gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેર બજારમાં એક જ દિવસમાં 71 હજાર કરોડ સ્વાહા, હોર્મુઝની મડાગાંઠ છે મુખ્ય કારણ | Hormuz Crisis Rocks …

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in Business
0 0
0
શેર બજારમાં એક જ દિવસમાં 71 હજાર કરોડ સ્વાહા, હોર્મુઝની મડાગાંઠ છે મુખ્ય કારણ | Hormuz Crisis Rocks …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Stock Market, BSE, Nifty : અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ અને હોર્મુઝની ખાડીમાં ફરી વિવાદના કારણે ભારતીય શેર બજારમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી છે. બંને દેશો વચ્ચે બીજા તબક્કાની શાંતિ વાર્તા પહેલા શેર-બજારમાં વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. જોકે અમેરિકાએ ઈરાનના જહાજ પર કબજો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઉપરાંત હોર્મુઝ જળમાર્ગનો વિવાદ પણ યથાવત્ છે. અમેરિકાએ હોર્મુઝ પર નાકાબંધી કરી હોવાનો તો ઈરાને હોર્મુઝ તેના કંટ્રોલમાં હોવાનો દાવો કર્યો છે.

હોર્મુઝના કારણે ભારતીય માર્કેટ ગગડ્યું

હોર્મુઝ જળમાર્ગ શુક્રવારે રાત્રે સંપૂર્ણ ખોલી નાખ્યો હોવાના સમાચાર સામે આવ્યા બાદ અમેરિકન માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી હતી. આ જ કારણે સોમવારે ભારતીય શેરબજારમાં તેજી આવવાની અને ગિફ્ટ નિફ્ટી સોમવારે 400 પોઇન્ટની ઉપર ખુલવાની સંભાવના હતી. જોકે શનિવારે હોર્મુઝ બંધ હોવાના અહેવાલો સામે આવ્યા બાદ ભારતીય શેર બજારની ગેમ સંપૂર્ણ પલટી ગઈ છે.

ભારતીય શેરમાર્કેટમાં ઉથલ-પાથલ ગ્રીન પર બંધ

પાકિસ્તાનના ઈસ્લાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે બીજા તબક્કાની શાંતિ મંત્રણા પર સંકટ અને હોર્મુઝ વિવાદ યથાવત્ હોવાના અહેવાલો સામે આવ્યા બાદ આજે ભારતીય શેરમાર્કેટમાં ઘણી ઉથલ-પાથલ જોવા મળી છે. જોકે અંતે માર્કેટ ગ્રીન પર બંધ થયું છે. 

સેન્સેક્સમાં 700 પોઇન્ટની ઉથલ-પાથલ

BSE SENSEX શુક્રવારે (17 એપ્રિલ) 78,493.54 બંધ થયા બાદ આજે (20 એપ્રિલ) 139.36 પોઇન્ટના વધારા સાથે 78,632.90 પર ઓપન થયું હતું. ટ્રેડિંગ દરમિયાન નીચામાં 78,203.30 પોઇન્ટથી લઈને ઊંચામાં 78,942.45 પોઇન્ટ સુધી વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. છેવટે શેરમાર્કેટ 26.76 પોઇન્ટના સામાન્ય વધારા સાથે 78,520.30 પર બંધ થયું છે.

BSE સેન્સેક્સ પરની ટોપ-30 કંપની

શેર બજારમાં એક જ દિવસમાં 71 હજાર કરોડ સ્વાહા, હોર્મુઝની મડાગાંઠ છે મુખ્ય કારણ 2 - image

આ પણ વાંચો : ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રૅકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું

નિફ્ટીમાં 240 પોઇન્ટની ઉથલ-પાથલ

નિફ્ટીની વાત કરીએ તો શુક્રવારે (17 એપ્રિલ) 24,353.55 બંધ થયા બાદ આજે (20 એપ્રિલ) 37.95 પોઇન્ટના વધારા સાથે 24,391.50 પર ઓપન થયું હતું. ટ્રેડિંગ દરમિયાન નીચામાં 24,241.25 પોઇન્ટથી લઈને ઊંચામાં 24,480.65 પોઇન્ટ સુધી વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. છેવટે નિફ્ટી 11.30 પોઇન્ટના સામાન્ય વધારા સાથે 24,364.85 પર બંધ થયું છે.

માર્કેટ કેપમાં 71 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો

આઇટી અને રિયલ્ટી સેક્ટરમાં ભારે દબાણ જોવા મળ્યું હતું. ઓટો અને પીએસયુ બૅંક સેક્ટરોએ બજારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો. મિડકેપ અને સ્મોલકેપમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે. આમ સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે ભારે ઉથલ-પાથલ થતાં માર્કેટ કેપમાં 71 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 

બજારમાં ઘટાડો આવવાના મુખ્ય કારણો

  • ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો : હોર્મુઝ વિવાદના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 95-98 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે.
  • બંને દેશો વચ્ચે અનિશ્ચિતતા : અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક રોકાણકારો સાવચેત બન્યા છે.
  • વોલેટાલિટી ઇન્ડેક્સ (VIX) : ભારતીય VIX માં 10%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જે બજારમાં ભારે અસ્થિરતા સૂચવે છે.
  • વૈશ્વિક સંકેતો: ગ્લોબલ માર્કેટ રૅકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ હવે ઘટાડાના સંકેત આપી રહ્યા છે.

હવે આગળ શું?

શેરબજારના નિષ્ણાતો માને છે કે હવે બજારની ચાલ સંપૂર્ણપણે હોર્મુઝની સ્થિતિ અને ઓઇલના ભાવ પર નિર્ભર રહેશે. જો હોર્મુઝની ખાડી ખૂલી જશે તો બજારમાં રિકવરી જોવા મળી શકે છે, પરંતુ જો તણાવ વધશે તો મોટી નરમાઈ આવી શકે છે.

આ પણ વાંચો : ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય : હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, કાયદાકીય પ્રક્રિયા શરૂ

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ડિજિટલ ક્રાંતિ વચ્ચે રોકડની અછતનો ખતરો, જાણો દેશભરના ATM કેમ છે મુશ્કેલીમાં | ATM Industr…
Business

Explainer: ડિજિટલ ક્રાંતિ વચ્ચે રોકડની અછતનો ખતરો, જાણો દેશભરના ATM કેમ છે મુશ્કેલીમાં | ATM Industr…

June 5, 2026
RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે | Capital Gains …
Business

RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે | Capital Gains …

June 5, 2026
વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું | MCX Gold Si…
Business

વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું | MCX Gold Si…

June 5, 2026
Next Post
ગાંધીનગરમાં અભ્યાસ કરતા આશાસ્પદ વિદ્યાર્થીનો આપઘાત, સેક્ટર-15ની હોસ્ટેલમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્ય…

ગાંધીનગરમાં અભ્યાસ કરતા આશાસ્પદ વિદ્યાર્થીનો આપઘાત, સેક્ટર-15ની હોસ્ટેલમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્ય...

ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ બંધોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્…

ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ બંધોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્...

ગોલ્ડનચોકડી ખાતે વરસાદી કાંસની કામગીરી હાથ ધરાતાવાહનચાલકો અટવાયા

ગોલ્ડનચોકડી ખાતે વરસાદી કાંસની કામગીરી હાથ ધરાતાવાહનચાલકો અટવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે અદાણીએ CNGના ભાવ વધાર્યા, પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ 86 પાર | Adani CNG Price Hike…

હવે અદાણીએ CNGના ભાવ વધાર્યા, પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ 86 પાર | Adani CNG Price Hike…

3 weeks ago
એમ એસ યુનિ.બોયઝ હોસ્ટેલ પાસે વિદ્યાર્થી અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી | Fight between student and …

એમ એસ યુનિ.બોયઝ હોસ્ટેલ પાસે વિદ્યાર્થી અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી | Fight between student and …

8 months ago
શિપિંગ કંપનીઓએ કન્ટેઈનર્સના ભાડાંમાં બીજી માર્ચથી ૪૦૦ ટકા વધારી દીધા | Iran Isrea USA war

શિપિંગ કંપનીઓએ કન્ટેઈનર્સના ભાડાંમાં બીજી માર્ચથી ૪૦૦ ટકા વધારી દીધા | Iran Isrea USA war

3 months ago
ચોમાસાને અનુલક્ષીને તા.1 જૂનથી વડોદરા કોર્પોરેશનનો 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત | Vadodara Corporati…

ચોમાસાને અનુલક્ષીને તા.1 જૂનથી વડોદરા કોર્પોરેશનનો 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત | Vadodara Corporati…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News