gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થોરાળા વિસ્તારની નામચીન શામજી મકા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો | Crime of Gujsitok against the notor…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
થોરાળા વિસ્તારની નામચીન શામજી મકા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો | Crime of Gujsitok against the notor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગેંગના આઠ સભ્યોની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ

સૂત્રધાર શામજી મકા સહિત ચાર આરોપીઓ ફરાર, છ માસમાં છ ગુજસીટોકમાં 81 આરોપીઓની ધરપકડ

રાજકોટ: ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ એટલે કે ગુજસીટોક હેઠળ રાજકોટ ક્રાઇમ બ્રાંચે થોરાળા વિસ્તારની નામચીન શામજી મકા ગેંગના ૧૨ સભ્યો સામે ગુનો દાખલ કરી ૮ સભ્યોની ધરપકડ કરી છે. જોકે મુખ્ય સુત્રધાર શામજી સહિતનાં ચાર આરોપીઓ ફરાર છે. જેમની શોધખોળ જારી રખાઇ છે.

૨૦૧૬થી ૨૦૨૫ દરમિયાન શામજી મકા ગેંગ સામે ખૂન, ખૂનની કોશિષ, ગંભીર ઇજાઓ, અપહરણ, લૂંટ, ગેરકાયદે મંડળી રચી હુમલા કરવા, સરકારી અધિકારીની ફરજમાં રૂકાવટ સહિતનાં ૩૭ ગુના નોંધાયા હતા. જેમાંથી ૨૨ ગંભીર ગુના ગુજસીટોકની વ્યાખ્યામાં આવતા હોવાથી ક્રાઇમ બ્રાંચના એસીપી બી.બી.બસીયા, ફર્સ્ટ પીઆઇ એમ.આર.ગોંડલીયા અને પીએસઆઇ ચંદ્રસિંહ જાડેજાએ દરખાસ્ત તૈયાર કરી હતી.

હાલમાં ગેંગનાં આઠ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં દેવશી મકાભાઇ મકવાણા, દિલીપ ઉર્ફે દિલો પ્રેમજી ચૌહાણ, ચિરાગ ઉર્ફે ભયલુ શામજી મકવાણા, કિરણ મોહનભાઇ ખીમસુરીય, અજય રાજુભાઇ જાદવ, ગૌતમ ઉર્ફે ગોગો ધરમભાઇ બારૈયા, નાગેશ ઉર્ફે લાલો શામજી મકવાણા અને મેહુલ કનુભાઇ સોલંકીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ થોરાળા વિસ્તારમાં રહે છે. 

છેલ્લા છ માસમાં ક્રાઇમ બ્રાંચે છ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કુલ ૮૧ આરોપીઓની ધરપકડ કરી છે. હજુ પણ બે ગેંગ સામે ગુજસીટોક હેઠળ પગલાં તોળાઇ રહ્યાની માહિતી મળી છે. આ ઉપરાંત પણ બીજી કોઇ ગેંગ ગુજસીટોકની વ્યાખ્યામાં આવે છે કે કેમ તે અંગે ક્રાઇમ બ્રાંચે તપાસ જારી રાખી છે.

શામજી મકાની ગેંગ સામે ગુજસીટોક બાદ તપાસનીશ અધિકારી આ ગેંગની મિલ્કતો ટાંચમાં લેવાની પણ કાર્યવાહી કરશે. ગમે તે રીતે શામજી મકાને ગંધ આવી જતાં ભાગી ગયો છે. જેની ક્રાઇમ બ્રાંચે શોધખોળ જારી રાખી છે. 

– રાજકોટમાં પાંચ વર્ષમાં 10 ગેંગ સામે ગુજસીટોક

રાજકોટ: શહેરમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ ૧૦ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. ૨૦૨૦ની સાલમાં પ્ર.નગર અને થોરાળા વિસ્તારમાં બે ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાના કાર્યકાળ દરમિયાન છેલ્લા છ જ માસમાં છ ગેંગ સામે ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં મુરગા, પેંડા, બાટલી, ઓડીયા, ઇભલા અને શામજી મકા ગેંગનો સમાવેશ થાય છે. હજુ બે ગેંગ ક્રાઇમ બ્રાંચના રડારમાં છે. ગુજસીટોકનાં ગુનાની તપાસ લાંબી ચાલે છે. જેને કારણે દસમાંથી આજ સુધીમાં બે કેસમાં ચાર્જશીટ થયું છે. બાકીના કેટલાક કેસોમાં હજુ પણ તપાસ ચાલું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
જામનગર નજીક લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગ, 47 શ્રમિકો હોસ્પિટલે ખસેડાયા | Food poisoning in labor colo…

જામનગર નજીક લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગ, 47 શ્રમિકો હોસ્પિટલે ખસેડાયા | Food poisoning in labor colo...

ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh…

ધોરાજીની મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા | Four arrested with drugs worth nine lakh...

રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત | Grandfather and grandson die after c…

રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત | Grandfather and grandson die after c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું યુકેમાંથી પણ ગેરકાયદે ભારતીયોની હકાલપટ્ટી કરાશે? સરકારે લીધો મોટો નિર્ણય | UK expands ‘Deport No…

શું યુકેમાંથી પણ ગેરકાયદે ભારતીયોની હકાલપટ્ટી કરાશે? સરકારે લીધો મોટો નિર્ણય | UK expands ‘Deport No…

11 months ago
વડોદરામાં પોલીસનો સ્વાંગ રચી છેતરપિંડી કરતા દંપતી સામે ગુનો દાખલ | Case registered against couple fo…

વડોદરામાં પોલીસનો સ્વાંગ રચી છેતરપિંડી કરતા દંપતી સામે ગુનો દાખલ | Case registered against couple fo…

8 months ago
અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

2 months ago
દેશમાં કોરોનાના વધુ 363 કેસ, 2 લોકોના મોત નોંધાયા, 3 રાજ્યોમાં કેસ વધ્યા, આરોગ્ય વિભાગે આપી માહિતી |…

દેશમાં કોરોનાના વધુ 363 કેસ, 2 લોકોના મોત નોંધાયા, 3 રાજ્યોમાં કેસ વધ્યા, આરોગ્ય વિભાગે આપી માહિતી |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News