gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસે અનેક જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. આ પરિણામોમાં સોશિયલ મીડિયા સ્ટાર્સથી લઈને પૂર્વ IPS અધિકારીઓ સુધીના નસીબનો ફેંસલો થયો છે. જો કે કેટલાક સ્ટાર્સના સિતારા ચમક્યાં જ્યારે કેટલાકને નિરાશા સાંપડી છે. 

સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયા સ્ટાર્સની જીત

અંકિતા પરમાર (વડોદરા): સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો છે. ટિકિટ મળી ત્યારે થયેલા વિવાદ છતાં તેમના મોટા ફેનબેઝે અથવા તો તેમના પ્રચારે અને કામગીરીએ તેમને જીત અપાવી છે તેવું કહી શકાય. 

રાજલ બારોટ-બાંભણીયા (ઉના): જાણીતી લોકગાયિકા રાજલ બારોટે ઉના નગરપાલિકામાંથી પહેલીવાર પોતાનું રાજકીય ડેબ્યુ કર્યું હતું. નસીબનો સાથ અને પ્રચાર તથા પક્ષના સાથના પગલે 2313 મતો મેળવીને શાનદાર જીત હાંસલ કરી છે.

નેહા સુથાર (વિજાપુર): ગુજરાતી અભિનેત્રી અને સિંગર નેહા સુથારે વિજાપુર તાલુકા પંચાયતની કુદેડા બેઠક પર જીત મેળવીને રાજકારણમાં સફળ એન્ટ્રી કરી છે.

કાવ્યા કથીરિયા (સુરત): પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાએ સુરત મનપાના વોર્ડ નં. 3 માં જીત મેળવીને અલ્પેશ કથીરિયાનો દબદબો જાળવી રાખ્યો છે.

રાજુ કરપડા (મુળી-2): આમ આદમી પાર્ટીથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાની જીત થઇ હતી. તેઓ મુળી-2 જિલ્લા પંચાયત બેઠક પર તેમણે જીત મેળવી હતી. 

મોટા માથાઓની આંચકાજનક હાર

સોનલ ડેર(લાઠી): ખ્યાતનામ લોકસાહિત્યકાર માયા આહીરની પુત્રી સોનલ ડેરનો લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર પરાજય થયો છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેર વિજેતા થયા છે.

પૂર્વ IPS મનોજ નિનામા (શામળાજી): નિવૃત્તિના બે મહિના પહેલા રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાનો ઓડ બેઠક પર 2700 મતોથી કારમો પરાજય થયો છે.

ભૂપત ભાયાણી (ભેંસાણ): આપમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને પણ જનતાએ નકારી દીધા છે. ભેસાણ જિલ્લા પંચાયત બેઠક પર AAPના દિનેશ રૂપારેલીયાએ તેમને 1700 મતોથી હરાવ્યા છે.

નયનાબા જાડેજા (રાજકોટ): નયનાબા જાડેજા રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા. જો કે તેમનો પરાજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નયનાબા જાડેજા રવિન્દ્ર જાડેજાના બહેન હોવા ઉપરાંત રિવાબા જાડેજાના નણંદ પણ છે. બંન્ને વચ્ચે અવાર નવાર શાબ્દિક ટપાટપી થતી રહેતી હોવાનાં કારણે બંન્ને ચર્ચામાં રહે છે. 

આભા દેસાઇ(રાજકોટ) : વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસના ઉમેદવાર અને ચર્ચિત ચહેરો તેવા આરજે આભાનો પરાજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના રેડિયો જોકીના વ્યવસાયના કારણે યુવાનોમાં ચર્ચિત ચહેરા આરજે આભાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. 

પક્ષ ઉમેદવાર વિસ્તાર / બેઠક વ્યવસાય / ઓળખ પરિણામ
ભાજપ અંકિતા પરમાર પોર (જિલ્લા પંચાયત) સોશિયલ મીડિયા સ્ટાર જીત
ભાજપ રાજલ બારોટ ઉના (નગરપાલિકા) લોકગાયિકા જીત
ભાજપ કાવ્યા કથીરિયા સુરત (મ.ન.પા વોર્ડ નં. 3) અલ્પેશ કથીરિયાના પત્ની જીત
ભાજપ રાજુ કરપડા મુળી-2 ખેડૂત આગેવાન જીત
ભાજપ સોનલબેન ડેર ચાવંડ (તાલુકા પંચાયત) માયાભાઈ આહીરની પુત્રી હાર
ભાજપ મનોજ નિનામા ઓડ (શામળાજી) પૂર્વ IPS અધિકારી હાર
ભાજપ ભૂપત ભાયાણી ભેસાણ (જિલ્લા પંચાયત) પૂર્વ ધારાસભ્ય હાર
કોંગ્રેસ નયનાબા જાડેજા રાજકોટ(વોર્ડ નંબર 2) રિવાબાના નણંદ હાર
કોંગ્રેસ આર.જે આભા રાજકોટ(વોર્ડ નંબર 10) રેડિયો જોકી હાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

From being the inspiration behind Shah Rukh Khan’s Fan to playing SRK in Junglywood, Deepak Kalra ca…
GUJARAT

From being the inspiration behind Shah Rukh Khan’s Fan to playing SRK in Junglywood, Deepak Kalra ca…

November 2, 2026
दुसऱ्या आठवड्यातही ‘दशमी’ची यशस्वी घोडदौड!
GUJARAT

दुसऱ्या आठवड्यातही ‘दशमी’ची यशस्वी घोडदौड!

November 2, 2026
Pragati Srivastava Affirms Herself as a Promising Face by Registering a Believable Debut with Aanand…
GUJARAT

Pragati Srivastava Affirms Herself as a Promising Face by Registering a Believable Debut with Aanand…

November 2, 2026
Next Post
ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal...

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીંડી : મહિલા સહિત 3 આરોપી સામે ગુન્હો નોંધાયો | Cases …

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીંડી : મહિલા સહિત 3 આરોપી સામે ગુન્હો નોંધાયો | Cases ...

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ : ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ : ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

7 months ago

Explainer: દુનિયામાં ખોરાકનો સૌથી વધુ બગાડ કરનારા દેશોમાં ભારત બીજા ક્રમે, ગ્લોબલ વૉર્મિંગમાં ફૂડ વેસ્ટની આદત પણ જવાબદાર | India Ranks Second in Global Food Waste: How Food Habits Fuel Climate Change

1 year ago
રેલ યાત્રિકો જનરલ ટિકિટ પણ ઘેર બેઠા મેળવી શકશે | Rail passengers will also be able to get general ti…

રેલ યાત્રિકો જનરલ ટિકિટ પણ ઘેર બેઠા મેળવી શકશે | Rail passengers will also be able to get general ti…

1 year ago

Skin Care: ક્રીમ નહીં, આ પૌષ્ટિક સીડ્સ આપશે ચહેરાને અસલી ચમક; આજના જ કરો ડાયેટમાં સામેલ | Seeds for Naturally Glowing Skin Best Superfoods for Clear Skin

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News