gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો, ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય પાછળનો ખર્ચ વધ્યો | i…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો, ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય પાછળનો ખર્ચ વધ્યો | i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India Military Spending 2025: વર્ષ 2025માં દુનિયાભરમાં પોતાની સેનાઓ પર સૌથી વધુ ખર્ચ કરનારા દેશોની યાદીમાં ભારત પાંચમા સ્થાને રહ્યું છે. વૈશ્વિક સૈન્ય ખર્ચમાં ભારતની હિસ્સેદારી 3.2% રહી છે. પાકિસ્તાન આ મામલે ભારતની આસપાસ પણ ઊભેલું દેખાતું નથી. 

ભારતનો સંરક્ષણ ખર્ચ અને ઓપરેશન સિંદૂર

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રિપોર્ટ અનુસાર, અમેરિકા (USA), ચીન, રશિયા અને જર્મની આ લિસ્ટમાં ટોપ 4 દેશો છે. ત્યારબાદ ભારત 5મા નંબર પર છે. 2025માં ભારતનો સૈન્ય ખર્ચ 92.1 અબજ ડોલર રહ્યો, જે અગાઉના વર્ષની સરખામણીમાં 8.9% વધુ છે. આ વધારાનું એક મોટું કારણ પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલું ઓપરેશન સિંદૂર હતું. આ સૈન્ય અભિયાન દરમિયાન સેનાને યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર રાખવા સશસ્ત્ર દળોએ તાત્કાલિક ધોરણે હથિયારો અને સાધનસામગ્રીની ઘણી મહત્વપૂર્ણ ખરીદીઓ કરી હતી.

ચીન અને પાકિસ્તાન સ્થિતિ

સિપરી (SIPRI)ના આંકડા દર્શાવે છે કે, ભારતના પાડોશી દેશોએ પણ પોતાની સેના પર ખર્ચ વધાર્યો છે. દુનિયામાં બીજો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ ચીન છે. તેણે પોતાના સંરક્ષણ બજેટમાં 7.4% નો વધારો કર્યો છે, જેનાથી તેનો કુલ ખર્ચ 336 અબજ ડોલર થઈ ગયો છે. જ્યારે પાકિસ્તાને આર્થિક પડકારો હોવા છતાં સૈન્ય ખર્ચમાં 11% નો વધારો જોવા મળ્યો છે. માત્ર 11.9 અબજ ડોલરના ખર્ચ સાથે પાકિસ્તાન આ 40 દેશોની યાદીમાં 31મા સ્થાને છે.

દુનિયાભરમાં સંરક્ષણ ખર્ચ રેકોર્ડ સ્તરે

સૈન્ય પાછળ ખર્ચ કરનાર ટોચના ત્રણ દેશોમાં અમેરિકા, ચીન અને રશિયા મળીને વૈશ્વિક સૈન્ય ખર્ચનો 51% હિસ્સો કવર કરે છે. આ ત્રણેય દેશોએ કુલ 1,480 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. વર્ષ 2025માં આખી દુનિયાનો સૈન્ય ખર્ચ વધીને 2,887 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.

આ પણ વાંચો: LIVE : ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ, જાણો તમામ મનપા-નપાની સ્થિતિ

યુરોપમાં મોટો ઉછાળો

વૈશ્વિક સ્તરે ખર્ચ વધવાનું સૌથી મોટું કારણ યુરોપ રહ્યું, જ્યાં સૈન્ય ખર્ચમાં 14% નો વધારો (કુલ 864 અબજ ડોલર) થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધના ચોથા વર્ષમાં પ્રવેશવા અને નાટો (NATO) દેશો દ્વારા શસ્ત્રસજ્જ થવાની કોશિશોને કારણે શીત યુદ્ધ (Cold War) પછી યુરોપમાં આ સૌથી ઝડપી વાર્ષિક વધારો છે.

હથિયારોની આયાતમાં ભારત અને રશિયા પર ઘટતી નિર્ભરતા

માર્ચમાં પ્રકાશિત સિપરીના અન્ય એક રિપોર્ટ “ટ્રેન્ડ્સ ઇન ઇન્ટરનેશનલ આર્મ્સ ટ્રાન્સફર્સ” અનુસાર, 2016-20 અને 2021-25ના સમયગાળા વચ્ચે ભારતની હથિયારોની આયાતમાં 4% નો ઘટાડો આવ્યો છે.

આયાતમાં સ્થાન: ઘટાડા છતાં, ભારત હજુ પણ સૈન્ય હાર્ડવેરની આયાત કરતો દુનિયાનો બીજો સૌથી મોટો દેશ (Importer) છે. વૈશ્વિક હથિયાર આયાતમાં તેનો હિસ્સો 8.2% છે. તેનું મુખ્ય કારણ ચીન અને પાકિસ્તાન સાથે સરહદ પર ચાલી રહેલો તણાવ છે. જો કે, છેલ્લા એક દાયકામાં ભારતે પોતાની ખરીદ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. ભારત હવે રશિયાને બદલે પશ્ચિમી દેશો (ખાસ કરીને ફ્રાન્સ, ઇઝરાયલ અને અમેરિકા) તરફ વળી રહ્યું છે.

રશિયાનો હિસ્સો ઘટ્યો

ભારતની કુલ હથિયાર આયાતમાં રશિયાનો હિસ્સો 2011-15 માં 70% હતો, જે 2016-20 માં ઘટીને 51% અને 2021-25 માં 40% રહી ગયો છે. આમ છતાં, વર્તમાનમાં ભારતને સૈન્ય હાર્ડવેર પૂરા પાડતા ટોચના ત્રણ દેશો રશિયા, ફ્રાન્સ અને ઇઝરાયલ જ છે.

ભવિષ્યની તૈયારીઓ: સંરક્ષણ બજેટ 2026-27

ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિ અને વર્તમાન પડકારોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા 2026-27 ના કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે મસમોટી રકમ ફાળવી છે. સંરક્ષણ બજેટમાં 15% થી વધુનો વધારો કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ ક્ષેત્ર માટે કુલ રૂ. 7.85 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમાંથી રૂ. 2.19 લાખ કરોડનો મૂડી ખર્ચ (Capital Outlay) રાખવામાં આવ્યો છે. આ ફંડનો ઉપયોગ સીધી રીતે સશસ્ત્ર દળોની ક્ષમતા વધારવા માટે થશે. જેમાં નવા ફાઇટર જેટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, યુદ્ધજહાજ, સબમરીન, આર્ટિલરી ગન, સ્માર્ટ હથિયારો, મિસાઇલો, રોકેટ અને અનેક પ્રકારની માનવરહિત (ડ્રોન) સિસ્ટમની ખરીદી સામેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …
GUJARAT

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

June 18, 2026
સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…
GUJARAT

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

June 18, 2026
બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…
GUJARAT

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

June 18, 2026
Next Post
જિલ્લા અને તાલુકા પંચાયત પરિણામ LIVE: બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, જાણો તમારા તાલુકાની સ્થિતિ | …

જિલ્લા અને તાલુકા પંચાયત પરિણામ LIVE: બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, જાણો તમારા તાલુકાની સ્થિતિ | ...

જિલ્લા પંચાયતમાં 57.74, મનપાની ચૂંટણીમાં 54.84 ટકા ફાઈનલ મતદાન | Final voting percentage 57 74 in Di…

જિલ્લા પંચાયતમાં 57.74, મનપાની ચૂંટણીમાં 54.84 ટકા ફાઈનલ મતદાન | Final voting percentage 57 74 in Di...

પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત | 2 killed in accident on Paliyad Ranpur highway

પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત | 2 killed in accident on Paliyad Ranpur highway

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોલેટિલિટી વચ્ચે ઈક્વિટી ફંડોમાં હાથમાં રોકડ જાળવી રાખવાનો વ્યૂહ | A strategy to maintain cash in ha…

વોલેટિલિટી વચ્ચે ઈક્વિટી ફંડોમાં હાથમાં રોકડ જાળવી રાખવાનો વ્યૂહ | A strategy to maintain cash in ha…

10 months ago
વડોદરાના ફાજલપુર નજીક દારૂની 2502 બોટલ સાથે રજીસ્ટ્રેશન વગરનો ટેમ્પો પકડાયો | Unregistered tempo cau…

વડોદરાના ફાજલપુર નજીક દારૂની 2502 બોટલ સાથે રજીસ્ટ્રેશન વગરનો ટેમ્પો પકડાયો | Unregistered tempo cau…

7 months ago
ગુજરાતના 6 જિલ્લામાં ભ્રષ્ટાચાર, નલ સે જલ કૌભાંડની તપાસમાં કેન્દ્રીય એજન્સીએ ઝંપલાવ્યું | gujarat na…

ગુજરાતના 6 જિલ્લામાં ભ્રષ્ટાચાર, નલ સે જલ કૌભાંડની તપાસમાં કેન્દ્રીય એજન્સીએ ઝંપલાવ્યું | gujarat na…

7 months ago
સુરત પાલિકાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત : શનિવારની રાત કતલની રાત | political campaign ends for the…

સુરત પાલિકાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત : શનિવારની રાત કતલની રાત | political campaign ends for the…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News