![]()
image : Social media
Vadodara : વડોદરા શહેરના ઉત્તર છેવાડે આવેલા રણોલીથી જીએસીએલ તરફ જવાના બ્રિજ નીચેના રેલ્વે પોલ પર ધડાકા ભડાકા સાથે એકાએક આગ ભભૂકતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. બ્રિજ પરથી પસાર થતા વાહનો થંભાવી લોકો દુર્ઘટના જોવા ઊભા રહી જતા વાહનોની લાંબી લાઈન લાગી હતી. નજીકમાં આવેલી સત્યનારાયણ સોસાયટીના લોકોને પોતાના વીજ ઉપકરણોને નુકસાન થવાની શંકા સહિત ઉનાળાની ત્રાહિમામ ગરમીમાં વીજળી ગૂલ થવાની આશંકા વ્યાપી હતી. વારંવાર જાણ કરવા છતાં તંત્ર દ્વારા મોઢે સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી પરંતુ ફાયર ફાઈટરો સાથે દોડી આવેલા લાશ્કરો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે બ્રિજ નીચે પડેલા કેબલો બળીને રાખ થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડે રણોલીથી જીએસીએલ કંપની તરફ જવાના બ્રિજ નીચે અચાનક ધડાકા ભડાકા સાથે આગે દેખા દીધી હતી. જોત જોતામાં આગ વધુ પ્રસરી હતી. આજ્ઞા કારણે નજીકમાં આવેલી સત્યનારાયણ સોસાયટીના લોકોને પોતાના વીજ ઉપકરણો ટીવી ફ્રીજ એસીમાં ખોટકો આવવાની આશંકા ઊભી થઈ હતી. જ્યારે ત્રાહિમામ ગરમી વચ્ચે મોડી રાત્રે શેકાવાની શક્યતાથી ગભરાટ ફેલાયો હતો. તંત્રને વારંવાર જાણ કરવા છતાં કોઈ તપાસ માટે પણ આવ્યું ન હતું. ફાયર ફાઈટરો સાથે દોડી આવેલા લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવતા તમામે હાશકારો લીધો હતો.










