મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને આતંકવાદી ઘટનાનો બદલો લેવા પૂર્ણ મંજૂરી આપતાં ગમે તે ઘડીએ સરહદ પર સેનાની કાર્યવાહી થવાના ટેન્શન અને બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મામલે ચાઈના સાથે ક્યારેક નરમ તો ક્યારેક કડક વલણ અપનાવી રહ્યા હોઈ અનિશ્ચિતતાએ અને અમેરિકાના જીડીપી વૃદ્વિના આંકડા નબળા આવતાં પૂર્વે વૈશ્વિક બજારોની સાવચેતી પાછળ આજે ફંડોએ તેજીનો વેપાર વધુ હળવો કર્યો હતો. આવતીકાલે-ગુરૂવાર ૧લી મે, ૨૦૨૫ના મહારાષ્ટ્ર દિન નિમિતે ભારતીય શેર બજારો બંધ રહેનાર હોઈ પોઝિશન ઊભી નહીં રાખવાનું મુનાસીબ સમજી આજે તેજીનો વેપાર હળવો થયો હતો. ફંડો, ખેલંદાઓએ સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યા સાથે કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી કરી હતી. સેન્સેક્સ ૮૦૫૨૬થી ૭૯૮૭૯ વચ્ચે ફંગોળાઈ અંતે ૪૬.૧૪ પોઈન્ટ ઘટીને ૮૦૨૪૨.૨૪ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૩૯૭થી ૨૪૧૯૮ વચ્ચે ફંગોળાઈ અંતે ૧.૭૫ પોઈન્ટ ઘટીને ૨૪૩૩૪.૨૦ બંધ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં વધતું પ્રોફિટ બુકિંગ : એલજી ઈક્વિપમેન્ટ, આઈનોક્સ વિન્ડ, કેઈન્સ, ટીમકેન ઘટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ વધતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૦૯.૪૮ પોઈન્ટ ઘટીને ૬૨૭૮૦.૩૯ બંધ રહ્યો હતો. એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૮.૪૫ ઘટીને રૂ.૪૪૩.૪૫, આઈનોક્સ વિન્ડ રૂ.૫.૮૫ ઘટીને રૂ.૧૬૮.૭૦, કેઈન્સ રૂ.૧૯૪.૮૫ ઘટીને રૂ.૫૭૧૫, ટીમકેન રૂ.૮૧.૮૫ ઘટીને રૂ.૨૪૫૪, રેલ વિકાસ નિગમ રૂ.૧૧.૧૫ ઘટીને રૂ.૩૪૯.૧૦, ગ્રાઈન્ડવેલ રૂ.૫૦.૮૫ ઘટીને રૂ.૧૬૮૨.૩૦, ટીટાગ્રહ રૂ.૨૧.૮૦ ઘટીને રૂ.૭૪૬, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૪૪૬.૬૦ ઘટીને રૂ.૧૬,૨૨૧.૫૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૨૩.૨૦ ઘટીને રૂ.૪૪૮૬.૨૫, જીએમઆર એરપોર્ટ રૂ.૨.૨૩ ઘટીને રૂ.૮૭.૨૭, ભેલ રૂ.૫.૨૫ ઘટીને રૂ.૨૨૬.૫૫ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની એક્ઝિટ શરૂ : વ્હર્લપુલ, વોલ્ટાસ, બ્લુ સ્ટારમાં વેચવાલી
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ લોકલ ફંડોની એક્ઝિટ શરૂ થયાની ચર્ચા વચ્ચે વેચવાલી વધતી જોવાઈ હતી. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૩૭.૬૦ ઘટીને રૂ.૧૨૫૩.૫૦, વોલ્ટાસ રૂ.૩૦.૨૫ ઘટીને રૂ.૧૨૩૪.૫૦, બ્લુ સ્ટાર રૂ.૪૧.૨૫ ઘટીને રૂ.૧૭૦૪.૭૫, આદિત્ય બિરલા ફેશન રૂ.૫.૧૫ ઘટીને રૂ.૨૬૩.૨૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૦.૭૫ ઘટીને રૂ.૧૬૦૨.૧૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૯૬.૩૫ ઘટીને રૂ.૧૬,૪૧૫.૯૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૧.૬૦ ઘટીને રૂ.૩૫૪૨.૪૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૦૨.૩૮ પોઈન્ટ ઘટીને ૫૭૪૫૪.૬૩ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં તેજીનો વેપાર વધુ ખંખેરાયો : ફેડરલ બેંક, સ્ટેટ બેંક, સ્પન્દનાસ્ફૂર્તિ, ક્રેડિટ એક્સેસ ઘટયા
બેંકોના એકંદર સાધારણથી નબળા પરિણામોના કારણે અને ફાઈનાન્શિયલ સર્વિસિઝ ક્ષેત્રે વધતી હરિફાઈ અને માર્જિન ભીંસના નેગેટીવ પરિબળે ફંડો વેચવાલ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૫૯.૭૦ પોઈન્ટ ઘટીને ૬૨૬૨૨.૦૪ બંધ રહ્યો હતો. ફેડરલ બેંકના ત્રિમાસિક પરિણામ પાછળ શેર રૂ.૬.૭૦ ઘટીને રૂ.૧૯૬.૬૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૩.૬૦ ઘટીને રૂ.૭૮૮.૧૫, કેનેરા બેંક રૂ.૨ ઘટીને રૂ.૯૭.૪૨, બેંક ઓફ બરોડા રૂ.૩ ઘટીને રૂ.૨૫૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૬.૯૦ ઘટીને રૂ.૧૪૨૨.૫૫ રહ્યા હતા. ફાઈનાન્સ શેરોમાં બજાજ ફિનસર્વ રૂ.૧૧૨.૬૦ ઘટીને રૂ.૧૯૫૨.૪૦, સ્પન્દનાસ્ફૂર્તિ રૂ.૧૭.૧૦ ઘટીને રૂ.૨૭૩, કેફિનટેક રૂ.૭૨.૧૫ ઘટીને રૂ.૧૧૯૭.૩૫, યુટીઆઈ એએમસી રૂ.૫૭.૨૦ ઘટીને રૂ.૧૦૧૮.૩૦, ચૌલા હોલ્ડિંગ રૂ.૯૯.૧૫ ઘટીને રૂ.૧૮૫૧.૭૫, બજાજ ફાઈનાન્સ રૂ.૪૫૩.૬૦ ઘટીને રૂ.૮૬૩૫.૭૦, ફાઈવસ્ટાર રૂ.૪૫ ઘટીને રૂ.૭૧૦.૫૫, ક્રેડિટ એક્સેસ રૂ.૬૭.૪૦ ઘટીને રૂ.૧૦૮૦, આઈઆઈએફએલ કેપ્સ રૂ.૧૧.૪૦ ઘટીને રૂ.૨૧૯.૩૦, માસ્ટર ટ્રસ્ટ રૂ.૭.૫૫ ઘટીને રૂ.૧૩૭ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોના વ્યાપક ઓફલોડિંગે માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ : ૨૯૩૮ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, રોકડના અનેક શેરોમાં ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈવેસ્ટરોએ મોટાપાયે ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ સતત નબળી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૩૮ અને વધનારની સંખ્યા ૯૭૫ રહી હતી.
હેલ્થકેર શેરોમાં ઓફલોડિંગ વધ્યું : વોખાર્ટ, આરપીજી લાઈફ, આરતી ફાર્મા, મોરપેન, વિમતા લેબ. ઘટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની વેચવાલી વધતી જોવાઈ હતી. વોખાર્ટ રૂ.૭૦.૫૫ ઘટીને રૂ.૧૨૯૬.૭૦, ડિકાલ રૂ.૧૦.૩૫ ઘટીને રૂ.૧૯૨.૭૫, આરપીજી લાઈફ રૂ.૯૪.૯૫ ઘટીને રૂ.૨૦૮૨.૫૦, આરતી ફાર્મા રૂ.૩૨.૧૫ ઘટીને રૂ.૭૦૯.૭૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૩૫.૫૦ ઘટીને રૂ.૭૯૮.૯૫, મોરપેન લેબ રૂ.૨.૬૧ ઘટીને રૂ.૬૦, સુપ્રિયા રૂ.૨૭.૦૫ ઘટીને રૂ.૬૪૪.૮૦, સિગાચી રૂ.૧.૭૨ ઘટીને રૂ.૪૧.૮૩, હેસ્ટર બાયો રૂ.૭૧.૨૦ ઘટીને રૂ.૧૭૭૦, નાટકો ફાર્મા રૂ.૩૨.૫૫ ઘટીને રૂ.૮૫૦.૯૫, મેનકાઈન્ડ ફાર્મા રૂ.૯૩.૫૦ ઘટીને રૂ.૨૪૬૩.૭૦, વિમતા લેબ રૂ.૩૫.૬૫ ઘટીને રૂ.૧૦૦૧.૭૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં પણ વેચવાલી વધી : એક્સાઈડ, ટાટા મોટર્સ, ભારત ફોર્જ, ટીવીએસ, સુંદરમ ફાસ્ટર્નસ ઘટયા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮.૦૫ ઘટીને રૂ.૩૫૧.૮૦, ટાટા મોટર્સ રૂ.૨૧.૪૫ ઘટીને રૂ.૬૪૪.૧૫, ભારત ફોર્જ રૂ.૨૭.૭૫ ઘટીને રૂ.૧૧૦૪.૪૦, મધરસન સુમી રૂ.૨.૮૦ ઘટીને રૂ.૧૩૩.૨૫, ટીવીએસ મોટર રૂ.૩૩.૩૦ ઘટીને રૂ.૨૬૬૮.૭૦, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૧૧.૦૫ ઘટીને રૂ.૯૧૨.૩૦, આઈશર મોટર્સ રૂ.૪૩.૯૦ ઘટીને રૂ.૫૫૩૬.૭૦, અશોક લેલેન્ડ રૂ.૧.૮૦ ઘટીને રૂ.૨૨૫.૮૫ રહ્યા હતા.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૮૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૨૩.૨૪ લાખ કરોડ
સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ગાબડાં પડયા સાથે એ ગુ્રપના પણ ઘણા શેરોમાં વેચવાલી નીકળતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૮૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૨૩.૨૪ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FII કેશમાં રૂ.૫૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૭૯૨ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે બુધવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૫૦.૫૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૨૫,૧૮૯.૯૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૫,૧૩૯.૩૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૭૯૨.૧૫ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૬૩૭.૫૪કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૪૨૯.૬૯ કરોડની વેચવાલી કરી હતી.