![]()
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને ચાર નગર પાલિકાની ચૂંટણીમાં આજે સરેરાશ ૭૩ ટકાથી વધુ મતદાન થયું છે.જેમાં સૌથી વધુ મતદાન જિલ્લાની નગર પાલિકાઓમાં જોવા મળ્યું છે.
વડોદરા જિલ્લા પંચાયતની કુલ ૩૪માંથી ૪ બેઠક બિનહરીફ જાહેર થતાં બાકીની ૩૦ બેઠક માટે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.પરિણામે શહેર કરતાં જિલ્લાના મતદાનના આંકડા વધુ દેખાતા હતા.સાંજે છ વાગ્યા સુધીમાં અંદાજિત ૬૮.૫૧ ટકા મતદાન નોંધાયું છે.
આવી જ રીતે આઠ તાલુકા પંચાયતની કુલ ૧૭૦માંથી ૧૯ બેઠક બિનહરીફ થતાં બાકી રહેતી ૧૫૧ બેઠકો માટે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૭૨.૩૪ ટકા મતદાન થયું હતું.છેલ્લા એક કલાકમાં મતદાનની ટકાવારી સારી રહી હતી.
જ્યારે,વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકા વાઘોડિયા,ડભોઇ,પાદરા અને કરજણમાં સૌથી વધુ ૭૬.૨૫ ટકા મતદાન થયું છે.જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સાધારણ બોલાચાલી સિવાય કોઇ અનિચ્છનિય બનાવ નોંધાયો નથી.મતદાનની ટકાવારીના સત્તાવાર આંકડા હજી જાહેર કરવાના બાકી છે.જેથી ઉપરોક્ત આંકડામાં થોડોઘણો ફેરફાર થઇ શકશે.
વડોદરા જિલ્લાના મતદાનના આંકડા
સંસ્થાનું નામ કુલ મતદાર મતદાન ટકાવારી
વડોદરા જિ.પં. ૭૯૩૯૭૨ ૫૬૫૦૯૬ ૭૧.૧૭
વડોદરા તા.પં. ૧૬૯૮૧૧ ૧૧૬૩૩૧ ૬૮.૫૧
પાદરા તા.પં. ૧૬૯૧૧૫ ૧૨૯૩૨૩ ૭૬.૪૭
કરજણ તા.પં. ૭૧૪૦૯ ૪૮૭૮૭ ૬૮.૩૨
શિનોર તા.પં. ૪૬૭૧૨ ૩૩૭૯૬ ૭૨.૩૫
સાવલી તા.પં. ૧૨૫૩૦૧ ૯૧૯૪૬ ૭૩.૩૮
ડેસર તા.પં. ૪૨૪૬૩ ૨૯૪૪૫ ૬૯.૩૪
ડભોઇ તા.પં. ૮૫૧૧૭ ૬૩૨૮૬ ૭૪.૩૫
વાઘોડિયા તા.પં. ૮૪૪૦૧ ૬૧૬૮૬ ૭૩.૦૯
ડભોઇ ન.પાલિકા ૩૫૯૬૫ ૨૭૧૩૩ ૭૫.૪૪
પાદરા ન.પાલિકા ૨૨૬૯૮ ૧૬૫૫૮ ૭૨.૯૫
સાવલી ન.પાલિકા ૧૧૦૭૭ ૮૭૮૬ ૭૯.૦૫
વાઘોડિયા પાલિકા ૧૩૫૮૩ ૧૧૦૮૯ ૮૧.૬૪










