gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 753 પોઈન્ટ ઉછળી 79273 | Sensex jumps 753 points to 79273

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in Business
0 0
0
સેન્સેક્સ 753 પોઈન્ટ ઉછળી 79273 | Sensex jumps 753 points to 79273
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વ વિરામના બે અઠવાડિયાની મુદ્દત પૂરી થતાં પૂર્વે બન્ને દેશો દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી અને તણાવને લઈ અનિશ્ચિતતા છેલ્લા કેટલાક દિવસોથી જોવાયા બાદ હવે બન્ને પક્ષો ઈસ્લામાબાદમાં મંત્રણાને ફરી આગળ વધારવા સંમત થયાના અને આ વાટાઘાટ સાથે હવે બન્ને પક્ષો વચ્ચે યુદ્વના અંત માટે સંધિ-ડિલ થવાની અપેક્ષાએ આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ફરી તેજીના ફૂંફાળા જોવાયા હતા. વિદેશી ફંડોની શેરોમાં વેચવાલી બાદ છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલી ખરીદી અને લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદીને પોઝિટીવ લઈ બજારે આજે આક્રમક તેજી બતાવી હતી. ગઈકાલે વૈશ્વિક બજારોમાં ગૂંગળામણ બાદ આજે શેરોમાં તેજીના ખેલાડીઓ હોશમાં ખરીદી માટે સક્રિય બન્યા હતા. ફંડો, મહારથીઓએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આક્રમક ખરીદી કર્યા સાથે એફએમસીજી શેરોમાં કોર્પોરેટ પરિણામોના આકર્ષણે અને ફુગાવો અંકુશમાં આવવાની અપેક્ષાએ મોટી ખરીદી કરી હતી. આ સાથે આઈટી, ઓટો, મેટલ, ફાર્મા શેરોમાં પણ પસંદગીનું આકર્ષણ રહેતાં બજારમાં મોટો જમ્પ આવ્યો હતો. સેન્સેક્સ ૭૫૩.૦૩ પોઈન્ટ ઉછળીને ૭૯૨૭૩.૩૩ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૧૧.૭૫ પોઈન્ટ વધીને ૨૪૫૭૬.૬૦ બંધ રહ્યા હતા.

બેંકેક્ક ઈન્ડેક્સની ૯૩૦ પોઈન્ટની છલાંગ : એયુ બેંક રૂ.૪૦, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી ઉછળ્યા

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં આજે ફંડોએ બેંકો અને ફાઈનાન્સ કંપનીઓના પરિણામોના આકર્ષણે તેજી કરી હતી. એયુ સ્મોલ બેંક રૂ.૪૦.૨૫ ઉછળીને રૂ.૧૦૩૭.૫૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩૨.૬૫ વધીને રૂ.૧૩૮૮.૬૫, એચડીએફસી બેંક રૂ.૧૬.૨૫ વધીને રૂ.૮૧૧.૬૫, એક્સિસ બેંક રૂ.૨૪.૧૦ વધીને રૂ.૧૩૭૭.૭૫, કેનેરા બેંક રૂ.૧.૬૫ વધીને રૂ.૧૪૪.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૩.૨૫ વધીને રૂ.૨૮૪.૧૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૯૨૯.૭૮ પોઈન્ટ ઉછળીને ૬૪૬૬૨.૫૫ બંધ રહ્યો હતો.

જના સ્મોલ બેંક, મુથુટ માઈક્રોફિન, ગ્રો, પીએનબી હાઉસીંગ, આઈસીઆઈસીઆઈ એએમસીમાં તેજી

ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં આજે મોટી તેજી થઈ હતી. જના સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૫૦.૪૦ ઉછળીને રૂ.૪૩૨.૮૫, મુથુટ માઈક્રોફિન રૂ.૨૨.૨૦ વધીને રૂ.૧૯૪.૬૫, ગ્રો રૂ.૧૭.૬૦ વધીને રૂ.૨૧૪.૦૫, પીએનબી હાઉસીંગ રૂ.૭૩.૨૫ વધીને રૂ.૯૭૯.૦૫, આઈઆઈએફએલ કેપ્સ રૂ.૨૧.૩૦ વધીને રૂ.૩૩૨.૬૫, આઈસીઆઈસીઆઈ એએમસી રૂ.૨૧૫.૨૫ વધીને રૂ.૩૫૧૦.૪૦, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૭.૭૫ વધીને રૂ.૫૬૪.૭૦, મન્નપુરમ રૂ.૧૨.૮૦ વધીને રૂ.૨૮૧.૭૦ રહ્યા હતા.

ઓટો શેરોમાં ફંડોની તેજી : ઉનો મિન્ડા, ભારત ફોર્જ, મધરસન, એક્સાઈડ, બોશ, મહિન્દ્રામાં આકર્ષણ

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંતની ડિલ થવાની અપેક્ષા અને ક્રુડ ઓઈલના ભાવ ઘટતાં ઓટો ઉદ્યોગ માટે પોઝિટીવ પરિબળે આજે ફંડોની ઓટો શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી.  ઉનો મિન્ડા રૂ.૨૨.૨૫ વધીને રૂ.૧૧૫૦.૧૫, ભારત ફોર્જ રૂ.૩૦.૩૫ વધીને રૂ.૧૮૯૫.૩૫, મધરસન રૂ.૧.૬૦ વધીને રૂ.૧૨૪.૮૦, એક્સાઈડ રૂ.૩.૬૦ વધીને રૂ.૩૩૩.૧૦, બોશ રૂ.૩૪૮.૫૫ વધીને રૂ.૩૮૧૧૩.૫૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૭.૫૦ વધીને રૂ.૩૨૪૭.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૪૬.૬૨ પોઈન્ટ વધીને ૫૮૭૯૬.૫૭ બંધ રહ્યો હતો.

ફંડોની આઈટી શેરોમાં ઘટાડે ખરીદી : નેલ્કો રૂ.૪૦ ઉછળી રૂ.૭૧૫ : એચસીએલ, ટાટા એલેક્સી વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે ઘટાડે સિલેક્ટિવ ખરીદી કરી હતી. કોર્પોરેટ પરિણામો અને અમેરિકી શેર બજારોમાં રિકવરી સાથે આઈટી ઉદ્યોગ માટે પણ આગામી દિવસોમાં બિઝનેસ તકો વધવાની અપેક્ષાએ ફંડો લેવાલ રહ્યા હતા. નેલ્કો રૂ.૩૯.૯૫ વધીને રૂ.૭૧૫.૧૦, માસ્ટેક રૂ.૮૧.૮૦ વધીને રૂ.૧૭૬૬.૨૫, ૬૩ મૂન્સ રૂ.૨૭.૫૫ વધીને રૂ.૭૨૭.૭૦, ઝેગલ રૂ.૮.૭૦ વધીને રૂ.૨૬૨.૦૫, નેટવેબ રૂ.૧૨૩.૨૦ વધીને રૂ.૩૯૦૩.૮૫, ટાટા એલેક્સી રૂ.૧૩૮.૧૫ વધીને રૂ.૪૬૫૦.૩૦, રામકો સિસ્ટમ રૂ.૮.૯૫ વધીને રૂ.૪૩૧.૬૦, ટીસીએસ રૂ.૩૨.૧૦ વધીને રૂ.૨૬૧૦.૫૫, એચસીએલ ટેકનોલોજીનો ત્રિમાસિક ચોખ્ખો નફો  ચાર ટકા વધીને રૂ.૪૪૮૮ કરોડ થતાં અને શેર દીઠ રૂ.૨૪ ડિવિડન્ડ જાહેર કરતાં શેર રૂ.૧૩.૨૦ વધીને રૂ.૧૪૪૧.૫૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૭૯.૨૪ પોઈન્ટ વધીને ૩૦૬૩૪.૧૬ બંધ રહ્યો હતો.

નેસ્લેનો નફો ૨૭ ટકા વધતાં શેર રૂ.૯૧ વધ્યો : એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર વધ્યા

એફએમસીજી કંપનીઓના ત્રિમાસિક પરિણામોના આકર્ષણે અને ઈરાન યુદ્વનો અંત આવવાની અપેક્ષાએ ફુગાવો નિયંત્રણમાં આવી જવાની ધારણાએ આજે ફંડોએ શેરોમાં મોટી ખરીદી કરી હતી. નેસ્લે ઈન્ડિયાનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૨૭ ટકા વધીને રૂ.૧૧૧૧ કરોડ થતાં અને શેર દીઠ રૂ.૫ ડિવિડન્ડ જાહેર કરતાં શેરમાં આકર્ષણે રૂ.૯૧.૩૦ વધીને રૂ.૧૩૭૮.૭૦ રહ્યો હતો. બેક્ટર ફૂડ રૂ.૧૩.૬૫ વધીને રૂ.૨૦૬.૨૦, ગુજરાત અંબુજા એક્ષપોર્ટ રૂ.૯.૪૫ વધીને રૂ.૧૫૬.૧૫, સુખજીત સ્ટાર્ચ રૂ.૮.૪૦ વધીને રૂ.૧૮૪.૦૫, ટેસ્ટી બાઈટ રૂ.૨૩૧.૩૫ વધીને રૂ.૭૨૮૧.૪૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૬૯.૯૦ વધીને રૂ.૨૩૦૫.૪૦, બ્રિટાનીયા રૂ.૧૩૮.૫૫ વધીને રૂ.૫૮૪૦.૧૦, પરાગ મિલ્ક રૂ.૫.૦૫ વધીને રૂ.૨૧૯.૭૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૪૦૮.૪૩ પોઈન્ટ વધીને ૧૮૭૫૫.૭૩ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં  ફંડોનો ઘટાડે ખરીદીનો સપોર્ટ : શોભા ડેવલપર્સ રૂ.૫૮, ગોદરેજ પ્રોપર્ટી રૂ.૪૬ વધ્યા

પ્રોપર્ટી માર્કેટમાં એકંદર સુસ્તી છતાં આગામી દિવસોમાં ખરીદી વધવાની અપેક્ષાએ ફંડોએ આજે ઘટાડે શેરોમાં ખરીદી કરી હતી. શોભા  ડેવલપર્સ રૂ.૫૮.૩૦ વધીને રૂ.૧૩૬૯.૯૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૪૬.૧૫ વધીને રૂ.૧૮૦૫.૦૫, લોઢા ડેવલપર્સ રૂ.૧૯.૯૦ વધીને રૂ.૮૭૫.૭૫,  ફિનિક્સ રૂ.૩૯.૮૫ વધીને રૂ.૧૮૦૬.૭૫, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૨૯.૨૫ વધીને રૂ.૧૪૦૨.૭૦, ડીએલએફ રૂ.૧૧.૮૫ વધીને રૂ.૬૦૭.૭૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૩૧.૧૯ પોઈન્ટ વધીને ૬૧૮૩.૫૮ બંધ રહ્યો હતો.

ઈરાન-અમેરિકા ડિલની અપેક્ષાએ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો ઘટાડે લેવાલ : ૨૪૮૭ શેરો પોઝિટીવ બંધ

ઈરાન યુદ્વ વિરામ પૂરો થતાં પૂર્વે હવે અમેરિકા સાથે સમજૂતી થવાની અપેક્ષાએ ફંડો, ખેલંદાઓએ સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૬૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૮૭ અને ઘટનારની ૧૮૦૧ રહી હતી. 

FPIs/FIIની કેશમાં રૂ.૧૯૧૯ કરોડના ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૨૨૧ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૯૧૮.૯૯ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. કુલ રૂ.૧૩,૦૩૩.૧૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૯૫૨.૧૬ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૨૨૨૧.૨૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૧૮,૩૬૬.૬૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૧૪૫.૪૦ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૯૯ લાખ કરોડ વધીને રૂ.૪૬૮.૬૭ લાખ કરોડ

ઈરાન-અમેરિકા ડિલની અપેક્ષાએ શેરોમાં તેજીના પરિણામે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૯૯  લાખ કરોડ વધીને રૂ.૪૬૮.૬૭ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…
Business

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

June 6, 2026
RBIના ગોલ્ડ રિઝર્વની વેલ્યૂ અઠવાડિયામાં 2.19 અબજ ડૉલર ઘટી, ગવર્નરે કહ્યું- સોનું વેચ્યું નથી… | RB…
Business

RBIના ગોલ્ડ રિઝર્વની વેલ્યૂ અઠવાડિયામાં 2.19 અબજ ડૉલર ઘટી, ગવર્નરે કહ્યું- સોનું વેચ્યું નથી… | RB…

June 6, 2026
સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Pr…
Business

સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Pr…

June 6, 2026
Next Post
જનતાનો મિજાજ ગરમ: સરસપુરમાં યુવકે ભાજપ કાર્યકરને લાફા ઝીંકી દીધા, હાથીજણમાં પણ ઉગ્ર વિરોધ | AMC Elec…

જનતાનો મિજાજ ગરમ: સરસપુરમાં યુવકે ભાજપ કાર્યકરને લાફા ઝીંકી દીધા, હાથીજણમાં પણ ઉગ્ર વિરોધ | AMC Elec...

વિધાનસભાની સેમીફાઈનલ ચૂંટણીમાં ‘અંડરકરન્ટ’: મતદારોનું મન કળવું અઘરું, નેતાઓના જીવ તાળવે ચોંટ્યા | Gu…

વિધાનસભાની સેમીફાઈનલ ચૂંટણીમાં 'અંડરકરન્ટ': મતદારોનું મન કળવું અઘરું, નેતાઓના જીવ તાળવે ચોંટ્યા | Gu...

પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર | India s G…

પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર | India s G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામનો મુદ્દો ઉઠાવતા હોબાળો : ગૃહ ખોરવાયું | Rahul Gandhi raises Doklam iss…

રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામનો મુદ્દો ઉઠાવતા હોબાળો : ગૃહ ખોરવાયું | Rahul Gandhi raises Doklam iss…

4 months ago
નડિયાદ મહાનગરપાલિના વિવિધ સંવર્ગના મહત્વના 13 પદો માટે ભરતીની જાહેરાત | Recruitment announcement for…

નડિયાદ મહાનગરપાલિના વિવિધ સંવર્ગના મહત્વના 13 પદો માટે ભરતીની જાહેરાત | Recruitment announcement for…

3 months ago
400 હિમસરોવરો વિસ્તરતાં ભારતમાં વિનાશકારી પૂરનું જોખમ | India at risk of devastating floods as 400 g…

400 હિમસરોવરો વિસ્તરતાં ભારતમાં વિનાશકારી પૂરનું જોખમ | India at risk of devastating floods as 400 g…

9 months ago
વડોદરા શહેર પોલીસ બેડામાં ફેરફાર, 9 PI અને 11 PCB-SOGની બદલી | 9 PI and 11 policemen transferred in …

વડોદરા શહેર પોલીસ બેડામાં ફેરફાર, 9 PI અને 11 PCB-SOGની બદલી | 9 PI and 11 policemen transferred in …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News