gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી ટિપ્પણી’, ભારત સરકારે ટ્રમ્પ પર કર્યો પલટવાર | india attac…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in INDIA
0 0
0
‘બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી ટિપ્પણી’, ભારત સરકારે ટ્રમ્પ પર કર્યો પલટવાર | india attac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Attacks Donald Trump Hell Hole Statement: અમેરિકામાં નાગરિકતા મુદ્દે વાત કરતાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને નરકનું દ્વાર ગણાવ્યું હતું, જેના પર ભારતે સરકારે વળતો પ્રહાર કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર ભારત વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી છે. 

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ નિવેદન જાહેર કર્યું

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘અમે તે ટિપ્પણીઓ જોઈ છે, અને સાથે જ તેના જવાબમાં અમેરિકન દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા તે પછીના નિવેદનને પણ. આ ટિપ્પણીઓ સ્પષ્ટપણે જાણકારી વગરની, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી છે. આ ચોક્કસપણે ભારત-અમેરિકા સંબંધોની વાસ્તવિકતાને નથી દર્શાવતી, જે લાંબા સમયથી પરસ્પર સન્માન અને સહિયારા હિતો પર આધારિત રહ્યા છે.’

'બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી ટિપ્પણી', ભારત સરકારે ટ્રમ્પ પર કર્યો પલટવાર 2 - image

ડોનાલ્ડ ટ્રમ્પની ચોતરફ નિંદા 

આ અગાઉ, અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોડકાસ્ટરની અપમાનજનક પોસ્ટ શેર કરી હતી, જેમાં ભારત અને ચીનને નરક બતાવવામાં આવ્યું હતું. જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી હતી. રણધીર જયસ્વાલે કહ્યું હતું કે અમે કેટલીક ખબરો જોઈ છે. હું આ બાબતને અહીં જ છોડું છું. જ્યારે આખા વિવાદ પર ડોનાલ્ડ ટ્રમ્પની ચોતરફ નિંદા થઈ ત્યારે અમેરિકાએ આખા મામલે યુ-ટર્ન લેતા તેને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું કે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું માનવું છે કે ભારત એક મહાન દેશ છે, જેનું નેતૃત્વ તેમના સારા મિત્ર કરી રહ્યા છે.

અમેરિકન દૂતાવાસને કરાયા સવાલ

અમેરિકન દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું, ‘રાષ્ટ્ર પ્રમુખે કહ્યું છે કે ભારત એક મહાન દેશ છે, જેના શીર્ષ પર તેમના ખૂબ જ સારા મિત્ર છે.’ પ્રવક્તાનું આ નિવેદન ભારતીય મીડિયાના તે સવાલોના જવાબમાં આવ્યું, જેમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક રીપોસ્ટથી પેદા થયેલા વિવાદ વિશે પૂછવામાં આવ્યું હતું. તે રીપોસ્ટમાં રેડિયો શો હોસ્ટ માઈકલ સેવેજની ટિપ્પણીઓ સામેલ હતી, જેમાં ભારત, ચીન અને અન્ય કેટલાક દેશોને ‘નરક’ કહેવામાં આવ્યા હતા. પ્રવક્તાએ એ સ્પષ્ટ કર્યું નથી કે ટ્રમ્પે ભારતને એક મહાન દેશ ગણાવતી ટિપ્પણી ક્યાં અને ક્યારે કરી હતી. સેવેજે આ ટિપ્પણીઓ અમેરિકન સુપ્રીમ કોર્ટમાં જન્મજાત નાગરિકતાને પડકારનારા એક કેસના સંદર્ભમાં કરી હતી.

કોંગ્રેસે PM મોદી પાસે માંગી હતી પ્રતિક્રિયા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના સંદર્ભમાં ‘અપમાનજનક’ પોસ્ટ શેર કરવાને લઈને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાંથી સમય કાઢીને આ બાબતે પ્રતિક્રિયા આપવી જોઈએ. તેમણે સવાલ કર્યો કે આખરે વડાપ્રધાન મોદી કઈ વાતથી ‘ડરેલા છે.’ ખડગેએ ‘X’ પર પોસ્ટ કર્યું, ‘મોદીજીના પ્રિય મિત્ર ‘નમસ્તે ટ્રમ્પ’ એ ભારત વિશે અપશબ્દો કહેતા અને ખૂબ જ અપમાનજનક શબ્દનો ઉપયોગ કરતા એક નોટ શેર કરી છે. મોદીજી આ બેતૂકા નિવેદનો પર બિલકુલ ચૂપ રહે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ‘હું આને અહીં જ છોડું છું’.’ કોંગ્રેસે સવાલ કર્યો, ‘નરેન્દ્ર મોદીજી, તમે કઈ વાતથી ડરી રહ્યા છો?’

સેવેજનો વીડિયો શેર કર્યો હતો

ખરેખર, આ પહેલા ટ્રમ્પે સેવેજના પોડકાસ્ટ ‘સેવેજ નેશન’ની ટ્રાન્સક્રિપ્ટ અને વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે જન્મજાત નાગરિકતા પર યુએસ સુપ્રીમ કોર્ટની દલીલોની કડક ટીકા કરી હતી. અમેરિકાના જન્મજાત નાગરિકતા કાયદામાં ફેરફારની માંગ કરતા પોતાના વંશીય નિવેદનમાં, સેવેજે આરોપ લગાવ્યો હતો કે આ બે એશિયાઈ દેશોના લોકો યુએસમાં ‘નવમા મહિનામાં બાળક પેદા કરવા’ આવે છે, અને આ કાયદો તેમને ‘તરત જ’ યુએસના નાગરિક બનાવી દે છે. આ વીડિયોને રિપોસ્ટ કરતાં ટ્રમ્પે એક પત્ર પણ લખી તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો.

આ પણ વાંચો: ‘તાત્કાલિક ઈરાન છોડી દો..’, તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, ફરી યુદ્ધના સંકેત?

ભારત અને ચીન જેવા નરકમાંથી લોકો પરિવારને બોલાવે છે

ટ્રમ્પે પોતાના પત્રમાં લખ્યું છે હતું કે, ‘અહીં જન્મેલું બાળક તરત જ અમેરિકાનું નાગરિક બની જાય છે અને પછી તેઓ ચીન, ભારત કે પૃથ્વી પરના અન્ય કોઈ ‘નરક'(Hellhole)માંથી તેમના આખા પરિવારને અહીં બોલાવી લે છે.’ ટ્રમ્પનો દાવો છે કે આ નીતિનો દુરુપયોગ કરીને વિદેશીઓ અમેરિકામાં પોતાના આખા પરિવારને વસાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઇરાન યુધ્ધના પગલે યુરિયા ખાતરનો આયાત ખર્ચ વધશે, ભાવ વધારાનો તોળાતો ભય | Fears of price hike loom as …

ઇરાન યુધ્ધના પગલે યુરિયા ખાતરનો આયાત ખર્ચ વધશે, ભાવ વધારાનો તોળાતો ભય | Fears of price hike loom as ...

ઓરીસ્સાથી ૧૭ લાખનો ગાંજો લઇને આવી રહેલા બે યુવકો ઝડપાયા | ahmedabad railway police seized 34 kg ganj…

ઓરીસ્સાથી ૧૭ લાખનો ગાંજો લઇને આવી રહેલા બે યુવકો ઝડપાયા | ahmedabad railway police seized 34 kg ganj...

કુરાલીમાં પાંચ દિવસ પહેલા ગુમ વૃધ્ધની હત્યા થયેલી લાશ કોથળામાંથી મળતા ચકચાર | old man curder in kura…

કુરાલીમાં પાંચ દિવસ પહેલા ગુમ વૃધ્ધની હત્યા થયેલી લાશ કોથળામાંથી મળતા ચકચાર | old man curder in kura...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરવાળાના યુવકની હત્યા કરનારા ચાર શખ્સને આજીવન કેદની સજા | Four men sentenced to life imprisonment fo…

બરવાળાના યુવકની હત્યા કરનારા ચાર શખ્સને આજીવન કેદની સજા | Four men sentenced to life imprisonment fo…

11 months ago
બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with foreign liquor…

બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with foreign liquor…

11 months ago
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | Major accident …

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | Major accident …

10 months ago
કિંમતી ધાતુઓ બાઉન્સબેક: અમદાવાદ ચાંદીમાં ઝડપથી રૂ. 7000 ઊંચકાઈ | Precious metals bounce back: Ahmeda…

કિંમતી ધાતુઓ બાઉન્સબેક: અમદાવાદ ચાંદીમાં ઝડપથી રૂ. 7000 ઊંચકાઈ | Precious metals bounce back: Ahmeda…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News