Pahalgam Terror Attack : પહલગામ આતંકવાદી હુમલાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. હુમલા દરમિયાન ઝિપલાઇન પર હાજર અમદાવાદના ઋષિ નામના એક પ્રવાસીએ હુમલા અંગે માહિતી આપી છે. ઋષિએ જણાવ્યું કે ‘આતંકવાદીઓએ સૌથી પહેલા લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું અને ગોળી મારી હતી અને તે પોતે માંડ બચી ગયો. હુમલા સમયે હું છ ફૂટના અંતરે હતો અને મારી સામે બે લોકોને તેમનો ધર્મ પૂછ્યો અને પછી ગોળી મારી દીધી હતી’.