભરનો  પણ ભરોસો નહીં હોઈ અમેરિકાની હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી અને એના વિરૂધ્ધ ઈરાનની નાકાબંધીનો ખેલ ખેલાતો રહી પળેપળે વિશ્વને અનિશ્ચિતતામાં ગરકાવ રાખવામાં આવી રહ્યું છે. યુદ્વ અને યુદ્વ વિરામના નામે વિશ્વના શેર બજારો અને ક્રુડ-કોમોડિટી બજારોમાં પણ અમુક વર્ગનો થઈ રહેલો ખેલો-ઉથલો પણ હવે વિશ્વને અચંબામાં મૂકી રહ્યો છે. ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલવાના એનાઉસમેન્ટ પૂર્વે ક્રુડ ઓઈલમાં કહેવાતાં થયેલા મંદીના મોટા વેપાર અને બીજી તરફ શેર બજારોમાં આગોતરો તેજીનો વેપાર ગોઠવીને થઈ રહેલા તોફાને રોકાણકારોને સતત અસમંજસમાં મૂકવાનું ચાલુ રાખ્યું છે. યુદ્વથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિથી કોર્પોરેટ ઈન્ડિયા માટે પણ અણધાર્યા પડકારોનો સામનો કરવાનો વખત આવ્યો છે. ઘણા ઉદ્યોગો માટે કાચામાલના પુરવઠાની ખેંચને કારણે અને ભાવો વધવાના કારણે બિઝનેસ વૃદ્વિ સાથે માર્જિન પર અસર દેખાવા લાગી છે. અલબત યુદ્વની પરિસ્થિતિ હળવી થવાની સાથે આગામી દિવસોમાં સ્થિતિ પૂર્વવત થવાની અપેક્ષા અને કંપનીઓની કામગીરીમાં સુધારાની અપેક્ષાએ ભારતીય શેર બજારોમાં પાછલા દોઢ મહિના પૂર્વે ઓવરવેલ્યુ ગણાતી ઘણી કંપનીઓના શેરો હવે આકર્ષક વેલ્યુએશને મળતાં થતાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ નીચા ભાવે મોટી ખરીદી કરવાની તક ઝડપવા માંડી છે. આ ખરીદી સાથે હવે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ પણ શેરોમાં પાછલા સપ્તાહમાં સળંગ ત્રણ દિવસ કેશમાં નેટ ખરીદદાર બન્યા છે. જે પોઝિટીવ સંકેત છે. અલબત હવે ઈરાન અને અમેરિકાની શાંતી મંત્રણાનો પ્રથમ દોર નિષ્ફળ રહ્યા બાદ બીજા દોરની મંત્રણા આગામી સપ્તાહમાં અપેક્ષિત હોઈ પરિસ્થિતિ પોઝિટીવ બનવાના સંજોગોમાં વર્તમાન તેજીનો દોર આગળ વધતો જોવાઈ શકે છે. જ્યારે વાટાઘાટ અણધારી નિષ્ફળ રહેવાના સંજોગોમાં બજારમાં તેજીને ફરી બ્રેક લાગી શકે છે. જેથી જો અને  તોની આ પરિસ્થિતિ વચ્ચે શેરોમાં હાલ ટૂકડે ટૂકડે રોકાણનો વ્યુ અપનાવી શકાય. નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૯૬૬૬થી ૭૭૭૦૭ વચ્ચે અને નિફટી સ્પોટ ૨૪૭૭૭થી૨૪૧૧૧ વચ્ચે અથડાતા જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : 3B BLACKBIO DX LTD.

માત્ર બીએસઈ (૫૩૨૦૬૭) લિસ્ટેડ, 3B બ્લેકબાયો બાયોટેક ઈન્ડિયા લિમિટેડ, હવે 3B બ્લેકબાયો ડીએક્સ લિમિટેડ(3B BLACKBIO DX LTD.) તરીકે ઓળખાતી, કેમતે પેરેન્ટ કંપની કિલપેસ્ટ ઈન્ડિયા સાથે અમાલ્ગમેશનને કારણે થયું છે. થ્રીબી બ્લેકબાયો ડીએક્સ પીસીઆર આધારિત મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક કિટ્સના ક્ષેત્રમાં એક અગ્રણી ભારતીય કંપની છે. કંપની તમામ  ઉત્પાદનો પર ટેકનિકલ સપોર્ટ અને  તાલીમ પ્રદાન કરે છે અને લેબોરેટરી પરીક્ષણની કાર્યક્ષમતા વધારવા અને દર્દી સંભાળ વધારવા માટે પ્રતિબદ્વ છે. કંપની ISO 13485 :2016  સર્ટિફાઈડ, જીએમપી સુસંગત બાયોટેક આર એન્ડ ડી કંપની છે અને PCR  આધારિત મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક કિટ્સ ટીઆરયુપીસીઆર બ્રાન્ડ સાથે દેશભરમાં જાણીતા ડાયગ્નોસ્ટિક લેબ્સમાં કમર્શિયલાઈઝ્ડ કરવામાં આવે છે. TRUPCR  એ  થ્રીબી બ્લેકબાયો ડીએક્સ લિમિટેડનું રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક છે.કંપની પાસે લેટરલ ફ્લો એસેસ વર્ટિકલ અને નેક્સ્ટ જેન સિક્વન્સિંગ (એનજીએસ) એસ્સે ડેવલપમેન્ટ ડિવિઝન છે. લેટરલ ફ્લો એસ્સેઝ TRUPCR બ્રાન્ડ નામ હેઠળ કમર્શિયલાઈઝ્ડ અને એનજીએસ એસ્સેઝ બ્રાન્ડ નામ TRUNGS હેઠળ કમર્શિયલાઈઝ્ડ છે.

વર્ષ ૨૦૧૧માં શરૂ થયેલી, થ્રીબી બ્લેકબાયો ડીએક્સ લિમિટેડ પીસીઆર આધારિત મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક કિટ્સ, પીસીઆર એન્ઝાઈમ્સ અને પીસીઆર  રીએજન્ટ્સ તેમ જ એગ્રો બેઝ્ડ પ્રોડ્ક્ટસનું ઉત્પાદન અને નિકાસ કરે છે.

બિઝનેસ સેગ્મેન્ટો : (એ) ડાયગ્નોસ્ટિક્સ બિઝનેસ (કુલ આવકના ૮૧ ટકા આવક) થ્રીબીડીએલ એ ઈન્ડો-સ્પેનીસ સંયુક્ત સાહસ છે અને તેની પેરન્ટ કંપનની કિલપેસ્ટ ઈન્ડિયા લિમિટેડ સાથે અમાલ્ગમેશન થકી અસ્તિત્વમાં આવી છે.

પ્રોડક્ટ પ્રોફાઈલ : (એ) ઓનકોલોજી અને હેમેટોલોજી (બી) એન્ટિમાઈક્રોબાયલ રેઝિઝટન્ટ (સી) ઈન્ફેક્શિયસ ડિઝિઝ (ડી) હ્યુમન જીનેટિક્સ (ઈ) એક્સટ્રેકશન (એફ) રેપિડ એન્ટિજેન કિટ્સ.

પ્રોડક્ટ સેગ્મેન્ટસ : (એ) મોલેક્યુલર બાયોલોજી : ઈન્ફેકશન્સ – ઈન્ડિવ્યુજલ માર્કર્સ, ઈન્ફેક્શિયસ પેનલ્સ (બી) મોલેક્યુલર ઓનકોલોજી : કેન્સર – ઈન્ડિવ્યુજલ માર્કર્સ, ઓનકોલોજી પેનલ્સ (સી) હ્યુમન જીનેટિક્સ : સિન્ડ્રોમ્સ અને ડિસઓર્ડર્સ – ઈન્ડિવ્યુજલ માર્કર્સ, જીનેટિક પેનલ્સ.

બ્રાન્ડસ : (એ) TRUPCR : જે રિયલ-ટાઈમ પીસીઆર બેઝ્ડ મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક કિટ્સ માટે રજીસ્ટર્ડ બ્રાન્ડ છે. (બી) TRUNGS : જે એનજીએસ બેઝ્ડ મોલેક્યુલર ટેસ્ટિંગ કિટ્સ માટે રજીસ્ટર્ડ બ્રાન્ડ છે. (સી) TRURPID : જે લેટરલ ફ્લો એસ્સેઝ માટે રજીસ્ટર્ડ બ્રાન્ડ નામ છે.

બિઝનેસ સેગ્મેન્ટ્સ : (બી) એગ્રો-કેમિકલ ડિવિઝન (આવકના ૧૯ ટકા મેળવતી). આ ડિવિઝન સરકારી બિઝનેસ જે મુખ્યત્વે ઈ-ટેન્ડરો (જીઈએમ) થકી મેળવવા પર ફોક્સ કરે છે. જે માઈક્રો ફર્ટિલાઈઝર્સ/બાયોફર્ટિલાઈઝર્સ અને પબ્લિક હેલ્થ પ્રોડક્ટસ જેવા ઉત્પાદનોને પ્રોત્સાહન  આપે છે.

પ્રોડક્ટસ કેટેગરીઝ : (એ) કેમિકલ્સ : ઈન્સેક્ટિસાઈડ્સ, બેક્ટેરિયા, ફન્જીસાઈડ્સ, હર્બિસાઈડ્સ, પબ્લિક હેલ્થ, માઈક્રો ફર્ટિલાઈઝર્સ, ચેલેટેડ ઝિંક, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ (બી) બાયોલોજીક્સ : બાયો પેસ્ટિસાઈડ્સ, બાયો ફન્જિસાઈડ, બાયોફર્ટિલાઈઝર્સ, બાયો નીમાટીસાઈડ્સ, પબ્લિક હેલ્થ, હેલ્થ અને હાઈજીન, રીપેલન્ટ્સ.

ભૌગોલિક આવક વિભાજન : નિકાસ ૨૦ ટકા અને સ્થાનિક થકી ૮૦ ટકા.

વિદેશી સબસીડિયરી : કંપની પાસે બીએસઆઈ માન્યતા પ્રાપ્ત આઈએસઓ ૧૩૪૮૫:૨૦૧૬, જે યુ.કે.માં TRUPCR   યુરોપ લિમિટેડના નામથી પેટાકંપની છે.

૨૮, જુલાઈ ૨૦૨૫, ભોપાલ (એમ.પી.) ભારત :  ૩બી બ્લેકબાયો ડીએક્સ લિમિટેડ અને તેની પેટા કંપની TRUPCR   યુરોપ લિમિટેડએ જાહેર કર્યું કે, કંપનીએ લંડનના અવેક્ટા ગુ્રપ પીએલસી સાથે એક નિશ્ચિત કરાર કર્યો છે., જેમાં કોરિસ બાયોકોન્સેપ્ટ એસઆરએલ (કોરિસ)ની પેરન્ટ કંપની કોરિસ હોલ્ડિંગ એસઆરએલના તમામ શેર ૨.૧૫ મિલિયન બ્રિટિશ પાઉન્ડ (ચોખ્ખી રોકડ અને કસ્ટમરી વર્કિંગ કેપિટલ એડજસ્ટમેન્ટ્સ સહિત) અપફ્રન્ટ કેશમાં ખરીદવામાં આવશે, જેમાં ભવિષ્યના ૦.૬૧૫ મિલિયન બ્રિટિશ પાઉન્ડ સુધીના ભાવિ બિઝનેસ પર્ફોર્મન્સ આધારિત કમાણી સાથે કુલ ૨.૭૬૫ મિલિયન પાઉન્ડ થશે. કોરિસના ઉત્પાદન પોર્ટફોલિયોમાં માઈક્રોબાયલ રેઝિસ્ટન્ટ (એએમઆર), રેસિપેટરી, ગેસ્ટ્રોએન્ટેરિક અને બ્લડ-બોર્ન પેથોજેન્સ (બેક્ટેરિયા, વાઈરસ અને પેરાસાઈટ્સ) માટે ઈન વિટ્રો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કીટનો સમાવેશ થાય છે. જો કે, ત મુખ્યત્વે રેઝિસ્ટન્સ માર્કર્સ પર ફોક્સ્ડ છે. પોર્ટફોલિયોના ભાગરૂપ, કંપની સંભાળના સ્થળે વહેલા અને સચોટ નિદાનને સમર્થન આપવા માટે રચાયેલ  ઝડપી લેટરલ ફ્લો ટેસ્ટની શ્રેણી ઓફર કરે છે. કોરિસ HAT Sero K-SeT પણ ઓફર કરે છે, જે વૈશ્વિક એકાધિકાર ધરાવે છે. કોરિસ કોવિડની તપાસ માટે પ્રથમ આઈવીડી ઉત્પાદનોમાં પણ નિષ્ણાત હોવાથી, આ સંપાદન પૂરક છે. કારણ કે બન્ને કંપનીઓ વિટ્રો ડાયગ્નોસિસ સીએસ પર ફોક્સ કરે છે, ખાસ કરીને એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ (એએમઆર)માં જે વધતી જતી વૈશ્વિક ચિંતા છે. ૩બી અને કોરિસની સંયુક્ત શક્તિઓ તેમના વૈશ્વિક વિતરક નેટવર્કનો લાભ લઈને વેચાણ અને બજાર પહોંચને વિસ્તૃત કરવાની તકો બનાવે છે. બન્ને  કંપનીઓ એકબીજા (અગાઉ-કિલપેસ્ટ ઈન્ડિયા લિમિટેડ)ની પૂરક પ્રોડક્ટ લાઈનને પ્રોત્સાહન અને વિતરણ કરવા માટે સાથે મળીને કામ  કરશે, જેનાથી વિશ્વભરના ભાગીદારો અને ગ્રાહકો માટે મૂલ્ય વધશે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : ચોખ્ખી આવક રૂ.૯૬.૪૭ કરોડ મેળવીને અન્ય  આવક રૂ.૧૫.૪૮ કરોડ સાથે કુલ આવક રૂ.૧૧૧.૫૬ કરોડ નોંધાવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૬૪ કરોડ હાંસલ કરી ચોખ્ખો નફો રૂ.૪૭.૬૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫૫.૬૬ હાંસલ કરી છે.

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત કુલ આવક -અન્ય આવક સાથે રૂ.૧૬૦ કરોડ મેળવી અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૮૨ કરોડ અને અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૬૨ કરોડ થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૨.૨૪ અપેક્ષિત છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત કુલ આવક-અન્ય આવક  સાથે રૂ.૨૦૦ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૯૬ કરોડ અને અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૭૨ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૮૩.૮૯ અપેક્ષિત છે.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૩ના રૂ.૩૩, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૬૫, માર્ચ ૨૦૨૫ના રૂ.૩૧૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૩૯૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૪૭૩

શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ હસ્તક ૪૧ ટકા, એફઆઈઆઈઝ પાસે ૨.૫૭ ટકા, સ્થાનિક સંસ્થાઓ પાસે ૧.૯૮ ટકા, પબ્લિક પાસે ૫૪.૪૫ ટકા છે.

શેર ભાવ સીએજીઆર : પાંચ વર્ષમાં ૩૧ ટકા, ત્રણ વર્ષમાં ૪૨ ટકા, ટીટીએમ ૩૦ ટકા.

ઈક્વિટી પર વળતર : પાંચ વર્ષમાં ૩૦ ટકા, ત્રણ વર્ષમાં ૧૭ ટકા, પાછલા વર્ષમાં ૧૯ ટકા.

ચક્રવૃદ્વિ  નફા વૃદ્વિ : પાંચ વર્ષમાં ૪૪ ટકા, ત્રણ વર્ષમાં ૧૪ ટકા, ટીટીએમ ૨૦ ટકા

 ચક્રવૃદ્વિ  વેચાણ વૃદ્વિ : પાંચ વર્ષમાં ૨૭ ટકા, ત્રણ વર્ષમાં ૬ ટકા, ટીટીએમ ૩૧ ટકા

પીઅર્સ પી/ઈ : મેટ્રોપોલિસ ૫૫, ડો.લાલ પથ ૪૪, સુરક્ષા ડાયગ્નોસ્ટિક્સ ૪૩, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સ ૨૫, ઉદ્યોગ સરેરાશ ૩૭ પી/ઈ

ડેબટર્સ દિવસો : ૨૦૨૩માં ૨૦૦, ૨૦૨૪માં ૧૭૯, ૨૦૨૫માં ૧૩૮

ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન : વર્ષ ૨૦૨૩માં ૪૭ ટકા, વર્ષ ૨૦૨૪માં ૪૪ ટકા, વર્ષ ૨૦૨૫માં ૫૨ ટકા, ટીટીએમ ૪૪ ટકા

આરઓસીઈ : ૨૦૨૩માં ૧૯ ટકા, ૨૦૨૪માં ૨૧ ટકા, ૨૦૨૫માં ૨૬ ટકા

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) ૩બી બ્લેકબાયો ડીએક્સ લિમિટેડ (જૂનું નામ કિલપેસ્ટ ડાયગ્નોસ્ટિક મટીરિયલ કંપની), અપેક્ષિત પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત શેર દીઠ કમાણી ૮૩, અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૭૩ સામે માત્ર બીએસઈ પર શેર રૂ.૧૩૦૦ ભાવે ઉદ્યોગના સરેરાશ ૩૬ના પી/ઈ સામે ૧૬ના પી/ઇએ ટ્રેડ થઈ રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર …

સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર ...

આજથી ભાવનગરમાં 3 દિવસ માવઠાંની આગાહી | Heavy rain forecast for 3 days in Bhavnagar from today

આજથી ભાવનગરમાં 3 દિવસ માવઠાંની આગાહી | Heavy rain forecast for 3 days in Bhavnagar from today

ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે આગના 4 બનાવો બન્યા | 4 fire incidents occurred at different places …

ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે આગના 4 બનાવો બન્યા | 4 fire incidents occurred at different places ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક વધુ એક હિટ એન્ડ રનના બનાવમાં બાઇક સવાર 65 વર્ષીય બુઝુર્ગનું અંતરિયાળ મૃત્યુ | Another hi…

જામનગર નજીક વધુ એક હિટ એન્ડ રનના બનાવમાં બાઇક સવાર 65 વર્ષીય બુઝુર્ગનું અંતરિયાળ મૃત્યુ | Another hi…

8 months ago
પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખવરણી મહોત્સવની ભવ્ય સમાપન સમારોહની ઉજવણી | BAPS organized Pramukh Varni…

પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખવરણી મહોત્સવની ભવ્ય સમાપન સમારોહની ઉજવણી | BAPS organized Pramukh Varni…

8 months ago
વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં પીછેહઠ : અમેરિકામાં કોપર નવી ટોચે પહોંચ્યું | Gold and silver retreat b…

વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં પીછેહઠ : અમેરિકામાં કોપર નવી ટોચે પહોંચ્યું | Gold and silver retreat b…

1 year ago
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા, અન્ય 2 ફરાર | 3 peop…

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા, અન્ય 2 ફરાર | 3 peop…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News